SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૪૭ એટલા માટે મહાન પુરૂષે વિષય-વિકારેને વિષધર સપના સમાન સમજીને દૂર ભાગતા રહે છે. - નારાયણ નામને બાલક નાનપણથી ખૂબ સંસ્કારી હતો. તે બાળપણથી સંસારથી વિરક્ત હેય તેમ રહેતો હતો. તેને મોટા ભાગનો સમય ભજન, પૂજન, કીર્તન, જ્ઞાન-ધ્યાન આદિમાં પસાર થતો હતો. નારાયણની માતા પિતાના પુત્રના વિવાહ કરીને પુત્રવધુનું મુખ જોવા માટે ખુબ ઉત્સુક હતી. તેથી બાર વર્ષની નાની ઉંમરમાં તેના વિવાહ કરી દીધા ને પછી લગ્ન લીધા. કિશોર નારાયણ ઘણી ધામધૂમ અને ગાજતે વાજતે જાનની સાથે લગ્નને માટે પિતાના શ્વસુરગૃહે પહેરશે. જે સમયે વિવાહમંડપમાં મંગલાષ્ટક શરૂ થયા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું શુભમંગલ સાવધાન! નારાયણે આ શબ્દ સાંભળે ને તેને મનમાં અર્થ કર્યો, સંસારની દુઃખદાયક બેડી તમારા પગમાં પડવાની છે માટે સાવધાન થઈ જાઓ. નારાયણ તે ત્યાંથી ઉઠીને તરત ભાગી ગયા. અને વર્ષો સુધી કઠેર તપશ્ચર્યા કરી તેથી તેઓ રામદાસ કહેવાયા. જે સમર્થ રામદાસ શિવાજીના ગુરૂ હતા. આ રીતે મહાન આત્માઓ વિષાથી દૂર ભાગે છે અને તેનાથી વિમુખ થઈને આત્મકલ્યાણમાં મૂકી જાય છે. વિષાથી વિરક્ત થવું એ આત્મોન્નતિનું પ્રથમ પગથિયું છે. આ રીતે જૈનદર્શનની અંદર બ્રહ્મચર્યની જ્યોત જવલંત રાખનાર સતી ચંદનબાળાનું દષ્ટાંત આપે ઘણી વાર સાંભળ્યું હશે. છતાં આજે આપની સામે એટલા માટે રજુઆત કરું છું કે આપને ત્યાં આજે તપ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીને આજે મા ખમણની પૂર્ણાહુતિ છે, તે તેમને તપના અનુમોદના નિમિત્તે પારણાના શુભ પ્રસંગે તપ-ત્યાગ ને બ્રહ્મચર્યની જત આપના દિલમાં પ્રગટાવી જાય છે. તપશ્ચર્યા તે એવી ઔષધિ છે કે ભાવભલાના રોગ પણ મરી જાય છે. એક ભાઈને કેન્સર થયું હતું. ગળાનું કેન્સર એટલે પાણી ઉતરતું ન હતું. કઈ દવા કામ કરતી નથી એટલે એને થયું કે આમેય ખવાતું પીવાતું નથી તે મહિનાના ઉપવાસ કરી લઉં. એણે મહિનાના ઉપવાસ કર્યો, આયુષ્ય બળવાન એટલે જીવી ગયા ને મહિનાના ઉપવાસનું પારણું આવ્યું પણ ગળેથી ઉતરતું ન હતું. પરાણે સહેજ વાપર્યું ને ખૂબ ઉલટી થઈ તેના ભેગે બધે રેગ ચાલે ગયે. કેન્સરનું નામનિશાન ન રહ્યું. એક ભાઈને સંધીવાનું દર્દ હતું. આખા શરીરમાં સંધીવા વ્યાપી ગયે હતે. ખૂબ દુઃખાવો થતે હતો. દઈથી ખુબ કંટાળી ગયે. એને થયું કે ઘરમાં કેઈ ન હોય ત્યારે હું કેરે સીન છાંટીને બળી મરૂં. પણ એકલે પડે નહિ ને પિતાનું ધાર્યું થઈ શકે નહિ. એને થયું કે હવે ઉપવાસ કરું. એણે ૩૦ ઉપવાસ કર્યા ને સંધીવાને રેગ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy