________________
શારદા સરિતા
૫૨૩
પાસે ચારિત્ર અંગીકાર કર્યું. મને આ રીતે વૈરાગ્ય આવ્યો છે. ભાઈ ! આ સંસારનું સ્વરૂપ આવું છે. મુનિની પૂર્વની કહાની સાંભળી ત્રણે મિત્રો વૈરાગ્ય પામી ગયા.
જમાલિકુમાર મહાવીર પ્રભુની વાણી સાંભળી વૈરાગ્ય પામ્યા છે અને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. પણ માતાને ખુબ મોહ છે એટલે પુત્રને રજા આપતી નથી અને કહે છે બેટા ! તારા વિના અમે જીવી શકીશું નહિ. ત્યારે જમાલિકુમારે કહ્યું–માતા આ સંસારમાં કે કોઈનું નથી. વળી આ માનવનું જીવન ક્ષણિક છે. જન્મ-જરા અને મમણ આદિ દુખેથી ભરેલું છે. હજુ જમાલિકુમાર શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
શિખીકુમારને ગૃહત્યાગ ચરિત્ર : જાલિનીને ખબર પડી કે મારા પતિએ દીકરાને ગુપ્ત રીતે ઉછેર્યો છે એટલે વાઘણ જેવી વિકરાળ બનીને કહે છે જે તમારે એ દુષ્ટ છોકરાને ઘરમાં રાખ હેય તે મને મારી નાંખો અને મને જીવાડવી હોય તો એને ત્યાગ કરે. કાં હું નહિ કાં એ નહિ. જ્યાં સુધી આ વાતને ફેંસલો ન થાય ત્યાં સુધી મારે અન્નપાણીને ત્યાગ છે. મંત્રી સમયસૂચક હતાં. કંઈ બોલ્યા નહિ. આ તરફ શિખીકુમારને ખબર પડી કે મારા નિમિત્તે મારી માતાને કષાય આવે છે અને અન્નજળનો ત્યાગ કર્યો છે અને પિતાજીને પણ મારા નિમિત્તે શેષાવું પડે છે. એમને મારા પ્રત્યે ઘણે પ્રેમ છે એટલે મને પણ કંઈ કહી શકતા નથી અને માતાને પણ કાંઈ કહી શકતા નથી. આ ઘરમાં રહેવા કરતાં ક્યાંય ચાલ્યો જાઉં.
મેરે કારણ માત-પિતાકી, ઉલઝન બઢતી જાય,
ઇસસે તે બસ વહી શ્રેષ્ઠ હૈ, અબ યહાં રહેના જોય, નીકલ ગયા ચુપચાપ નીશી મેં, નિજ મનકે સમજાય છેશ્રોતા તુમ સુનજો સમરાદિત્યકા ચરિત્ર સુહાવના .(૨) ....
મારા કારણે માતાને આટલું દુઃખ થતું હોય તો મને શું આનંદ આવે? આના કરતાં ઘરને ત્યાગ કરી દે શ્રેષ્ઠ છે એમ વિચાર કરી શિખીકુમાર પ્રભાતના પહેરમાં ઘર છોડીને નીકળી ગયો. મનમાં એક ભાવના છે કે અહો! કે દીકરા માટે પથ્થર તેટલા દેવ કરે છે તો હું હજુ મારી માતાનો એકનો એક દીકરે છું છતાં મારી માતાને મારા પ્રત્યે બિલકુલ પ્રેમ નથી. ખેર, તેમ વિચારી નવકારમંત્રનું સ્મરણ કરતો શિખીકુમાર જઈ રહ્યો છે. તે હવે કયાં જશે અને તેને કોનો ભેટો થશે અને જીવનમાં શું પરિવર્તન આવશે તેના ભાવ અવસરે કહેવાશે.