________________
૩૬૦
શારદા સરિતા સુખી દેખાતા હોય પણ મોહ-માયાના વમળમાં અટવાઈ તે તણાઈ ગયા, આત્મજાગૃતિ ગુમાવી બેઠા અને અંતે અગાધ ઉંડાણમાં ડૂબી મર્યા.
સમુદ્રમાં ઉત્પન્ન થતાં અનેક ઝંઝાવાત સામે સ્ટીમર ટક્કર ઝીલતી તરતી જાય છે અને અનેક પથિકને તારતી જાય છે. પણ જે તળિએ કાણું પડ્યું તે પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. આપણ પ્રભુ તો કેવા છે “તિનાણું તારયાણું પોતે સંસારથી તર્યા અને બીજાને તારે છે. આવા સંસારને તરી ગયેલા સ્ટીમર સ્વરૂપી એક પણ દેષરહિત શુદ્ધ-નિરંજન વીતરાગ દેવના અવલંબનથી આ સંસાર સાગર પાર પામી શકાય છે. આવા પરમાત્મા પ્રભુનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરે, પિતાના સ્વરૂપને ઓળખે, સંસારના સ્વપ્નસુખની ઘેરી નિદ્રાને છેડે, આત્માના આવરણ રૂપ મેહદશાને હટાવે તે ભવ સમુદ્રને પાર પામી શકે છે અથવા તેની જીવનકા સંસારના જન્મ-જરા અને મૃત્યુ રૂ૫ ઝંઝાવાતથી બચી અજર અમર બને છે.
જમાલિકુમાર ક્ષમાના સાગર મહાવીર પ્રભુની દેશના સાંભળીને આત્મજ્ઞાન પામી ગયા ને સંસારસમુદ્રને પાર કરવા માટે તત્પર બન્યા. જમાલિકુમારે પ્રભુના દર્શન કર્યા ને તેમની વાણીનું પાન કરતાં વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. ખરેખર પ્રભુદર્શન
એટલે અંધકારભર્યા ભવનમાં એકલવાયા ભટકતા આત્માને સદાય પ્રકાશ પાથરતું તેજકિરણ જે તેજકિરણ મળ્યા બાદ આત્માને સંસારની દરેક વસ્તુ તુચ્છ લાગે છે. જમાલિ કુમાર આવ્યા ત્યારે ખાલી હતા અને જાય છે ત્યારે વૈરાગ્યના નીર ભરીને જાય છે. વાદી મોરલી વગાડે ને સપને થંભાવી દે તેમ પ્રભુની વાણીની મોરલીએ જમાલિકુમારને સ્થિર બનાવી દીધા. આવી રીતે જંબુકુમારે સુધર્મા સ્વામીની એકવાર દેશના સાંભળી અને તેમના દિલમાં સત્ય વાત સમજાઈ ગઈ કે ત્યાગ વિના ત્રણે કાળમાં શાંતિ નહિ મળે. મનમાં ત્યાગની ધૂન છે કે માતાપિતાની આજ્ઞા લઈને હું દીક્ષા અંગીકાર કરીશ. સુધર્મા સ્વામી પાસેથી પાછા ફર્યા. ઘેર જતાં રસ્તામાં એક મકાનની દિવાલ તૂટી પડી. જંબુકુમારથી એક વેંત દૂર પડી ને પિતે બચી ગયા. આ જોઈને વિચાર થયે. અ મારી જિંદગીરૂપી ઈમારત આવી રીતે તૂટી પડવાની છે. જિંદગીને શું ભરોસો છે? જંબુકુમારને ભાન થયું કે આ ભીંત જેમ તૂટી પડી તેમ મારી જિંદગી તૂટી પડશે. તમારા મુંબઈમાં કેટલા મકાને તૂટી પડે છે કે માણસ કેટલા મરી જાય છે. તેમને જંબુકુમાર જે વિચાર આવે છે? કે આ જુનાપુરાણું મકાન જેવી મારી જિંદગી છે. ક્યારે તૂટી પડશે તેની ખબર નથી તે જલ્દી મારા આત્માનું કલ્યાણ કરી લઉં.
જંબુકુમારે વિચાર કર્યો કે જિંદગી ક્ષણિક છે. ઘેર જાઉં ને માતા-પિતાની આજ્ઞા મળે પછી દીક્ષા લઈશ. પણ આયુષ્યને કયાં ભરસો છે! અહાહા જીવન કેવું છે?
વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ હાં જરા આવી જુવાની હાથ દઈને ચાલી ગઈ–વાદળી