________________
શારદા સરિતા
૪૩૩ પાસેથી આપે. રાજા કહે છે મેં તે આખું રાજ્ય આપના ચરણે સમર્પણ કર્યું છે. હવે મારી પાસે કંઈ નથી તો મને એક માસની મુદત આપો. ત્યાં સુધીમાં લાખ સોનામહોરે દક્ષિણામાં આપી દઈશ. વિશ્વામિત્રે વિચાર કર્યો કે જો હું રાજાને મહિનાની મુદત નહિ આપું તે પ્રજા ખૂબ ઉશ્કેરાઈ જશે માટે મુદત આપવી ઠીક છે એમ વિચારી રાજાને મહિનાની મુક્ત આપી.
રાજા રાજસભામાંથી ચાલી નીકળ્યા ત્યારે પ્રજાજને ચોધાર આંસુએ રડવા લાગ્યા. પણ કઈ કંઈ બોલી શકયું નહિ. રાજા હરિશ્ચંદ્ર કષિ પાસેથી એક મહિનાની મુદત લઈને રાણી પાસે જવા નીકળ્યા. રાજાએ વિચાર્યું જયાં સુધી સોનાના શીંગડાવાળું હરણ ન લાવી આપું ત્યાં સુધી રાણીના મહેલે જવાની પ્રતિજ્ઞા છે. એટલે ત્યાં જાઉં કેવી રીતે અને સમાચાર આપવા કેવી રીતે? બીજી ક્ષણે વિચાર આવ્યો કે રાણીએ મને કામવાસનાથી વિરક્ત બનાવવા માટે યુકિત યોજી હતી. મારે કામવાસના તૃપ્ત કરવા ક્યાં જવું છે? છતાં જવું નથી, બેલાવીને સમાચાર આપી દઉં. આમ વિચાર કરે છે ત્યાં ખબર મળ્યા કે રાણી પુત્ર રહિત સાથે બગીચામાં બેઠા છે.
રાજા બગીચામાં - રાણી તારામતી પિતાના હાવા પુત્ર હિતને બગીચામાં નીતિ અને કર્તવ્યના પાઠ શીખવી રહી હતી. તે રાજા દૂરથી જોતાં હતા. તે તરત ઉઠયા અને રાણીની આડે આવીને ઉભા રહ્યા. ત્યારે રાણી કહે છે તમે તમારું વચન પૂરું કર્યું નથી અને એકાંતમાં અહીં શા માટે મારી પાસે આવ્યા છે? રાજાએ ગંભીરતાથી કહ્યું. મેં મહેલે આવવાની પ્રતિજ્ઞા કરી છે. બગીચામાં નહિ. અહીં પણ હું આવત નહિ પણ એક અગત્યની વાત કરવા આવ્યો છું. રાણીએ જોયું કે રાજાના મુખ ઉપર ગંભીરતા છે. પણ વિકારને તરવરાટ નથી. રાણીએ કહ્યું આપને જે કહેવું હોય તે કહી દો. રાજાએ વિશ્વામિત્રને રાજપાટ દાનમાં આપી દીધાની બધી વાત વિસ્તારીને કહી. તમને પૂછવાનો સમય ન હતા એટલે પૂછ્યું નહિ.
' રાણીને જવાબ- રાણીએ રાજાને પ્રોત્સાહન આપતાં કહ્યું. રાજપાટ તે એક દિવસ ત્યજવાનું છે. પણ એક ઋષિને દાનમાં આપવાને સુઅવસર પ્રાપ્ત થાય તેના જેવું આપણું સદ્દભાગ્ય બીજું કયું હેય? સ્વામીનાથ ! આજે મારી માંગણી પૂરી થઈ છે. મેં સોનાના શીંગડાવાળું હરણ આપને લઈ આવવા કહ્યું હતું તે આ પૃથ્વી ઉપર મળી શકે તેમ નથી. મારી માંગણું તે અશક્ય વસ્તુને શકય બનાવવાની હતી, તે આજે આપે કરી બતાવેલ છે. કોઈ રાજા યાચકને જોઈએ તેટલું ધન આપી દે, એક બે ગામડા આપી દે પણ સારું રાજ્ય આપી દે તે શકય નથી. આવી અશકય વસ્તુને આપે શક્ય બનાવી છે તેથી મારી માંગણી પૂરી થઈ છે અને મને સેનાના શીંગડાવાળું હરણ મળી ગયું છે. આપની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. આવા દાનેશ્વરી પતિની