________________
૪૬૬
શારદા સરિતા કાર્યમાં જોઈએ ત્યારે ઝટ દઈને આપી શકાય અને જ્યાં ઓછાથી ચાલતું હોય ત્યાં વધુ વાપરવાની શી જરૂર! માટે મેં નોકરને તમાચો માર્યો હતો. ટીચરે ચેક લઈને ખુશ થઈને ગયા. ધન્ય છે આવા દાતારેને! તમે કરકસર કરીને પણ બીજાને સંતોષ આપજે.
આવતી કાલે સંવત્સરી મહાપર્વ છે. તમારા અંતરને આરસી જેવું પવિત્ર બનાવજે. આરસી સ્વચ્છ ન હોય તે પ્રતિબિંબ સ્વચ્છ ન દેખાય. તેમ અંતર જે વિશુદ્ધ ન હોય તે વીતરાગ વાણી અંતરમાં ન ઉતરે. કૃષ્ણ વૃંદાવનમાં બંસરી બજાવતાં હતાં તેને સૂર સાંભળીને લોકો તેમાં મુગ્ધ બનતાં. કોઈએ પૂછ્યું, કૃષ્ણજી! બીજા ઘણાં બંસરી બજાવે છે પણ તમારી બંસરી જેવો સૂર કેઈને નથી આવતા. ત્યારે કૃષ્ણ કહે છે, હું મારી બંસરી સ્વચ્છ રાખું છું એટલે સૂર મધુર નીકળે છે, તેમ અંતરને પવિત્ર બનાવવા માટે આવતી કાલે કષાયના કચરા દૂર કરી ફેંકી દેજો અને અંતરમાં પવિત્ર ભાવનાનું જળ ભરી દેજે. દાન-શીયળ-તપ ને ભાવનાના અંતરમાં સાથિયા પૂરજે, વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૪
સંવત્સરી મહાપર્વ
વિષયઃ ક્ષમા એ આત્માનું કહીનુર ભાદરવા સુદ ૫ ને શનિવાર
તા. ૧-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીવ માતાઓ ને બહેને!
આજે પરમ પવિત્ર અને મહાન મંગલકારી સંવત્સરીને દિવસ છે. આજના દિવસે લેવાનું અને દેવાનું એ બે કાર્ય કરવાના છે. આ દિવસ ક્ષમાપના તરીકે પણ ઓળખાય છે. દુનિયાભરમાં વસતા જેનોના દિલમાં હર્ષ હશે કે આજે અમારે પવિત્ર દિવસ છે. જેમ વહેપારી વહેપાર કરે છે ત્યારે પિસા આપે છે અને માલ ખરીદે છે. તમારી વહાલી દીકરી કોઈના દીકરા સાથે પરણાવે છે ને કેઈની દીકરી તમારે ઘેર લાવે છે. આ રીતે લેવડદેવડથી તમારે સંસાર વ્યવહાર ચાલે છે. તે રીતે ભગવાન મહાવીરની પેઢી ઉપર પણ આજે હોવડદેવડ કરવાની છે. તમારે જેની સાથે વૈર થયું હોય તેની પાસેથી તમારે ક્ષમા લેવાની છે અને તમારી પાસે જે ક્ષમા લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે. આજના વ્યાખ્યાનો વિષય છે “ક્ષમા એ આત્માનું કહીનુર”. મહાન પુરૂષે જેમકે ગજસુકુમાર, બંધક મુનિ, મેતારજ મુનિ આદિ મહાન પુરૂષને માથે અંગારા મૂકાયા, જીવતા ચામડી ઉતારાઈ અને શરીરે વાદળી વીંટાણી તો પણ ગમે ક્ષમાં રાખી આત્માનું કહીનુર ઝળકાવ્યું છે. એ મહાન પુરૂએ જેવી ક્ષમા રાખી છે તેવી ક્ષમા રાખીને આપણે પરમપદને પ્રાપ્ત કરવું છે.