________________
૫૪૦.
શારદા સરિતા ,
શા માટે આવ્યા છે? મારું ઘર લૂંટવા આવ્યા છે કેમ? , લૂંટવું હોય તેટલું લૂંટ એમ બોલતાની સાથે વીલને કાગળ ફાડી નાંખ્યો ને તેના ટુકડે ટુકડા કરીને ફગાવી દીધા. અને શેઠ સામે જોઈને બેલી, તમે ઠીક છે. મને ભીખ માંગતી કરવાનું બંધ કર્યો છે. મારી રજા વિના એક પાઈ પણ તમારાથી કેમ અપાય? હવે જેઉં છું કેવા આપે છે?
આ જોઈને શેઠને ખુબ ભારે આઘાત લાગે કે બસ, મારું કમાયેલું ધન હું દાનમાં ન વાપરી શકું? મારા ધનમાંથી પાક માટે મારું કંઈ નહિ? લાખ રૂપિયાની મિલ્કત આ નવી શેઠાણી પચાવી પાડશે ને એના પિયર ભેગું કરશે. આ એ ભારે આઘાત લાગ્યું કે ત્યાં ને ત્યાં શેઠનું હાર્ટ બેસી ગયું ને શેઠ ધરતી ઉપર ઢળી પડ્યા. જુઓ, કેવું બન્યું? પહેલાં મહાજન સામેથી લેવા આવ્યું હતું ને શેઠને ધર્મના ખાતામાં પૈસા લખાવવા ખૂબ વિનવણી કરી હતી પણ શેઠને એક પાઈ પણ આપવાનું મન ન થયું. હવે અત્યારે હૃદયના પ્રેમથી આપવું હતું ત્યારે પત્ની આડી આવી. અડી આવી તે કેવી આવી કે દેવાનું તે દૂર રહ્યું, પણ દેતા પહેલા શેઠના પ્રાણ નીકળી ગયા.
બંધુઓ ! જોયું ને ! આ શેઠનું કેવું બન્યું? માટે કહીએ છીએ કે ધર્મના કાર્યમાં પૈસા વાપરવાનું મન થાય ત્યારે વાયદા ન કરે. વાયદા કરવામાં ફાયદા નથી. વાયદા કર્મબંધનમાં કરજે, ધર્મકાર્યમાં નહિ. શેઠ ગબડી પડ્યા જેમાં મહાજન તે સ્થિર થઈ ગયું. ત્યાં શેઠાણું કહે છે હાય..હાય... મારા પતિને મારી નાંખ્યા. આ હિરામીઓ પારકા ઘેર ધાડ પાડવા આવ્યા. હે ભગવાન! મારા નાથને આ શું થઈ ગયું? પાપીઓ તમે બધાએ આવીને મારો ચૂડો ભંગાબે એમ કહી ગમે તેવા શબ્દ બોલવા લાગી. એટલે મહાજમ ઉઠીને રવાના થઈ ગયું. જ્ઞાની કહે છે માણસ મરી ગયા પછી એના કુટુંબીજને એનું ધન લૂટે છે, પણ અહીં તે પત્ની ઉઠીને ધન લૂંટવા બેઠી ત્યારે પતિના પ્રાણ ઉડી ગયા. કેવી પરાધીનતા ! પિતાનું ધન વાપરવામાં પોતે સ્વતંત્ર નહિ. તમારા હૈયે હાથ મૂકીને વિચાર કરો કે તમારું રળેલું વાપરવામાં તમે સ્વતંત્ર છે ? વાપરવાની ભાવના જાગે તે પણ ઘરનાને પૂછવું પડે. જે એ ના પાડે તો મામલો ખતમ. વિચાર કરે કે આ સ્વાર્થ ભરેલા સંબંધે તમને શરણ આપશે? “ના” તે એની પાછળ આટલે બધે રાગ શા માટે રાખો છો? એ કુટુંબ પરિવારના રક્ષણ માટે પૈસા કમાવામાં હિંસા-જુઠ-ચોરી, માયાકપટ, અન્યાય અનીતિ આદિ પાપકર્મો કરે છે તે તમને કયાં લઈ જશે તેને વિચાર કરે અને ધર્મ આરાધનાને અમૂલ્ય અવસર ગુમાવે નહિ. જો ચૂક્યા તે શેઠની જેમ પાછળથી પસ્તાવું પડશે. માટે પાણી પહેલા પાળ બાંધી લે.
જમાલિકુમાર એમના માતા-પિતાને જીવનની ક્ષણિકતા સમજાવે છે. અમે પણ તમને કહીએ છીએ. દેવાનુપ્રિયે ! જીવન ક્ષણિક છે, તો તેમાં ધર્મની આરાધના કરી