________________
શારદા સરિતા
૫૩૫
સંસારસુખને માટે ખર્ચાઇ રહી છે. વિષયમાં આસક્ત બનેલા વિષયના કીડાઓને કયાંથી
ખ્યાલ હોય કે રાખ મેળવવા માટે હું લાખની નેટને સળગાવી રહ્યો છું. સંસારના સુખો રાખ જેવાં છે અને માનવજીવનની અમૂલ્ય ક્ષણે લાખની નોટ કરતાં પણ વધુ કિંમતી છે. ભૌતિક સુખે આ ભવમાં નથી મળ્યા. અનંતીવાર મળ્યા છે ને દુઃખ પણ જીવે ભગવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે
एगया देवलोएसु, नरएसु वि एगया। एगया आसुरी कायं, आहा कम्मेहिं गच्छइ ॥
ઉત્ત. સૂ. અ. ૩, ગાથા ૩ જીવ તેના કર્મ અનુસાર દેવલોકમાં ઘણીવાર ગો ને દેવતાના દિવ્ય સુખ ભગવ્યા. નરકમાં દારૂણ દુખો પણ ભોગવ્યા. એમાં કયાં મોહ પામવા જેવું છે? વીતરાગવાણીને રંગ લાગે તે ભવના ફેરા ટળી જાય. પણ વિભાવના વંટોળે ચઢેલ છવ ગૌશીર્ષ ચંદનના ઉત્તમ વૃક્ષ જેવી શીતળ અને વાત્સલ્ય ભરેલી અને હિતકારી એવી વીતરાગ પ્રભુની મંગલ વાણીમાં એક્તાન બનતું નથી. અહીં આવીને બેઠા પછી પણ એનું ચિત્ત તે કયાંયનું કયાંય ભટકતું હોય છે. રસ જાગે તે સમય કયાં પસાર થઈ જાય છે તેની ખબર ન પડે. લીનતા જોઈએ.
મનુષ્ય મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે ત્યાં દેવીઓ આવીને ખમ્મા ખમ્મા કરે છે. દેવની અદ્ધિ અને સાહ્યબી જેઈને ન ઉત્પન્ન થયેલો દેવ કહે છે કે હું મારા કુટુંબીજનેને કહી આવું કે ધર્મકરણીનું આ ફળ છે. ત્યારે દેવીઓ કહે છે સ્વામીનાથ! અમારૂં બે ઘડીનું નાટક જેઈને પછી જાવ તે ત્યાં કહી શકે કે ત્યાં આવા નાટક ચેટક છે. એ બે ઘડીનું નાટક જોતાં આપણા બે હજાર વર્ષ ચાલ્યા જાય છે. નાટકમાં દેવ એ લીન બની જાય છે કે બે હજાર વર્ષ ક્યાં પૂરા થયા તેની એને ખબર પડતી નથી. આમાં શંકા કરવા જેવું નથી.
ગમે તેટલી ભૂખ લાગી હોય, ગમે તેવી વેદના થતી હોય, પણ જે વિતરાગ વાણી સાંભળવામાં તમને રસ પડયે હશે તે ભૂખ ને દુખ બધું ભૂલી જવાશે. તમે પૈસા કમાવામાં લીન બને છે. નેટ ગણવામાં લીન બને છે ત્યારે તમને બીજું કંઈ યાદ આવે છે? તમે વહેવારમાં લીન છે ને પ્રભુના ભજનમાં દીન છે. તેના બદલે પ્રભુમાં લીન બને અને વહેવારમાં દીન બનો તો આખી લાઈન બદલાઈ જાય.
પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ શાસ્ત્રના સ્વાધ્યાયમાં એવા લીન બની જતાં કે એમને બહારનું ભાન રહેતું નહિ. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાંચના, પૃચ્છના, પરિયણ, અનુપ્રેક્ષાને ધર્મકથા. તેમાં ભગવાન કહે છે તમે ગમે તેટલી વાંચશું કરે, પૃચ્છના કરે, પરિયટ્ટણા કરે પણ જે તેની અનુપ્રેક્ષા ન કરે તે એ જ્ઞાન ટકી