________________
૩૬૨
શારદા સરિતા
એકલતા હતા. ત્યાં રાજકુમાર પણ ભણવા આવતા. એ રાજકુમારો અને બીજા વિદ્યાથીએ ગુરૂ કહે તે બધું કરતા. કદાચ ઘરકામ સેપે તે પણ કરતા. મનમાં સહેજ
ગ્લાનિ નહિ કે અમે રાજાના કુંવર અને કરોડપતિના દીકરા આવું બધું કામ શેના કરીએ? એ તે એમ સમજે કે ગુરૂ કહે તે હેતુ, “ભાઈ ઘોને” માળા” તવો ગુરૂ જે કહે છે તે “મમ મોત્તિ પટ્ટ” ગુરૂ જેમ કહે તેમ કરવામાં મારું હિત સમાયેલું છે. તે મારા લાભને માટે છે. ગુરૂ કહે તેમ કરતા, અરે, ગુરૂ માટે પ્રાણનું બલિદાન દેવું પડે તે શિષ્ય દઈ દેતા. ગુરૂ પ્રત્યે એવા સમર્પણ ભાવ જોઈએ. જે શિષ્ય ગુરૂને સમર્પણ થઈ જાય તેનું કલ્યાણ થયા વિના ન રહે. ચાહે સાધુ હોય કે સંસારી હોય પણ અર્પણતા વિના કલ્યાણ નથી. | મેઘકુમાર કેવા અર્પણ થઈ ગયા ! પ્રભુ પાસે દીક્ષા લીધી. સાધુપણના નિયમ પ્રમાણે રાત્રે છેલ્લી પથારી આવી. સંતે એક પછી એક પરઠવવા જતાં. તે સમયમાં આજની જેમ ઉપાશ્રયમાં ટયુબલાઈટે ન હતી તેમ અત્યારની જેમ ધર્મસ્થાનકની આસપાસ ગૃહસ્થીના ઘર ન હતાં કે આજુબાજુથી પ્રકાશ આવે, ઘોર અંધારું હતું એટલે મેઘકુમારના પગમાં ઠેસ વાગવા લાગી. આખી રાત ઉંઘ ન આવી. ત્યારે શું બન્યું.
મેઘકુમાર ગયા માઠારે ધ્યાનમાં, લેબાશ આપી દઉં નક્કી પ્રભાતમાં કેમ મેઘ મનડાએ ગણું માર્યું, આજ મને સતએ ઠેબુ માયું (૨)”
| મેઘકુમારના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. ભગવાન પણ કેવા સ્વાથી છે ! હું રાજકુમાર હતો ને પ્રભુ પાસે આવતો ત્યારે બધા સંતે મને કેટલા પ્રેમથી બોલાવતા હતાં અને આજે તે મને છેલ્લે નાંખી મૂક્યા છે. મારા સામું જોતા નથી. બસ, હવે મારે અહીં રહેવું નથી. સવાર પડે ને ચાલ્યો જાઉં. પણ એક ગુણ હતો. બેલે, તમારામાં ને એનામાં ફરક કેટલે? મનમાં આવા ભાવ આવે તો આજન શિષ્ય તે રાત્રે ને રાત્રે ભાગી જાય. એમ થાય કે જ્યાં રહેવા જેવું નથી ત્યાં કહેવા શું જવું? પણ મેઘકુમારે શું વિચાર્યું. સાધુપણું છોડવાની ભાવના થઈ પણ નિર્ણય કર્યો કે જેનું લીધું છે તેનું પાછું આપી દઉં. શું સાધુવેશ. સવાર પડીને પ્રભુ પાસે મેઘકુમાર ગયા. પ્રભુ તે સર્વજ્ઞ હતા. એના મનના ભાવ જાણી ગયા. એના બોલતાં પહેલા પ્રભુ કહે છે :
યાદ કર યાદ કર હાથીના ભવમાં, દુખ વેઠયાતિહાં અસહ્ય વનમાં, કેમ મેઘ મનડામાં આવું ધાર્યું .. આજ મને સંતાએ ઠેબું માર્યું.
હે મેઘકુમાર! તું આ શું કરે છે? જરા વિચાર કર. હાથીના ભવમાં એક સસલાની દયા ખાતર તેં અઢી દિવસ કેવું કષ્ટ વેઠયું? તેના પ્રભાવે તું શ્રેણીક રાજાને પુત્ર મેઘકુમાર બન્યો અને અહીં છકાયના રક્ષણહાર મારા સંતની ઠોકર તારાથી સહન