________________
૪૦
શારદા સરિતા લાકડા વીણીને અગ્નિસંસ્કાર કરવાનો હતે. અંધારામાં કંઈ સૂઝતું નથી. લાકડા ક્યાંથી વીણવા? ચારે તરફ ઘુમતા ઘુમતા સતીને ઠેસ વાગી અને નીચે પડી ગઈ. પડતાં પડતાં મુખમાંથી ચીસ નીકળી ગઈ. તે સાંભળી મશાનને રક્ષક ત્યાં આવ્યો ને પૂછ્યું. બાઈ! આવી અંધારી રાત્રિમાં આ ભયાનક મશાનભૂમિમાં તું કેમ આવી છું? સતીએ કહ્યું મારે વહાલસોયે પુત્ર સર્પદંશ થવાથી મરણ પામે છે અને તેને અગ્નિસંસ્કાર કરવા માટે આવી છે. ત્યારે સ્મશાનરક્ષક કહે છે બાઈ! આ શ્મશાનની વિકરાળ ભૂમિમાં
એકલે પુરૂષ પણ ન આવી શકે તેને બદલે તે એકલા આવવાનું સાહસ કેમ કર્યું છે? * શું તારે પતિ નથી? તારા કુટુંબમાં કે આડોશપાડોશમાં કઈ નથી કે આ સમયે તને કામ આવે? તેં કોઈની સાથે સબંધ રાખે નથી લાગતો, નહિતર આવે વખતે સૈ મદદ કરે.
તારામતી કહે છે મારા પતિ છે, પણ અત્યારે મને ઉપયોગી થઈ શકે એમ નથી અને હું અત્યારે એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ છું કે સગાસબંધી અને આડશીપાડોશી પણ મને ઉપયોગી થઈ શકે તેમ નથી. રસ્તે જતા અજાણ્યા માણસો મને સહાય આપવા તૈયાર હતા પણ મારા ક્રૂર કર્મના ઉદયે તેમના હદયનું પણ પરિવર્તન થઈ ગયું અને મને મદદ કર્યા વિના તેઓ પણ ચાલ્યા ગયા. શમશાનરક્ષકે કહ્યું–તારો પતિ નિષ્ફર લાગે છે. એનું હૃદય કઠોર બની ગયું હોય તેમ લાગે છે. જે અત્યારે તને ઉપયોગી ન થાય તો ક્યારે થાય? તારામતીએ તેને બોલતા અટકાવીને વચમાં કહ્યું કે મારે પતિ કઠોર કે નિષ્ફર નથી. તેમના માટે આવા શબ્દો બોલશો નહિ. મારા પતિ જેવા કે મળ હદયને બીજો કોઈ પુરૂષ નહિ હોય. તેમના જેવી વ્યકિત સૂર્યવંશમાં મળવી મુશ્કેલ છે. તમારા વચન સાંભળી મારા દિલમાં દુઃખ થાય છે. ત્યારે ચંડાળ કહે છે બહેન! તને દુઃખ થાય તેવું કરવાને મારે કઈ ભાવ નથી. મને તે તારી દયા આવી એટલે મેં આ પ્રમાણે કહ્યું છે. હવે મારી મદદ જોઈતી હોય તે ખુશીથી કહેજો. બંને પતિ-પત્ની છે પણ અંધારામાં કઈ કઈને ઓળખી શકતું નથી. પણ રાજાના વચન સાંભળી સતીના મનમાં થયું કે કેઈ દયાળુ પુરૂષ છે. એટલે કહ્યું તમે કઈ સામાન્ય માનવી નથી પણ મશાનના દેવ હો તેમ લાગે છે. આપની પાસે કઈ જડીબુટ્ટી હોય તે મારા પુત્રનું ઝેર ઉતારી આપે તે હું આપનો ઉપકાર નહિ ભૂલું. ત્યારે કહે છે હું કઈ દેવ નથી. સામાન્ય માનવી છું, અને સ્મશાનમાં રક્ષક તરીકે કામ કરું છું. તારામતી કહે છે તમે ગમે તે હે પણ મને અગ્નિસંસ્કાર કેમ કરે તેની ખબર નથી, તે આપ મદદ કરો. શ્મશાનરક્ષક કહે છે જલ્દી અગ્નિસંસ્કાર કરે સારે છે કારણ કે ઘનઘોર વાદળાં ચઢી આવ્યા છે. વરસાદ આવે ને લાકડા પલળી જશે તો અગ્નિસંસ્કાર બરાબર નહિ થાય. એટલામાં આકાશમાં વિજળીને ઝબકારે થાય