________________
૩૭૪
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૪૭
“અાઈ ઘર” . વિષય : “પર્યુષણપર્વ એટલે શું?” શ્રાવણ વદ ૧૩ને શનિવાર
તા. ૨૫-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
ઘણાં સમયથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે પર્વના પવિત્ર અને મંગલ દિવસની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજના વ્યાખ્યાનને વિષય છે “પર્યુષણપર્વ એટલે શું? “પર્યુષણ પર્વ એટલે આત્માની ઉપાસનાનું પર્વ. આ પર્વના દિવસોમાં ધમધના સિવાય બીજી બધી પ્રવૃત્તિ ઓછી કરો.
આજનું મંગલમય પ્રભાત એક અનોખો પ્રકાશ લઈને આવ્યું છે. આપણું જીવનમાં છવાયેલા અજ્ઞાન રૂપી ગાઢ અંધકારને દુર કરી જ્ઞાનની રોશની ઝગમગાવવાનો તેમજ આત્મજાગૃતિને દિવ્ય સંદેશ લાવ્યું છે. આજે પર્યુષણ પર્વનું મંગલ પ્રભાત છે. આજનું મંગલમય પ્રભાત આપણને સૂચન કરે છે કે શત્રિ પૂર્ણ થઈ છે, અંધકાર દુર હટી ગયું છે અને ચારે દિશાઓ પ્રકાશથી ઝળહળી ઉઠી છે. તેજ અને સ્મૃતિ આપનારી પવનની મંદમંદ લહેરો નવજીવનને સંચાર કરી રહી છે કે હે ભવ્ય છે! જાગે, ઉઠો ને નિદ્રા ત્યાગી પુરૂષાર્થ કરી ઈષ્ટ સાધ્યની સિદ્ધિ કરે. આત્મજાગૃતિને સેનેરી અવસર છે. મેહની રાત્રિ પૂરી થઈ. અજ્ઞાનને અંધકાર હટી ગયે, સમ્યકત્વને સૂર્યોદય થયા. આત્માના ગુણરૂપી શીતળ પવનની લહેર આવે છે, એટલે સમય અનુકુળ છે તે હવે પ્રમાદ-નિદ્રા ત્યાગી જાગૃત બને તે મેક્ષ તમારી નજીકમાં છે. એ આજના મંગલમય પર્યુષણ પર્વને પવિત્ર સંદેશ છે. પર્વના પ્રથમ દિવસે આપણે આત્મનિરીક્ષણને સંકલ્પ કરવાનું છે. દિવાળીમાં માણસ નફા–તોટાને હિસાબ કાઢે છે તેમ આ દિવસમાં ગયા વર્ષથી આ વર્ષ દરમ્યાન ધર્મધન કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું તેને હિસાબ કાઢવાનું સૂચવે છે. આ રીતે આ પર્વ આત્માની દિવાળી જેવું છે. દરેક આત્માએ રેજના પાપનું રેજ પ્રાયશ્ચિત કરી આત્મશુધ બનવું જોઈએ. તે ન બને તે પાખી, માસી પાખી છેવટે સંવત્સરી પ્રતિક્રમણ કરી શુદ્ધ બનવું જોઈએ.
. . . આવા મહાન પર્યુષણ પર્વ દિવ્યસંદેશ લઈને આવી પહોંચ્યા છે. એ સંદેશ આત્મશુદ્ધિને છે. ફકત શબ્દના સાથીયાથી જીવનચણતર સુંદર બનવાનું નથી. કેવળ કલ્પનાઓથી મહેલ ચણાઈ જવાને નથી. એ માટે 3 સાધનસામગ્રી જોઈશે. તે રીતે આ મહાન પર્વની ઉજવણી કરવા માટે ગતિ અને દષ્ટિ જોઈશે. આપણે પણ