________________
૩૯૬
શારદા સરિતા
દુર્જનને સંગ કદી કરશે નહિ. તમારા સંતાને કયાં જઈ રહ્યા છે તેની ખૂબ કાળજી રાખજો, નહિતર પછી પસ્તાવું પડશે. સંતાને કુસંગે ચઢશે તો એના કડવા ફળ તમારે ભોગવવા પડશે.
હસે કાગડાને સંગ કર્યો તો કેવું પસ્તાવું પડ્યું! એક હંસને કાગડા સાથે મિત્રાચારી થઈ. કાગડો કહે છે મારી સાથે ચાલ. પણ હંસ ના પાડે છે. ખૂબ કહ્યું ત્યારે હંસ કહે છે તું મારી દ્રાક્ષના માંડવે બેસવા આવ. કાગડો કહે છે ના. આપણે લીંબડાના ઝાડ પર બેસીએ. બંને લીંબડાના ઝાડની ડાળે બેઠા. તે લીંબડા નીચે એક રાજકુમાર સૂતો હતો. તેના ઉપર સહેજ ચરકીને કાગડો ઉડી ગયે ને હંસને કહેતા ગયે કે તું અહીં બેસજે. હું હમણાં આવું છું. કાગડાની ચરક રાજકુમારને મેઢા ઉપર પડી એટલે રાજકુમારનું મોઢું બગડ્યું. ઉંચે જોયું તે હંસ બેઠો છે. કુમારને કેલ આવી ગયે ને બે-અહો ! મેં કાગડા તે ઘણું જોયા. કાગડા કાળા હોય પણ આ તે ધૂળે કાગડે છે. રાજકુમારે તીર મારીને વીંધી નાખ્યો. હંસ તરફડતો નીચે પડે ને બે -રાજકુમાર! હું વધાઈ ગયે, મરી જઈશ તેનું મને દુઃખ નથી પણ મને કાગડે કહો તેનું દુઃખ છે. મેં કુસંગે ચઢી દ્રાક્ષને માંડે છે એનું આ પરિણામ છે. માટે હું તને શિખામણ આપું છું કે કદી કઈ કુસંગે ચઢશે નહિ.
સત્સંગ માણસને ઊંચે ચઢાવે છે. સત્સંગ દ્વારા કંઈક પાપી પવિત્ર બની ગયા. અંગુલિમાલ આંગળીઓનો હાર પહેરતે હતો તે બુદ્ધને સંગ થતાં સુધરી ગયે. વાલી લૂંટારે નારદને સંગ થતાં લૂંટાર ફીટીને વાલ્મિકી ઋષિ બની ગયે. શાલીભદ્ર જ્યારે ભરવાડના ભાવમાં હતું ત્યારે એની માતા એક સુખી અને સંસ્કારી શેઠના ઘેર કામ કરવા જતી હતી. ખૂબ સંસ્કારી, સ્વર્ગભૂમિ જેવું ઘર અને માણસો દેવના અવતાર જેવા. આ માતા પિતાના છોકરાને સાથે લઈ જતી. તે શેઠના છેકરા સાથે રમતે જમતા. આ શેઠને
કરો જમવા બેસતે ત્યારે સંતને વહેરાવતે. આ બધું જોઈને ભરવાડણના છોકરાને ભાવના થઈ અને તે શાલીભદ્ર બન્યું.
દેવાનુપ્રિયે ! શાલીભદ્રની બદ્ધિ માંગે છે પણ એના જેવા બન્યા કેટલા? એની પાસે સંપત્તિ ખૂબ હતી. એને લાભ કેટલા ગરીબોને મળતો હતો અને તમારી સંપત્તિને લાભ કેટલાને મળે છે? આજે તો જ્યાં શ્રીમના હાસ્ય છે ત્યાં ગરીબોની હાય છે. તમે સાચા શ્રીમંત બન્યા હો તો ગરીબને દેખીને તમારું દિલ દ્રવી જવું જોઈએ. આ પવિત્ર દિવસમાં દાનને પ્રવાહ વહાવે. તમે નિરાંતે દૂધ ને સાટા ખાવ છે પણ જેને લુખા રોટલાના સાંસા છે તેવા માણસ કઈ દશામાં પડ્યા છે તેને ખ્યાલ કરો. દુઃખીની દશા દુઃખી જાણી શકે છે.
દુખીના દુઃખની વાતે સુખી ના સમજી શકે, . સુખી જે સમજે પરૂં તે દુખ ના વિશ્વમાં ટકે.