________________
શારદા સરિતા
સારા દેખાય છે એ પદાર્થો સાંજે નષ્ટ થતા દેખાય છે. આવું જાણવા અને જેવા છતાં પણ માનવીનું મન ભાવમય સંસાર પરના રાગનું બંધન છોડતું નથી.
રાગ એ બંધન છે ને વાસના એ પણ બંધન છે. કેધાદિ કષા અને વિષયની આસકિત એ બંધન છે એને ક્ષણેક્ષણે ખ્યાલ રાખો. એને બંધન તરીકે નેતા રહેશે તે એમ થશે કે હું હાથે કરીને રાગાદિની બેડીથી મારી જાતને જકડું છું. હું કે મૂર્ખ છું! જેના ઉપર રાગાદિ કરું છું તે પદાર્થો તે નાશવંત છે. અંતે મારાથી છૂટી જનારા છે એવી ભાવના ભાવતા રહે તે મન ઉપર તેના સુંદર સંસ્કાર પડે ને એનાથી એક પ્રકારનું મનોબળ ઉભું થાય છે ને રાગ-દ્વેગ-કામ-ક્રોધ-મદ-માયા-લેભ વિગેરેને પાતળા પાડવા પ્રયત્ન કરે છે. માટે એક વાત સમજી લે કે ઈન્દ્રિયના જડ વિષયો અને સ્વજનાદિ ચેતન પરિવાર બધા ભૂત જેવા છે. કેમ કે એ બધા મનને કબજો કરી લે છે અને જીવ મન પરથી તેનું વર્ચસ્વ ગુમાવી દે છે. પછી એ મન ચેતનને ફાવે તેમ રમાડે છે. એમાં જીવ વાણી-વિચાર અને વર્તનથી દોરવાઈ જાય છે. પરિણામે જીવ રાગાદિ બંધનથી જકડાય છે.
બંધુઓ ! આ રાગ-દ્વેષ અને મેહ જીવને ભાન ભૂલાવનારા છે ને સંસારમાં રૂલાવનારા છે, વિષયમાં આસકત બનાવનારા છે. વીતરાગ પ્રભુ કહે છે આ માનવભવ કે સુંદર મળે છે. તેમાં પણ આવી જુસ્સાભરી યુવાનીમાં અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિ વ્રત ભગવંતની આજ્ઞાનુસાર આચરવાની સુંદર તક છે. એનાથી ભવના ફેરા ટાળી શકાય છે. પણ જો એ જુસ્સાભરી યુવાનીમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન ન કરે, હલાહલ વિષથી પણ ભયંકર ઝેરી એવા વિષયોમાં જીવનને હોમી દે તે પરિણામે પરલેકમાં ભયંકર દુર્ગતિઓમાં ભટકવાનું થાય છે, પણ વિષયમાં આસકત એવા પાગલ જીવને ભાન નથી કે યુવાની દિવાની છે. જોતજોતામાં ચાલી જશે માટે યુવાનીમાં ઈન્દ્રિઓને વશ રાખી તેનો સદુપયોગ કરી લેવો. તેના બદલે તે યુવાનીમાં ઈન્દ્રિઓને વશ બની જાય છે અને એ પરવશતામાં ઈન્દ્ર અને વિષયોની ગુલામી કરે છે. એ ગુલામીમાં ગમે તેવા દુઃખ વેઠવા પડે તે તૈયારી કેવી આ જીવની ઘેલછા છે!
જેમ કેઈ કરોડપતિની કન્યા છે. તે ખૂબ ઉછાંછળી ને રઝળતી છે, પણ તે એના બાપને અત્યંત વહાલી છે. એને પરણાવવી છે. પણ એવી કન્યાને પરણવા કોણ તૈયાર થાય? એનો બાપ જાહેરાત કરે છે કે મારી દીકરીને પરણશે તેને દશ લાખને કરિયાવર કરીશ. ફરવા માટે મોટર ને રહેવા માટે બંગલો આપીશ. તે ઉપરાંત મારી મિલમાં તેને ભાગ આપીશ. પણ શરત એટલી છે કે મારી દીકરીને જ્યાં જવું હોય ત્યાં જવા દેવાની, જેની સાથે એને ખેલ ખેલવા હોય તેની સાથે ખેલાવી ખુશી થવાનું. આવી શરત ને આવી ઉછાંછળી કન્યાને કણ પરણે? પણ પૈસાનો લેભી અને લાલચુ યુવાન