SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ચંદનબાળા ખુબ સ્વરૂપવાન દેવી જેવી છે. આ જોઈને સારથીની પત્નીના મનમાં શંકા થઈ કે આ રૂપાળી સ્ત્રીને બહેન કરીને લાવ્યા છે ને કાલે પત્ની બનાવશે એમ એના અંતરમાં ઈષ્યના ઝેર રેડાયા. દેવાનુપ્રિયે ! આજે દુનિયામાં કોઈને કોઈનું સારૂં સહન થતું નથી. સારા માણસ પ્રત્યે પણ બેટી કુશંકાઓ થાય છે. અમૃતને સૌ પચાવી જાય છે, પણ ઝેર પચાવવું મુશ્કેલ છે. દેવોએ સમુદ્રમંથન કર્યું તેમાંથી અમૃત નીકળ્યું. સૌ દેવે અમૃત પીવા આવ્યા પણ ઝેર તો મહાદેવે પીધું. ઝેર પચાવ્યું એટલે તે મહાદેવ કહેવાયા. ભીષ્મપિતામહનું નામ ભીષ્મપિતા કેમ પડયું ? એમણે પિતાના પિતાને ખાતર ભીષ્મ પ્રતિજ્ઞા કરી. નાવિકની પુત્રી પિતાની સાથે પરણાવવા માટે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી એટલે તે ભીષ્મપિતામહ કહેવાયા. ચંદનબાળાની દૃષ્ટિ નિર્મળ હતી, પણ સારથીની સ્ત્રીની દષ્ટિમાં ઝેર ભર્યું હતું કે આ ભવિષ્યમાં મારી શક્ય બનશે એટલે વસુમતી ઉપર ઈર્ષ્યા કરવા લાગી. ગમે તેવા શબ્દ બોલવા લાગી. એટલે સારથીએ વિચાર કર્યો કે હું આને વેચી દઉં તે મને સારા પિપા મળશે. આ સ્ત્રી એને મારા ઘરમાં સુખ પડવા નહિ દે. એટલે તેને લઈને બજારમાં વેચવા આવ્યું. એને ખરીદવા ઘણાં માણસો તૈયાર થયા પણ સવા લાખ રૂપિયા એની કિંમત જાણી પાછા પડ્યા. છેવટે એ ગામની એક કામલતા નામની ગણિકા એને જોઈને વિચાર કરે છે કે આ ખુબ સ્વરૂપવાન છે. મારે ધધ સારે ચાલશે એમ જાણીને સવા લાખ રૂપિયા આપીને તેને ખરીદે છે. ત્યારે વસુમતી પૂછે છે તે માતા! તમારે ધર્મ કર્યો અને તમારા ઘરના આચાર વિચાર કેવા? ત્યારે ગણિકા કહે છે મારે ઘેર કેઈ ધર્મ નથી. અને રોજ રોજ નવા નવા શણગાર સજીને નવા નવા પુરૂષોને રીઝવવા એ મારા ઘરનો આચાર છે. ત્યારે વસુમતી કહે છે એ કામ મારાથી નહિ બને. વેશ્યા કહે છે મેં તે સવા લાખ રૂપિયા આપી દીધા. હવે તારે મારે ઘેર આવવું પડશે. એને પરાણે લઈ જવા મહેનત કરે છે. આ સમયે વસુમતી શાસનના દેવેને પ્રાર્થના કરે છે હે પ્રભુ! મારી લાજ તારે હાથ છે. હું નિરંતર તારું સ્મરણ કરુ છું. આ વેશ્યાને ઘેર જવું પડશે ને મારું ચારિત્ર છિન્ન ભિન્ન થઈ જશે તે તારી આબરૂનું લીલામ થશે, મારું નહિ. ભકતની લાજ રાખવી તારે હાથ છે. શુદ્ધ ભાવથી પ્રાર્થના કરી અને દેના આસન ચલાયમાન થયા. શીયળના રક્ષણહાર દેવે કઈ વાંદરાનું, કેઈ સર્પનું અને કઈ વીંછીનું રૂપ લઈને આવ્યા ને ચારે તરફથી વેશ્યાને વરી નાંખી એટલે વેશ્યા તો એને મૂકીને ભાગી ગઈ. ત્યાર પછી ધનાવાહ નામના શેડ ત્યાંથી નીકળે છે. એમને કઈ સંતાન ન હતું. વસુમતીને જોઈને ખુશ થયા અને તેને ત્યાં પિતાની દીકરી કરીને લઈ જાય છે. પુત્રીની જેમ તેનું પાલનપોષણ કરે છે, પણ જુએ કર્મ કોઈને છેડે છે? પવિત્ર સતીની કેવી કટી થાય છે!
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy