________________
સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી બા.બ્ર. રત્નચંદ્ર ગુરવેનમઃ સંવત ૨૦૨૯ ના કાંદાવાડી ચાતુર્માસમાં આપેલા પ્રવચન
વ્યાખ્યાન નં. ૧
“વિષય પ્રત્યેને વિરાગ” અષાડ સુદ ૧૧ ને મંગળવાર
તા. ૧૦––૭૩ અનંત કરુણનીધિ, શાસન સમ્રાટ, શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ જગતના જીવોના કલ્યાણને અર્થે આગમના પાને પાને સુંદર અને શાશ્વત સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની હિત શિખામણ ટાંકી ગયા છે. હૃદયપટ ઉપરથી કર્મના કાટ નીકળી જાય અને આત્મા કર્મની જેલમાંથી મુક્ત બને એવી પ્રભુની વાણી છે. પણ એક વખત અંતરમાં ટંકાર થવો જોઈએ.
નાવો પુરત્તા” ત્રિકાળ જ્ઞાની એવા જિનેશ્વર પ્રભુના વચનમાં અનુરક્ત બની જવું જોઈએ. અનાદિકાળથી જીવ અનુરકત તે બન્યો છે અને રાગી પણ બન્યો છે. રાગનો પિષક બન્યો છે, એનો રાગ કર્યો, એને પ્રેમ કર્યો, એને સંગ કર્યો ને એમાં અનુરત બન્યું કે જેનાથી અનંત સંસાર વધાર્યો. રાગ કર્યો પણ રાગ કરતાં આવડા નથી. રાગ કર્યો કરવા જેવું છે? અજ્ઞાનને કારણે ખબર નથી કે કોને રાગ કરો અને કેને રાગ છેડવે? જેના જ્ઞાનતંતુ નબળાં પડી ગયાં હોય તેવા પાગલ માણસને રસ્તામાં રખડતે તમે જે છે ને? એ રસ્તામાંથી શું વણે છે? કાગળ-કાંકરા ને ચીંથરાં ભેગાં કરે છે. જે ગ્રહણ નથી કરવાનું તેને ગ્રહણ કરે છે. અને જે ગ્રહણ કરવાનું છે તે નથી કરતો એને તમે ગાંડો કહો છે ને? તે એક વાત સમજી લે કે તમે મનુષ્યભવ પામીને જે ગ્રહણ કરવાનું છે તેને ગ્રહણ ન કરે અને ન ગ્રહણ કરવાનું કરો તો મારે તમને કેવા કહેવા ?
મનુષ્યભવ પામવા માત્રથી કલ્યાણ નથી થવાનું. કેઈ માણસનું નામ હીરાલાલ, મોતીલાલ કે પન્નાલાલ હોય છે તેથી તે હીરા, મોતી કે પન્નાવાળો નથી બની જતો. કેઈની અટક નાણાવટી હોય તે તે ધનવાન બની જતો નથી. તે રીતે તમે સમજી લે કે ખાલી લવારે કરવાથી કે મોટા લેખક બની લેખ લખવાથી કલ્યાણ નહિ થાય. બોલો ઓછું પણ આચરણ વધુ કરો તે આત્માનું કલ્યાણ થશે.
ભૌતિક ભેગોને રાગ કરવા જેવો નથી. મારા અને તમારા આત્માએ અનંત પુગલ પરાવર્તન કર્યા. દેવતાનાં શરીર ધારણ કર્યા. માનવીના શરીરને ઘડપણ આવે,