________________
૪૧૮
શારદા સરિતા
જતાં બે હજાર ગુમાવે અને બે હજાર મેળવતાં પાંચ હજાર ગુમાવે છે, પણ કરોડપતિ બનવાના કેડ પૂરા થતા નથી. કેટલાય જોષી પાસે જેવડાવ્યું, બાધાઓ રાખી પણ કરોઠની ભૂખ ન ભાંગી ત્યારે એને થયું કે હવે ઉપાશ્રયે જાઉં ને સાધુને વાત કરું અને કંઈક કામ થાય.
દેવાનુપ્રિય! આ શેઠ જૈન હતા પણ કદી ઉપાશ્રયે જઈને સંતના દર્શન કરતા ન હતા, કદી દાન દેવાનું મન હેતું થતું. ગરીબને જોઈ તેનું દિલ પીગળતું ન હતું. કંજુસ તે એવા કે આટલી મિલ્કત હોવા છતાં કઈને એક દમડી પરખાવે નહિ. પોતે પણ સુખે ન ખાય. જેમ ખેતરમાં અનાજ પાકે ત્યારે ચાડિયા બનાવે છે. વાંસડા પીને તેને માણસ જેવા કપડા પહેરાધે, ઉપર હાંડલું ઉંધું વાળે એટલે પક્ષીઓ દાણા ખાવા આવે. એને એમ લાગે કે કઈ માણસ ઉભો લાગે છે, એ ડરથી બિચારા પક્ષીઓ ભાગી જાય. કહેવાનો આશય એ છે કે ચાડિયે પોતે અનાજ ખાય નહિ ને બીજાને પણ ખાવા ન દે. તેમ કંઈક મનુષ્ય એવા કંજુસ હોય છે કે પિતે સુખે ખાય નહિ ને બીજાને પણ ખાવા ન દે. આ શેઠ આવા કંજુસ હતા. પોતે ન ખાય તે બીજાને ક્યાંથી આપે ! જેને આપવું છે તે તે ખૂણેખૂણે ગરીબની તપાસ કરીને આપે છે અને જેને નથી આપવું તે દુઃખીને જોવા છતાં આંખ આડા કાન કરીને ચાલ્યા જાય છે.
એક વખત એક ગરીબ માણસ જમીન ઉપર પડેલા કણ વીણીને ખાતે હતે. તે વખતે ભોજરાજા ત્યાંથી નીકળે છે. આને કણ વીણીને ખાતો જે ત્યારે રાજાને જરા સત્તાની મગરૂરી આવી ગઈ ને બોલ્યા. ભેંય પડયા કશું ખાય ઐસા ન જનીયે માત” હે માતા ! આવા ભેંય પડેલા કણ વીણીને ખાય એવાને તે જન્મ ન આપે છે તે શું ખોટું? આવા નમાલા દીકરાને જન્મ દેવા કરતાં વાંઝણી રહી. હેત તો સારું થાત. મારા રાજ્યમાં આવો કેણ દુઃખી છે કે એને કણ વીણીને ખાવું પડે છે. રાજાના શબ્દો ગરીબ છોકરાએ સાંભળ્યા. એણે રાજાની શરમ ન ધરી કે હું રાજાને કહ્યું તે મને શિક્ષા કરશે એ વિચાર ન કર્યો. સામે શું જવાબ વાળે.
છતે ગે દુખ ના હરે ઐસા ન જનીયે માત” જેની પાસે લક્ષમી છે, વૈભવ છે, હાથી-ઘડા પર ફરે છે છતાં કોઈના દુખ મટાડતા નથી એવા પુત્રને જન્મ આપવા કરતાં હે માતા ! તું વાંઝણી રહી હતી તે સારું હતું. આ શબ્દો સાંભળીને રાજા તો ઘેડા પરથી નીચે ઉતરી ગયાં. પિતાની ભૂલ સમજાઈ ગઈ. ને છોકરા પાસે જઈને કહે છે બેટા! તારી વાત સાચી છે. રાજા જે રાજા થઈને તારી ખબર ન લીધી ત્યારે તારે ભૂમિ ઉપર પડેલા કણ વણીને ખાવા પડે છેને! એ છોકરાને રાજાએ ન્યાલ કરી દીધું. આ હતો રાજા ભેજ. વિકમ રાજા પરદુઃખભંજન હતાં. પિતાનું સુખ જતું કરીને પણ પારકાના દુઃખ મટાડતા હતા. આજે વિક્રમ સંવત ચાલે છે, એ કેવું ઉંચું જીવન જીવ્યા હશે કે ચેપડામાં એનું નામ લખાય છે.