________________
૩૭૦
શારદા સરિતા
પણ ખાસ વિચારજો કે તે ચાસ ખાલી થાય ત્યારે વ્યાસ ઉપર કરવા માંડેલી રસોઈ અડધી થઈ હશે તે પૂરી નહિ થાય, તેમ જ્યાં સુધી પુણ્યરૂપી ગ્યાસની કઠી ભરેલી છે ત્યાં સુધી સૌ ખમ્મા ખમ્મા કરશે. પણ જ્યાં પુણ્યરૂપી ગ્યાસની કઠીમાં ગ્યાસ પૂરો થયો એટલે મામલે ખતમ થઈ જશે. માટે પુણ્યોદય છે અને અનુકુળ સંગે છે ત્યાં સુધી વીતરાગ ધર્મની આરાધના કરી લો. તેથી વીતરાગ વાણીને દીપક તમારા અંતરમાં જલતે રહેશે ને દુઃખના સમયમાં સમભાવ રહેશે.
જમાલિકુમારના મહાન પુણ્યને ઉદય છે. અઢળક સંપત્તિ અને સુખને પ્રજાને છે, છતાં એને વીતરાગ વાણી સાંભળીને સંયમની ભાવના જાગી. એના વૈરાગ્યનો વેગ કે તીવ્ર છે ! માતાને કહે છે માતા! મને સંયમની લગની લાગી છે.
સંયમની ધૂન લાગી, આતમ પ્યાસ જાગી, આપે મૈયા આપે મને દીક્ષાની ભિક્ષા...અરે આપો....
હે માતા ! હવે મને સંસાર નરકાગાર જે ભયંકર ભાસે છે. મને ક્ષણવાર ગમતું નથી. મને આત્મસુખની પ્યાસ જાગી છે. બંધુઓ ! જમાલિકુમારને આત્માના સુખ મેળવવાની પ્યાસ જાગી છે અને તમને શેની પ્યાસ જાગી છે ! પૈસો મેળવવાની ને? (ડસાહસ) પૈસાની પ્યાસ કેવી છે ! માની લે કે કેઈને ત્રણ ડીગ્રી તાવ આવ્યો છે અને ઘરમાં ગોદડું ઓઢીને સૂતા હોય તે વખતે દુકાનેથી દીકરે આવીને કહે બાપુજી! દુકાને મોટા બે ઘરાક આવ્યા છે અને બંનેને રૂ. ૨૫૦૦૦ને માલ ખરીદવાનું છે. માટે તમે આવે. ત્યારે તમે તરત ઉભા થઈને દુકાને જાવ. આ શું બતાવે છે? પૈસાની પ્યાસ છે ને? ત્રણ ડીગ્રી તાવ હોય અને સંત ઉપાશ્રયે બોલાવે તો આવશે ને? ના. ના. (હસાહસ) ત્યારે તે સંતને ઘેર માંગલિક કહેવા લાવે. ટૂંકમાં! જીની જેટલી પિસા મેળવવાની લગની છે તેટલા આત્મા પ્રત્યેની નથી.
જમાલિકુમારે માતા પાસે આજ્ઞા માંગી એટલે એથી માતાને ખુબ દુખ થયું. મૂર્છા આવી ગઈ. કાચના કંકણા હાથમાંથી નીકળીને ભય પડી ગયા ને ચૂરેચૂરા થઈ ગયા. ચંપકલત્તાની જેમ એમનું શરીર કરમાઈ ગયું. આ શું બતાવે છે? માતાને પુત્ર પ્રત્યેને અત્યંત મેહ છે તેના ઉપર એક કહાણી છે.
એક વખત ગેપીચંદન સ્નાન કરવા બેઠા હતા. તે વખતે તેની માતા મેનાવતી મહેલના ઝરૂખે બેઠા હતા. દીકરાની કંચનવર્ણ કાયા જોઈને મનમાં થયું હશું મારા દીકરાને દેહ છે! કેવું સુંદર શરીર છે! મારા દીકરાની આ કંચનવર્ણ કાયા એક દિવસ રાખમાં રોળાઈ જશે ? એક દિવસ કાળ ભરખી જશે? આ વિચારે એની માતાની આંખમાં આંસુ આવી ગયા અને માતાની આંખમાં આવેલા આંસુના ટીપા બાજુમાં