________________
શીરદા સરિતા
૪૫૭ દેશથી કે સર્વથી ચારિત્રને અમલમાં મૂકવાને પુરૂષાર્થ આ છે તેના ઉપાદાન કારણો છે. આ ચાર અંગમાંથી જ્યાં એકને પણ અભાવ હોય ત્યાં મોક્ષનું સુખ પ્રાપ્ત થતું નથી. મેક્ષપ્રાપ્તિ માટે આ ચારે ય ઉપાયાની જરૂર છે. નિમિત્તોપાવનશ્યામેવ વાર્થ સિદિu : I કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે નિમિત્ત અને ઉપાદાન બંનેની જરૂર પડે છે. એકલા નિમિત્તથી કે એકલા ઉપાદાનથી કાર્યની સિદ્ધિ થતી નથી.
દેવાનુપ્રિયો ! “માનવજીવનના મૂલ્યાંકન” એ વિષે આપણે વિચારવાનું છે. મેક્ષના ચાર અંગેમાં સર્વપ્રથમ મનુષ્યભવનું સ્થાન. અંતરના ઉંડાણમાંથી વિચાર કરશે કે માનવદેહ પ્રાપ્ત કર્યા વિના શાસ્ત્રશ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ આ મેક્ષની સામગ્રી ક્યાંય મળી શકતી નથી માટે આ બધા મહાન પુરૂષોએ મેક્ષ માટેના જે જે ઉપાય બતાવ્યા છે તે બધા મનુષ્યદેહ સિવાય ક્યારે કંઇ પ્રાપ્ત થતા નથી. માનવદેહથી એની સાધના થઈ શકે છે. આટલા માટે માનવદેહને પ્રથમ સ્થાન આપ્યું છે!
માનવજિંદગી સર્વોત્તમ શા માટે? ભગવાને કેઈના નહિ ને માનવભવના ગાણુ શા માટે ગયા હશે? શું ત્રાદ્ધિને માટે ઉત્તમ કહ્યો? જે ઋદ્ધિથી માનવભવને વખાણે હોય તે ઋદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સમૃદ્ધિમાં માનવ કરતાં દેવ હજારે ગણે ચઢિયાત છે. દેવેની પાસે દિવ્ય રત્ન આદિ ભૌતિક સંપત્તિ છે. દેવાંગના પગ લૂછીને ફેંકી દે એવા પગલુછણીયામાં જે દ્ધિ ભરેલી છે તે સારી દુનિયાની સંપત્તિ ભેગી કરવામાં આવે તે પણ તેના પગલુછણીયાની સંપત્તિની તોલે ન આવી શકે. એટલે દેવે પાસે જે સંપત્તિ છે તે માનવ પાસે નથી. બીજી રીતે બળ અને શક્તિ કરતાં જોઈએ તો પણ માનવ કરતાં દેવ ચઢે છે. તમારે ઉચે જવું હોય તે પ્લેન અને રેકેટ જોઈએ ને તેમાં પણ સમય તે જોઈએ છે. જ્યારે દેવ એક ચપટી વગાડે ને જંબુદ્વીપને ફરતાં સાત આંટા મારી આવે છે. આ દેવ પણ શું માંગે છે? આવો અવસર અમને ક્યારે આવશે ક્યારે પામીશું આનર અવતાર જજે, સર્વ દુબેનું અંત કરવાનું સ્થાન જ્યાં, જિનશાસનમાં લેશું સંયમભાર જે.
દેવલોકમાં શુભ પુણ્યના ફળે ભેગવવાના છે. ત્યાં તમારા જેવી તપસાધના કે સંયમસાધના કરી શકાતી નથી. એક નવકારસી જેવું પ્રત્યાખ્યાન પણ દેવ કરી શક્તા નથી. સમકિતી દેવે વિચાર કરે છે કે જ્યારે પુણ્ય ખતમ થશે ત્યારે આ બધી સમૃદ્ધિ છોડવી પડશે. જેમ દીપકમાં તેલ ખલાસ થાય છે ને દી૫ક બુઝાઈ જાય છે તેમ પુણ્યનો ક્ષય થતાં સ્વર્ગના સુખે નષ્ટ થશે ને પરિણામે દુખ આવીને ઉભું રહેશે. માટે આપણે મનુષ્યજન્મ પામીને સર્વ દુઃખોને અંત કરવાનું સાધન પ્રવજ્ય કયારે અંગીકાર કરીશું. આ દેવને માતાના ગર્ભમાં દુખે સહેવાના નથી. મરણની વેદના નથી. બાળપણ કે