________________
૫૦૮
શારદા સરિતા
છે એટલે આજ્ઞા માગે છે ત્યારે માતા કહે છે બેટા! તું માને છે. સંસારના સુખે ભેગવવાની તારી ઉંમર છે. ત્યાગની વાત જુદી છે. તારી કુમળી કાયા સંયમને કઠોર પરિસહ કેમ સહન કરી શકશે ? તારી વાત સાંભળીને મારા કાનમાં જાણે કાંટા ભોંકાય છે. મારા દિલમાં દુઃખ થાય છે માટે હમણાં દીક્ષાની વાત ન કરતો. એકને જવું છે અને બીજાને જવા દે નથી. માતાએ ખૂબ ખૂબ કહ્યું પણ જમાલિકુમારનું હૃદય પીગળ્યું નહિ. તે જરાયે ઢીલે ન પડે. પણ માતાને કહે છે હે માતાતમે મને કહે છે કે તું હમણાં સંસારમાં રહી જા. પણ આ સંસારમાં કેણુ કોનું છે ? આ દેહને શું ભરોસો છે? આ સંસાર કેવો છે તે સાંભળ. ____ "माणुस्सए भवे अणेग जाइ जरा मरण रोग सारीरमाणसपकाम दुक्खवयेण वसणसओ वह वामिलए अधुवे णणितिए असासए संसब्भ राग सरिसे खल बुब्बुद समाणे ।
હે માતા-પિતા ! અનેક જન્મ-જરા-મરણ અને રોગ-શેકથી ભરેલા આ જગતમાં એક માનવભવ છે. તેમાં અનેક પ્રકારની કામનાઓ કરવાનું મોટું દુઃખ છે. ઉપગંત એની પાછળ બીજા સેંકડો સંકટની પીડા જીવ પર આવી પડે છે. આટલું સહન કરીને પણ સુખ કાયમ રહેવાનું હેત તે જુદી વાત છે. પણ એ તે કાયમ રહેવાનું નથી. તેમાં સૌથી પ્રથમ જન્મનું દુઃખ તે કેવું ભયંકર છે !
જેમ કેઈ માણસ ધગધગતી ૧૦૦ સો ભેગી કરીને શરીરમાં ભેંકી દે અને જેટલી વેદના થાય તેથી અનંતગણું વેદના જન્મ વખતે જીવ ભોગવે છે. આ જન્મના દુઃખ પ્રત્યક્ષ દેખાતા નથી. ભગવ્યા ત્યારે ભગવ્યા હવે ભૂલાઈ ગયા. જેમ કઈ માણસને પિટમાં મોટી ગાંઠ થઈ છે. તેને ઓપરેશન કરવા ઓપરેશન થીએટરમાં લઈ જવામાં આવ્યા. ત્યાં બધા ચકચકતા હથિયાર જઈને દદી ગભરાઈ જાય છે કે આ હથિયારથી મારું પેટ ચીરી નાંખશે! કેમ સહન થશે? પણ ડોકટર ઓપરેશન કરતાં પહેલાં એને કલરફેમ સુંઘાડી દે છે. એટલે બેભાન બની જાય છે. પછી એનું પેટ ચીરી નાખે કે ગમે તેમ કરે પણ કરેફર્મના ઘેનમાં એને કંઈ ખબર પડતી નથી. તેમ જ્ઞાની કહે છે આ સંસારમાં એકેક જીને કમરાજાએ મોહનું કરેફર્મ સુંઘાડી દીધું છે. એના નશામાં જન્મના દુઃખનું ભાન નથી. ગર્ભમાં પણ કેવા દુઃખ વેઠ્યા છે ! ગર્ભવંતી માતા કૂવે પાણી સીંચે તે ગર્ભમાંના જીવને એમ થાય કે મને ફાંસીના માંચડે ચઢાવ્યું. આવા અનેકવિધ કષ્ટ જીવે ગર્ભમાં વેઠયા છે. જન્મતા પણ અનંતી વેદના ભેગવી છે અને મરતી વખતે પણ જીવના પ્રદેશ ખેંચાય છે ત્યારે કેટલી વેદના થાય છે? જે આત્મા મોક્ષે જવાને હોય તેના આત્મપ્રદેશે રૂંવાડે રૂંવાડેથી જાય છે. જીવના પ્રદેશે સીધા ઉચે જાય છે એટલે તેમને વેદના થતી નથી. પણ આપણે આત્મપ્રદેશે શરીરમાંથી ખેંચી ખેંચીને બહાર નીકળે છે એટલે ખૂબ વેદના થાય છે. આવા જન્મ-મરણના દુખે છે.