SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૨૭ ઉભેલાં છે. એથી અધિક વધતાં કહે છે કે હે માતા! આ મનુષ્યનું જીવન કેવું છે? "कुसग्ग जल बिन्दु सन्निभे, सुविणगदसणोवमे विज्जुल या चंचले अणिच्चे. सडण पडण विध्वंसण धम्मे पुग्विवा पच्छा वा अवरस्स विप्पजहियव्वे भविस्सइ ।" જીવન ડાભના અગ્ર ભાગ ઉપર રહેલા ઝાકળના બિંદુ જેવું છે. સ્વપ્નદર્શન જેવું છે. જેમ કઈ રસ્તે રખડતા ભિખારીને સ્વપ્ન આવે કે હું મોટે રાજા બને અને રત્નજડિત સોનાના સિંહાસને બેઠે છું, મને ચામર વીંઝાય છે, પહેરેગીરે ખમ્મા મહારાજા ધિરાજને જય હે, વિજય હો એમ બીરૂદાવલી પિકારે છે ને ખમ્મા ખમ્મા થાય છે. આવું સ્વપ્ન જોઈને તે જાગૃત થયે પણ સવાર પડતાં હતું તેનું તે જ ચપ્પણીયું લઈને આપ મા-બાપ, આપો મા-બાપ એમ ભીખ માંગવાનું ચાલુ રહે છે. સ્વપ્નમાં સુખના દર્શન ક્ય જેવું આ માનવજીવન છે. તે વિજળીના ઝબકારા જેવું વિનશ્વર છે એટલે કે જેમ આકાશમાં વીજળીને ઝબકારે થાય છે ને અલોપ થઈ જાય છે તેવું ચંચળ અને અનિત્ય છે. વળી સડણ-પડણ અને નાશ પામવાના સ્વભાવવાળું છે ત્યાં શાશ્વત સુખ કયાંથી મળશે? તેમાં વળી તમે કહે છે કે અમારા મરી ગયા પછી તું દીક્ષા લેજે. પણ કેને ખબર છે કે તેણે પહેલા જશે અને કોણ પછી જશે? માટે જે આપ આજ્ઞા આપે તો મારે પ્રભુ મહાવીરની પાસે ચારિત્ર અંગીકાર કરવું છે. દેવાનુપ્રિયે! જમાલિકુમારના માતા-પિતાએ કહ્યું કે દીકરા! અમે ક્ષણવાર પણ તારો વિગ સહન કરી શકીએ તેમ નથી. તું અમને ખૂબ વહાલે છે. મારા હૈયાને હાર અને આંખની કીકી જે મને વહાલે છે. તું મારે શ્વાસોચ્છવાસ છે. એના જવાબમાં જમાલિકુમારે કે સચોટ ઉત્તર આપી દીધું કે માતાના મોહમાં જરા પણ મુંઝાય? અહીં બેઠેલામાંથી કેઈને વૈરાગ્ય આવે ને માતા કે પત્ની આવા શબ્દ કહે તે શું કરે? બેસી જાવને? (હસાહસ). જમાલિકુમારે સંસારની અસારતાનું આબેહૂબ વર્ણન કર્યું ને કહ્યું માતા આવે મેહ શા કામને? વહાલામાં વહાલી વ્યક્તિ મરી જાય તે તું શું કરે? ત્યાં કાળને રોકી શકાય છે? એક ટૂંકી જિંદગીના સબંધ ખાતર આટલો બધે મેહ શા માટે રાખે છે? આ મેહ રાખવાથી આત્મકલ્યાણ અને આત્મકલ્યાણનો માર્ગ બતાવનાર હિતકારી પરમાત્માના સબંધથી તું મને દૂર રાખવાનું કાર્ય કરે છે. જેમને ભગવાનને યોગ નથી મળે તેવા પામર મનુષ્યભવ પામીને આવા મેહમાં ભાન ભૂલે છે. ત્યારે આપણને પરમકૃપાળુ પરમાત્માને વેગ મળવા છતાં ભવમાં ભૂલા પડ્યા જેવું બને છે. વળી તે માતા! આ જગતમાં કેણ કેવું છે? દરેક આત્મા એક જન્મે છે ને એકલો કર્મ બાંધે છે. ને એકલે કર્મ ભેગવે છે. અને એકલે રેગી થાય છે અને પીડાએ ભેગવે છે, એમાં કઈ ભાગ પડાવી શકતું નથી. એકલો વૃદ્ધ થાય છે અને એકલા પરલોકમાં પ્રયાણ કરવું પડે છે. આ બધું એકલા કરવાનું છે ત્યાં સંસારના સગા-સનેહીઓ કર્મબંધનથી છોડાવવા કામ લાગતા નથી.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy