________________
૪૦૪
શારદા સરિતા
ગાડીમાં બેઠા અને મુંબઈમાં આવ્યા. મુંબઈમાં કોઈ તેમનું સગુંવહાલું કે ઓળખીતું નથી. તે જવું કયાં? ખૂબ મુંઝાયા. મુંબઈના સ્ટેશને ઉતરી એક ટેકસીવાળાને બોલાવીને પૂછયું કે અમે પહેલવહેલા મુંબઈ આવ્યા છીએ. કયાં જવું? એટલે ટેકસીવાળાએ એક સારી હોટલ બતાવી.
ટેકસવાળો કહે છે. ભાઈ ! તમે મૂંઝાવ નહિ. તમે મારી ટેકસીમાં બેસી જાવ. હું તમને હટલમાં પહોંચાડી દઉં. બંને જણ હોટલમાં ગયા. તમારા ગામમાં ભલભેળાનું તે કામ નહિ. ટેકસીવાળાએ જાણ્યું કે નવા છે એટલે બે રૂપિયાના બદલે પાંચ રૂપિયા ભાડું લઈ લીધું. એ બંને મિત્રોને ભાડું તે વધારે લાગ્યું. પણ શું કરે? આપવું પડયું. હવે બંને જણા બે રૂમ જુદી જુદી ભાડે રાખે છે. પણ મુખના સરદારને ખબર નથી પડતી કે બંને વચ્ચે એક રૂમ રાખીએ. એકેક રૂમનું રોજનું દશ રૂપિયા ભાડું ચઢે છે. બને મિત્રે મુંબઈમાં જ ફરવા જવા લાગ્યા. મુંબઈના લેકેને રોજ નવા કપડા પહેરીને ફરવા જતા આવતા જોઈને બંને મિત્રોને લાગ્યું કે આપણે અહીં તો ગામડીયા જેવા લાગીએ છીએ. થોડા નવા કપડા વિગેરે ખરીદીએ. બંને જણાએ નવા કપડા વિગેરે જોઈતી ચીજો ખરીદી. આમ મુંબઈમાં પાંચ-છ દિવસમાં તો રૂ. ૫૦૦ને ખર્ચા થઈ ગયે. મિત્રે ઘેરથી નીકળ્યા ત્યારે નિર્ણય કર્યો હતો કે મુંબઈમાં જઈને ખૂબ પૈસા કમાઈશું. જે પૈસા નહિ કમાઈએ અને પૈસા ખલાસ થઈ જશે તે દરિયામાં પડીને ડૂબી મરીશું.
બંને જણ મુંબઈમાં ફરે છે. કયાં જવું તે શું ધંધે કરવો તે હજી નિર્ણય કર્યો નથી. એક દિવસ ફરતા ફરતા સટ્ટાબજાર આગળથી પસાર થાય છે. ત્યાં લીયા ને દિયા. આવો અવાજ આવ્યું. સાંભળીને ત્યાં ઉભા રહ્યા. એમણે કઈ દિવસ સટ્ટાબજાર જે ન હતું. ત્યાં એક ભાઈને પુછયું કે આ બધા લીયા ને દીયા શું બોલે છે? ત્યારે કહે છે આ ધંધામાં પાંચ રૂપિયા લગાડવાથી પચ્ચીસ મળે છે અને કેવી રીતે સટ્ટો કરે તે બધું સમજાવી દીધું. આ સાંભળી બંને જણા વિચાર કરે છે આ ધંધે સારે. એમણે ત્યાં જઈને પાંચ રૂપિયા લગાડયા ને પચીસ મળ્યા. બંને મિત્રમાં એક જરા સારે ને વિવેકવાન હતા. તેણે કહ્યું ભાઈ! આ ધંધે સારો નથી. લેભને ભ નથી. જેમ પૈસા મળે છે તેમ વધુ મેળવવાની ઈચ્છા થાય છે. ત્યારે બીજે કહે છે કંઈ નહિ. આપણે હમણાં સટ્ટો કરીએ અને ડું કમાઈ લઈએ એમ વિચારી રેજ સટ્ટા બજારમાં જઈ સટ્ટો કરવા લાગ્યા. બીજે દિવસે રૂા. ૫૦ લગાડીને સો કમાયા. ત્રીજે દિવસે ૧૦૦ રૂપિયા લગાડીને ૫૦૦ રૂા. કમાયા. આમ કરતા મહિના સુધી ધંધો કર્યો અને હિસાબ કર્યો તો રૂ. ૨૦,૦૦૦ કમાયા. બંને જણા ખુશ થયા. અહો! આપણું ગામમાં તે મહેનત કરીને મરી જતાં તે પણ માંડ પેટ પૂરતું મળતું. અહીં તે વગર મહેનતે એક મહિનામાં રૂા. ૨૦,૦૦૦ કમાયા. આનંદનો પાર ન રહ્યો.