________________
શારદા રારિતા
૫૧૫
વ્યાપેલું છે. મેહના કારણે આત્માની કિંમત સમજાતી નથી. દેહના માહે દેહીને વીસરી જાય છે. જો સમજાય તે દેહ અને આત્મા ભિન્ન છે. શરીરના ધર્મો અને આત્માના ધ અલગ છે. આખા દિવસ શરીરના મેહમાં પડી જીગીને તેની પાછળ ખચી નાંખશે તે આત્માનું શું થશે તેને કી વિચાર કર્યો? ઈચ્છાએ કે અનિચ્છાએ એક દિવસ શરીર તેા છોડવાનું છે એ તા જાણે! છે ને? આવુ ઉત્તમ માનવજીવન પામીને આત્મસ્વરૂપની ઓળખાણ નહિ થાય. આત્મકલ્યાણ માટે જે કરવાનું છે તે નહિ કરો તે અંતે પરિણામ શું આવશે તેના વિચાર કદી કર્યા છે? દેહનું પાષણ કરવા માટે જે પુરૂષાર્થ કરવા પડે તે જરૂર કરે, પણ એનાથી વધુ મેળવવાની તૃષ્ણા ન રાખેા. એવી ભાવના રાખા કે સંસારનું સુખ મળે તેા ય ઠીક અને ન મળે તેાય ઠીક. જીવનમાં જેટલા સાધના વધારે તેટલા અંધન વધારે, માટે જરૂરિયાતથી અધિક સાધના વસાવા નહિ. ઘણી વખતે અતિ સુખ અને સાધનાની લાલસા માણસને ધનવાન હેાવા છતાં કંગાળ મનાવે છે.
એક વખત સમ્રાટ સિક ંદર દેશેાદેશ ઉપર વિજય મેળવતા મેળવતા તુર્કસ્તાન તરફ્ આવી રહ્યા હતા. તુર્કસ્તાનના રાજાને ખખર પડી કે સમ્રાટ સિકંદરની મેાટી સેના તુર્કસ્તાન ઉપર ચઢાઈ લઈને આવી રહી છે. પણ રાજા તેા શાંતિથી બેઠા છે. તેના પ્રધાન ખૂબ સમજાવે છે કે મહારાજા! સમ્રાટ સિક ંદર આવે છે. લડાઇ કરવા તૈયાર થઈ જાવ. જલ્દી યુદ્ધની તૈયારી કરાવે. ત્યારે રાજા એક જ શબ્દ ખેલવા લાગ્યું કે એ સમ્રાટ સિકંદરને અહીં આવવા દો. વિજયના મઢમાં પાગલ બનેલું સિક ંદરનુ સૈન્ય જોતજોતામાં તુર્કસ્તાન આવી પહેાંચ્યું. ત્યારે પ્રધાનમત્રી કહે છે મહારાજા! સિકંદર સીમાડે આવી પહોંચ્યા છે. દુશ્મનને હટાવવા આપ જરાયે તૈયારી કરતા નથી તેા એ ઘેર ઘાલી દેશે પછી આપણે શું કરીશું?
ત્યારે રાજા કહે છે મને અધેા ખ્યાલ છે. હું કંઈ ઉંઘમાં નથી. તમે તમારે શાંતિથી બેસી રહેા. ચિંતા કરેા નહિ. સિકંદર કંઈ કરી શકવાના નથી. જેવા આવશે તેવા ચાલ્યા જશે. તમે ગભરાશે નહિ એટલે પ્રધાન મૌન રહ્યા. ખીજી તરફે સિકંદરનું સૈન્ય ગામમાં આવી ગયું. તેનું સન્માન કરવા તુર્કસ્તાનને રાજા સામે ગયા. અને સમ્રાટે ભેટી પડયા. યુદ્ધની વાત કરી જ નહિ. તુર્કસ્તાનના રાજાએ સિકદરને જમવાનુ આમંત્રણ આપ્યું. સિકંદરે તેનું આમંત્રણ સ્વીકારી લીધું.
ખીજા દીવસે આખું નગર શણગાર્યું. વાજતેગાજતે રાજાના કુમાર પાતાના મહેલમાં જમવા માટે લઇ જાય છે. સિકંદરના મનમાં થયું કે આ આદર-સત્કાર પાછળ 'કંઇ માયા તેા નહિ હાયને ? ખુબ સાવચેતીપૂર્વક સિકદર જઈ રહ્યો છે. પણ તુર્કસ્તાનના રાજાના પ્રેમ આગળ એવું કંઇ નથી લાગતુ. જમવા માટે સૈા સૈાના સ્થાને બેસી ગયા. દરેકની જગ્યાએ રેશમી રૂમાલ ઢાંકેલી સાનાની થાળીએ આવી ગઈ. રાજાએ સમ્રાટ