________________
શારદા સરિતા
૪૨૭
આપણે સત્યવાદી હરિશ્ચચંદ્રના જીવનમાં કેવી વિશેષતા હતી કેવું જીવન જીવી ગયા તે જોઈએ.
સત્યવાદી હરિશ્ચંદ્ર -સત્યવાદી રાજા હરિશ્ચચંદ્રનું નામ તો તમે સૌ કોઈ જાણે છે. સયુ નદીના કાંઠે આવેલી અયોધ્યાનગરીમાં હરિશ્ચચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ તારામતી હતું. તારામતી પણ એક સ્ત્રી હતી. સત્યને માટે પતિની સાથે તારામતી રાણી પણ વેચાઈ ગઈ હતી. સત્યને માટે અનેક કષ્ટ સહન કર્યા હતા. પતિના સુખે સુખી અને દુઃખમાં સહર્ષ ભાગ લે તે ભારતની સ્ત્રીઓ બરાબર સમજતી હતી અને સમય આવ્યે પોતાની ફરજ બરાબર બજાવતી હતી.
હરિશ્ચચંદ્ર રાજાના જીવનનો એક પ્રસંગ છે. રાજા હરિશચંદ્ર ભેગવિલાસમાં અત્યંત મગ્ન બની ગયા હતા રાજકારભારમાં માથું મારતા ન હતા. જ્યારે રાજા બેદરકાર બને ત્યારે અધિકારીઓ રાજા બની જાય છે અને પ્રજાને ન્યાય મળતું નથી. આવી સ્થિતિ અયોધ્યાની થઈ. પ્રધાને અને બીજા રાજ્યાધિકારીઓ પિતાની મનસૂબી પ્રમાણે વર્તવા લાગ્યા. રાજ્યમાં અન્યાયને અંધારપટ છવાઈ ગયો. જ્યાં જુઓ ત્યાં લાંચ-રૂશ્વત વધી ગઈ. એક વખત રાણીની દાસી કામ પ્રસંગે બજારમાં ગઈ હતી. ત્યાં તેના કાને શબ્દ અથડાયા. રાજાને પોતાના કર્તવ્યનું ક્યાં ભાન છે? એ તે ભોગવિલાસમાં ભાન ભૂલ્યા છે. પણ સાથે સતી તારામતી પણ ભાન ભૂલી છે. જે એ ધારે તે રાજાની શાન ઠેકાણે લાવી શકે અને તેમના કર્તવ્ય તરફ દોરી શકે. ત્યારે બીજી વ્યકિત કહે છે ભાઈ! કોને ખબર છે તારામતીએ રાજાને આ રસ્તે ચઢાવ્યો નહિ હોય! પતિને ભોગવિલાસમાં અંધ બનાવીને સ્ત્રી પોતાનું ધાર્યું કામ કરી શકે છે.
“રાણની જાગૃતી:- દાસી રાણની માનતી હતી. તેનાથી આ શબ્દો સહન થયા નહિ. તેણે આવીને રાણીને વાત કરી. એટલે રાણું રાજાને ભોગવિલાસમાંથી મુકત કરી કર્તવ્ય તરફ વાળવા યુકિત શોધવા લાગી. રાણીએ વિચાર્યું તેમને રાજકારભારમાં ચાલી રહેલી અંધાધૂંધીને ખ્યાલ આપું તો તેમનામાં પરિવર્તન થશે. ભેગવિલાસમાં સંયમ આવશે ને રાજ્યકાર્યમાં પણ ધ્યાન આપશે. પણ બીજી ક્ષણે વિચાર આવ્યું કે કામાંધ માણસને પ્રજાની કે રાજ્યકારભારની શું પડી હોય? રાણીએ રાજાને ઠેકાણે લાવવા ખૂબ વિચાર કર્યો અને છેવટે એક યુકિત શોધી કાઢી.
રાજા હરિચંદ્ર પિતાના મહેલે આવ્યા ત્યારે રાણીએ ન તો તેમના સામું જોયું કે ન તે માન આપ્યું. ત્યારે રાજાને થયું કે રાણી આજે ચિંતામાં લાગે છે. રાજાએ પૂછ્યું. મહારાણી! આજે તમે આટલા બધા ચિંતાતુર કેમ છે? શું તમને કંઈ ઓછું આવ્યું છે? તમારે કંઈ જોઈએ છે? તમે કહે તેમ કરું. જે જોઈએ તે કાચી સેંકડમાં હાજર કરું. એક કહેતાં એકવીસ ચીજે હાજર કરું. મારા રાજ્યમાં શેની કમીના છે? રાજાની રાણી અને તેમાંય તું તે મારી પટ્ટરાણી છે. તને શું ચિંતા છે? રાણીએ