________________
૩૮૮
શારદા સરિતા નિશાળે ભણવા મૂકો. સ્કૂલે જઈને ભણે નહિ અને હરાયા ઢેરની માફક રખડ્યા કરે એટલે કંઈ આવડે નહિ ત્યારે શિક્ષક એને કંઈ કહે કે એક લાફે મારે તો મા પાસે આવીને ફરિયાદ કરે એટલે મા દીકરાનું ઉપરાણું લે. ત્યારે શેઠ શેઠાણીને કહેતા તું છોકરાનું ઉપરાણું ન લે. સ્કૂલમાં જઈને ન ભણે તે શિક્ષક મારે પણ ખરા, એમાં શું થઈ ગયું? ત્યારે શેઠાણું ખીજાઈને કહેતા મારે દીકરો નહિ ભણે તે પણ કુંવારે નહિ રહે. મારા દીકરાને કયાં નેકરી કરવી છે? મારે લક્ષ્મીને કયાં તૂટે છે. આવા અજ્ઞાનભર્યા વચનો ઉચ્ચારે એટલે શેઠનું કંઈ ચાલે નહિ. હવે છોકરા ઉપર કાબૂ રહ્યો નહિ. એવા ખરાબ વ્યસની મિત્રોની સંગે ચડી ગયે કે ધીમે ધીમે સાતે વ્યસનમાં શુરો થઈ ગયે. વેશ્યાને ઘેર જવા લાગ્યું. આ દીકરાની ખરાબ વર્તણુક જોઈને બાપનું કાળજું કપાઈ જાય છે. શેઠ શેઠાણીને કહેતા કે જે તે મદનને ખૂબ લાડ લડાવ્યા તેનું પરિણામ કેવું આવ્યું? હું તને પહેલેથી કહેતું હતું કે દીકરાને અતિ લાડ કરાવવા સારા નહિ પણ તું માની નહિ તેનું કેવું ભયંકર પરિણામ આવ્યું. ત્યારે શેઠાણી કહેતા કંઇ વધે નહિ. એને પરણાવી દઈશું એટલે ઠેકાણે આવી જશે. મદન વીસ વર્ષને થયો એટલે ખાનદાન ઘરની દીકરી સાથે લગ્ન કરી માતાએ લગ્નને લ્હાવો લીધે. પરણીને આવનાર છોકરીનું નામ સુચન હતું. સુ ચના. જેના લેચન સુંદર છે અને સુસંસ્કારી, વિનયવાન અને ગુણવાન હતી. નામ પ્રમાણે તેનામાં ગુણો હતા. કયાં સુંદર, સરળ અને સરકારી સુલોચના અને ક્યાં અભણ-અણઘડ ને રખડુ મદનકુમાર. બંનેમાં આસમાન જમીનનું અંતર હતું.
- મદન પરણીને આવ્યે તે દિવસે પણ વેશ્યાને ઘેર ચાલ્યા ગયા. પણ પિતાની નવપરણિત પત્નીના સામું ન જોયું. મદનના મિત્રએ એને જુગાર રમવા શીખવાડ અને મદનસેના વેશ્યાએ એને પ્રેમથી મદિરાની પ્યાલીઓ પાઈને ઉન્મત બનાવી દીધે હતો એટલે એને ઘેર જવું ગમતું ન હતું. વેશ્યાનું ઘર એટલે સ્વાર્થનું ઘર છે. મદનને બાપ કેડાધિપતિ છે એટલે તે ઘરમાંથી ધન-દાગીના બધું ખૂબ લઈ જતો હતો. વેશ્યાએ માન્યું કે શિકાર ઠીક હાથમાં આવ્યું છે. એના પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખતી હતી. મદનસેનાનું ઘર મદનકુમારનું સ્વર્ગ બની ગયું હતું. એને સુંદર ગાન–તાન અને લટકામાં તે મેહી ગયે. સુચનાના સોંદર્ય આગળ મદનસેનાનું રૂપ ફિકકુ લાગતું હતું. પણ મોહમાં પડેલા મદનને સત્યની પિછાણ ન હતી. એટલે તે વેશ્યાને ઘેર પડયે પાથર્યો રહેવા લાગ્યો.
* સુલોચનાને પરણીને આવ્યા ત્રણ દિવસ થઈ ગયા, પણ પરણીને આવ્યા પછી એણે પતિનું મુખ જોયું નથી. આવું સારું અને સંસ્કારી ઘર મળવાથી સુચના પિતાને ધન્ય માનતી હતી પણ એને ખબર ન હતી કે એને પતિ કેવા કુસંગે ચઢી ગમે છે!