________________
૪૭૬
શારદા સરિતા
મળશે તેા પણ હું કષાયને આધીન નહિ થાઉં.” આ વચન યાદ આવ્યા અને અંતરમાં પશ્ચાતાપ શરૂ થયા. ભગવતે મને કહ્યું હતું કે હું ક્રમસાર! એક પ્રહરમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેટલી હદે તમારા આત્મા પહોંચી ગયા છે. પણ આજે ગૌચરી જશે ત્યારે તમને કષાયનું નિમિત્ત મળશે. તમે ધને આધીન બની જશે અને એક પ્રહરમાં પ્રાપ્ત થનારુ કેવળજ્ઞાન દૂર હડસેલાઇ જશે. આ વચને શ્રવણ કર્યા બાદ મેં પ્રભુને કહ્યું હતુ કે નાથ! હું પ્રતિકુળ નિમિત્તના પ્રસંગે ક્રેધને આધીન નહિ થાઉં. પણ હું મારા આત્માને કબજામાં રાખી ન શકયા. એ પ્રમાણે ક્રમસાર મુનિ પશ્ચાતાપની શ્રેણીમાં દાખલ થયા.
પશ્ચાતાપ કરતાં નિર્ણય કર્યો કે તપશ્ચર્યાના પારણે ગૌચરી નીકળતા કાયાને ઉષ્ણુ પરિસહ પ્રાપ્ત થતાં મારી આ દશા થઇને? માટે હવે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારે પારણું કરવું નથી. અશન-પાન-ખાક્રિમ-સ્વામિ આ ચારેય આહારના મારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ત્યાગ છે. આ પ્રમાણે નિર્ણય કર્યો અને પેાતાને પ્રાપ્ત થએલ લબ્ધિના કરેલા ઉપયોગના કારણે જે નગરજનો દોડાદોડ કરતા હતા તે લબ્ધિ પાછી ખેંચી લીધી અને પ્રજાને ભયમુકત બનાવી. ક્રમસાર મુનિ આહાર ગ્રહણ કર્યા વિના એમ ને એમ પ્રભુ પાસે આવ્યા અને પ્રભુના ચરણમાં ઢળી પડયા. ને અત્યંત નમ્રભાવે વિનંતી કરી કે હે પ્રભુ! આપે મને અગાઉથી ખ્યાલ આપ્યા છતાં આજે ગૌચરી જતાં હું કષાયને આધીન બની ગયે. પ્રભુ! મારા આત્મા પ્રતિકૂળ નિમિત્તની હાજરીમાં ખૂબ નબળા પડી ગયા. મને ઘણી કષાય આવી ગઇ. મેં ગામની સમસ્ત પ્રજાને મારી લબ્ધિ વડે ત્રાસ આપ્યા. પ્રભુ! નજીકમાં પ્રાપ્ત થનારું મારું... કેવળજ્ઞાન હારી ગયા. ભગવાન! મારું શું થશે? આપ અનંત કરૂણાના ભંડાર છે. અધમ આત્માઓના ઉદ્ધારક છેા. કૃપા કરીને કહે કે મને કેવળજ્ઞાન કયારે થશે? ત્યારે ભગવતે કહ્યુ કે મસાર મુનિ તમને આજથી સાતમે દિવસે કેવળજ્ઞાન થશે. ગૌચરી જવાના પ્રસંગે તને જે ક્યાયની ઉગ્રતા આવેલ તેથી તારા આત્મા કેવળજ્ઞાનથી દૂર થયા હતા પણ તરત પશ્ચાતાપ થવાથી તેમજ ચારેય પ્રકારના આહારના ત્યાગ કરવાથી પરિણામની વિશુદ્ધિ વડે તે ઉપાન કરેલા ઘણાં કર્મો એછા થઇ ગયા છે અને સાતમા દિવસે ઘાતી કર્મના ક્ષય કરવા સાથે તારા આત્મમદિરમાં કેવળજ્ઞાન રૂપી સૂર્યના ઉય થશે. ક્રમસાર મુનિ પ્રભુ પાસે આવા વચના સાંભળી ખૂબ આનંદ પામ્યા. સાત દિવસ સુધી સયમ અને તપ વડે ઉગ્ર સાધના કરતાં ક્રમસાર મુનિ કેવળજ્ઞાન પામ્યા અને વર્ષો સુધી આ પૃથ્વીતલ પર વિચરી ભવ્યાત્માઓને પ્રતિષેધ પમાડી છેવટે અઘાતી કર્મોના ક્ષય કરીને નિર્વાણુ પદ્મ પ્રાપ્ત કર્યું.
એ! આપણે પણ આ દૃષ્ટાંતથી એ સમજવાનું છે કે જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેટલી તૈયારી હતી છતાં કષાયના નિમિત્તથી તે આત્મા સ્વ અને પરન્તુ કેટલુ