________________
શારદા સરિતા કાનને ખૂબ ગમી જાય, સારી ગંધ નાકને ગમી જાય છે, સુંવાળા સ્પર્શ ગમે છે અને આ જીભને ભાવતાં ભજન ગમે છે. તેમાં જીવ આસકત બને છે
આયંબીલ કરવા બેઠા. ભાણમાં ગરમાગરમ ઢોકળાં પીરસાય, બટકું લઈને મઢામાં મૂક્યું ત્યાં થશે કે અહો! ઢોકળાં ગરમ છે પણ ાિચા નથી. રોટલી ઉની ઉની હોય તે ભાવે, બે બધુ ખવાય. આ શું બતાવે છે! વસ્તુને ત્યાગ થયે પણ વૃત્તિને ત્યાગ થયે નથી કમની ભેખડે તેડવા માટે બાહ્ય અને આત્યંતર બને ત્યાગ જોઈએ. બાહા કરણી અને બાહ્ય ત્યાગથી તમને પૂણ્ય બંધાશે, સ્વર્ગનાં સુખ મળશે પણ આત્માનાં સુખ નહિ મળે. કર્મની નિર્જરા નહિ થાય. દેહને ગમે તેટલાં સુખ મળે પણ મેક્ષ ન મળે ત્યાં સુધી આત્માને તો બંધન જ છે ને?
બંધન બંધન એ મારું મન પણ આતમ ખે છૂટકારે, મને દહેશત છે આ ઝઘડામાં (૨) થઈ જાય પૂરે ના જન્મા–બંધન. મધુરાં મીઠાં ને મનગમતાં પણ બંધન અને બંધન છે, લઈ જાય જનમના ચકરાવે એવું દુઃખદાયી આલંબન છે, હું લાખ મનાવું મનડાને (૨) પણ એક જ એને ઉહંકારે બંધન.
લોખંડની બેડી હોય કે સોનાની બેડી હોય પણ અંતે તે બેડી એ બેડી છે. પિોપટને સોનાનું પાજ અને દાડમની કળીઓનું રોજ ભોજન આપવામાં આવે તો પણ એને બંધનરૂપ લાગે છે. તે રીતે તમારા પૂર્યોદયને કારણે તમને ગમે તેટલાં સુખ મળતાં હોય તે પણ મુક્તિનાં સુખ ન મળે ત્યાં સુધી તમને સંસારનું બંધન એ બંધનરૂપ લાગવું જોઈએ. તો તમને બંધનને તેડવાની લગની લાગશે. પણ જેને આ બંધન બંધનરૂપ લાગતું નથી તે બંધનક્યાંથી તોડશે ? એવા અજ્ઞાન આત્માઓ પૈસાની પાછળ માનવજીવનની અમૂલ્ય પળોને વેડફી રહ્યા છે. પૈસો મેળવવા માટે આજને માનવ પિતાના ધર્મને, ધર્મગુરુઓને, અને સંઘ તથા શાસનને પણ ભૂલી જાય છે. પૈસો મેળવવા સ્વદેશ છોડી પરદેશમાં પ્રયાણ કરે છે. આર્યભૂમિ છોડીને અનાર્યભૂમિમાં જાય છે. અને તે પૈસે મોટા ભાગે પત્નીના પાલન-પોષણમાં, પરિવારના પિષણમાં અને કીર્તિની પાછળ વપરાય છે. અનર્થની ખાણ જેવા અર્થની પાછળ ઘેલો બનેલો માનવી કઈ ગતિમાં જઈને પટકાશે? એનું શું થશે? મને તો એવા જીવોની દયા આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે :
जे पावकम्मेहि धणं मणुस्सा, समाययन्ति अमयं गहाय । पहाय ते पासपयट्टिएनरे वेराणुबध्धा नरयं उवेन्ति ।।
ઉત. સૂ. અ. ૪ ગાથા ૨,