________________
૫૪૨
શારદા સરિતા
જાય છે ત્યાં બધી સામગ્રી મળી રહે છે. તેને જીવનનૈયાના સુકાની વિજયસિંહ આચાર્ય મળી ગયા. પિતાજીની આજ્ઞા પણ મળી ગઈ એટલે દીક્ષા લઈ લીધી. પ્રધાને ઘેર આવીને શિખીકુમારના બે મોઢે વખાણ કર્યા. નગરના લેકે પણ તેના વખાણ કરવા લાગ્યા કે આ શિખીકુમારે સારું કર્યું. આ પુત્રની પ્રશંસા જાલિનીથી સહન ન થઈ શકી.
પુત્રપ્રશંસા સુન જનનીકા, અધિક બઢા હે ક્રોધમનમેં માન બૈઠી એસે, ઉસને કિના પ્રતિબંધ, કરવાને નિંદા માતાકી, માર્ગ નિકાલા શોધ હો-શ્રોતા
પુત્રની પ્રશંસા સાંભળી જાલિનીના અંતરમાં કેદની જવાળાઓ ફાટી નીકળી. વિવેકી માણસ સવળો અર્થ લે છે ત્યારે જાલિની શું વિચાર કરે છે કે એણે પિતાની પ્રશંસા કરાવવા માટે અને મારી નિંદા કરાવવા માટે આ રસ્તો ઠીક શેધી નાખે. પણ હું એને બદલે જરૂર લઈશ. અહીં પુત્રની દીક્ષા પછી બ્રહ્મદત્તનું મન પણ સંસાર ઉપરથી ઉઠી ગયું. સંસારમાં રહેવા છતાં સાધુની જેમ રહેવા લાગે. એટલે જાલિનીને કેધ અધિક વધવા લાગ્યા. બ્રહ્મદત્તનું મન ભગવાનમાં છે જ્યારે જાલિનીનું મન ભેગ તરફ રંગાયેલું છે. હવે એને ધર્મ ક્યાંથી ગમે? હવે જાલિની શિખી મુનિને નાશ કેવી રીતે કરે, એમનું કાસળ કેવી રીતે કાઢવું તેને રસ્તે શોધે છે અને આ તરફ બ્રહ્મદત્ત મંત્રીનું આયુષ્ય પૂર્ણ થતાં અંતિમ સમયે અનશન કરીને તેઓ દેવલોકમાં ગયા. જાલિનીના મનમાં ખૂબ પશ્ચાતાપ થયો કે મેં એ છોકરાને જન્મતાંની સાથે તાળવે અફીણ ચૂંટાડી દીધું હોત તે એ જીવતો ન રહેત. એ જીવતો રહ્યો તે અહીંથી ચાલ્યા ગયે ને દીક્ષા લીધી. હવે એ અહીં આવે તે સંદેશ મોકલું.
જાલિનીએ મેકલેલું નિમંત્રણ જલિનીએ ખૂબ વિચાર કરીને તેના સમદેવ નામના માણસને રત્નકંબલ આપીને મેક. મુનિ કયાં વિચરે છે તેની એને ખબર નથી. કારણ કે સાધુ હજારે ગામ હોય એમને કયાં શોધવા ખૂબ તપાસ કરતાં કરતાં સમદેવ છ મહિને સમાચાર મેળવીને તમાલ નામના ગામમાં પહોંચ્યા. ત્યાં વિજયસેન આચાર્ય બિરાજતા હતા તેમને વંદન કર્યા. શિખીમુનિએ તેને ઓળખે એટલે પૂછયું તમે અહીં કયાંથી? ત્યારે કહે છે ગુરૂદેવ! આપે દીક્ષા લીધાના સમાચાર જાણું આપના માતુશ્રી જાલિનીદેવીને દુઃખ થયું છે ને તેમણે આપના કુશળ સમાચાર જાણવા માટે મને અહીં એક છે. માતા તે આપના વિયોગે ચોધાર આંસુએ રડે છે. એમના પશ્ચાતાપને કઈ પાર નથી ને તેઓ કહે છે કે મેં પુત્ર પ્રત્યે દ્વેષ કર્યો ત્યારે એમને દીક્ષા લેવી પડીને? શિખીકુમાર કહે છે ભાઈ! માતાના કારણે હું દીક્ષિત થયે નથી. માતાજી તે મારા મહાન ઉપકારી છે. મારા કલ્યાણમિત્ર જેવા હિતાવી છે. તેઓ નકામો આટલે પશ્ચાતાપ કરે છે.