________________
શારદા સરિતા
જઘન્ય વીસ તીર્થકર, ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકર, જઘન્ય બે કોડ કેવળી ઉત્કૃષ્ટ નવ કેડ કેવળીને નમો સિદ્ધાનું કહેતાં વનસ્પતિ વજીને ત્રેવીસ દંડકથી અનંતગુણ અધિક સિદ્ધના જીવે છે, તેમને અને નમો આયરિયાણું, ન ઉવન્ઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું કહેતાં જઘન્ય બે હજાર કોડ સાધુ સાવી, ઉત્કૃષ્ટા નવ હજાર કોડ સાધુ સાવીને નમસ્કાર થઈ ગયા. કેટલો લાભ થાય! શુદ્ધ ભાવથી આટલા જીવોને નમસ્કાર થાય ત્યાં ગાઢ કર્મો પાતળાં પડે, પડે ને પડે.
વણિક શુદ્ધ ભાવથી નવકાર મંત્રનો જાપ કરે છે. હાથમાં માળા છે. જાળીએથી ચરો જુએ છે ને બોલવા લાગ્યા. આ તે નોટ ગણે છે. વણિક વિચાર કરે છે હે જીવ! તેં સાવધોગના પ્રત્યાખ્યાન કર્યા છે. જેના પૈસા, કેનું ઘર ને તેનું શરીર? તે તે બધું વસરાવ્યું છે. તારું ગમે તે થાય, તારે એની સાથે કંઈ લેવા દેવા નથી. કદાચ ચેરો લૂંટી જશે તે આ ભૌતિક ધન, પણ તારું આત્મિક ધન લૂંટાવાનું નથી. મારા આત્મિક ધનને લૂંટવાની કોઈની તાકાત નથી. વણિક મોટા સ્વરે નવકારમંત્ર બોલવા લાગે. એટલે ચારે કહે છે અલા, આ તે કંઈક મત્ર-જંત્ર કરે છે, જાપ જપે છે. સાંભળો, એ શું બોલે છે? બે-ત્રણ-પાંચ-દશ-પંદર ને વીસ વખત સાંભળ્યું. શુદ્ધ ભાવથી હૃદયસ્પર્શીને બોલાતા નવકાર મંત્રને રણકાર ચરોના હૃદય સુધી પહોંચી ગયે. એ પણ સાંભળતા સ્થિર થઈ ગયા. આ શું બોલે છે? આવું ક્યાંક સાંભળ્યું છે એમ ચિંતન કરતાં પાંચે ચોરોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વે પોતે કોણ હતા તે જોયું. અહ પૂર્વભવમાં આપણે શ્રાવપણું પાળ્યું હતું પણ અંતિમ સમયે જૈન ધર્મની વિરાધના કરી હતી તેના કારણે આ ભવમાં ચોર થયા. એવી પશ્ચાતાપની ભઠ્ઠી સળગી. હે જીવ! તારું સ્વરૂપ શું ને તેં કર્યું શું? કેવાં અનર્થો સર્યા, કેટવાને લૂટયા? એમ પશ્ચાતાપ થતાં ભાવ ચારિત્ર આવ્યું અને આઠમે ગુણસ્થાનકે જઈ ક્ષપકશ્રેણી માંડીને તેરમા ગુણસ્થાને પહોંચી ગયા. કેવળજ્ઞાન પામી ગયા. ભૌતિક લક્ષ્મી લેવા જતાં આત્મિક લક્ષ્મી મેળવી લીધી. દેવે કેવળજ્ઞાનને મહત્સવ ઊજવવા આવ્યા. વણિકની સામાયિક પૂરી થઈ. કેવળીને મહોત્સવ જોઈ એને મનમાં આનંદ થયો ને સાથે ખેદ થયો કે અહો ! ચોરી કરવા આવ્યા હતા ને નવકાર મંત્ર સાંભળીને પામી ગયા ને હું રહી ગયું. “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” ઘણી વાર એવું બને છે કે ગુરુ છદ્મસ્થ રહી જાય છે ને શિષ્ય કેવળજ્ઞાન પામી જાય છે. જ્યાં સુધી ગુરુને ખબર ન પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે. ત્યાં સુધી શિષ્ય ગુરુને વિનય કરે. પિતે એમ ન કહે કે મને કેવજ્ઞજ્ઞાન થયું છે. આ વણિક લળી લળીને કેવલી ભગવંતને વંદન કરે છે. પોતાના પાપને પશ્ચાતાપ કરે છે અને કેવળી ભગવતે ઉપદેશ આપે. વણિક પણ કેવળજ્ઞાન પામી ગયે. કર્મનું બંધન કરવામાં અને તેડવામાં સૌ સૌને આત્મા સ્વતંત્ર છે. એના ગામમાં