________________
શારદા સરિતા
૩૫૧
દર્શનની આસપાસમાં સાધુ બનવાના ભાવ રમતા હોય છે અને ક્યારે જલ્દી સંયમ લઈને આત્મસાધના કરૂં એવી લગની લાગે છે પણ ધનવાન કેમ બનું એવું થતું નથી.
જમાલિકુમારના વૈરાગ્યભર્યા વચને - જમાલિકુમારના અંતરમાં વૈરાગ્ય ભાવનાની છોળો ઉછળે છે. એ માતાની પાસે આવીને શું કહે છે :
સંયમની ધૂન લાગી, આતમ પ્યાસ જાગી,
આપે મૈયા આપે મને દીક્ષાની ભિક્ષા..અરે આપો...(૨)
જમાલિકુમાર તેમની માતાના પગમાં પડીને વિનવે છે હે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપ, માતા! હું તારી પાસે ભિક્ષા માગું છું. આ આત્મા ત્યાગના રંગે રંગાયે છે, જ્યારે માતા મોહના રંગે રંગાયેલી છે. ત્યાગીનું અને ભેગીનું બને પાત્રો જુદા છે. એ બંને ભેગા રહી શકે નહિ. ત્યાગીને ત્યાગનું ઘર ગમે અને ભોગીને ભેગનું ઘર ગમે. જે આત્માઓ વૈરાગ્ય રંગથી રંગાયા હોય છે તેમને ક્ષણવાર ઘરમાં ગમતું નથી. એને સામાયિક કરવી હોય તો પણ ઉપાશ્રયમાં ગમે, કારણ કે ઘરમાં તે સંસારમય વાતાવરણ હેય. સામાયિક લઈને બેઠા ને કંઈક ખળભળાટ થાય એટલે તરત તેમાં મન જાય, પણ અહીં ઉપાશ્રયમાં કંઈ ખળભળાટ થવાને છે? માની લે કે કંઈક ખળભળાટ આયંબીલના રસોડામાં કે ઑફિસમાં થયે તો તેમાં તમને કંઈ લાગતું વળગતું નથી. ઘરમાં મારાપણના ભાવ છે એટલે મન તે તરફ જાય છે. હા, એક વાત છે. જે રૂમના બારણું બંધ કરી જ્યાં બિલકુલ ઘરનું વાતાવરણ તમારી નજરે ન આવે તે રીતે બેસો તે વાંધો ન આવે. જ્યારે નોટોના બંડલ ગણો છે ત્યારે બારણાં બંધ કરી દે છો ને? તેમ આત્માના નાણાં ગણતી વખતે પણ બાહ્યપ્રવૃત્તિઓના બારણું બંધ કરી દે, જેથી શાંતચિત્તે સામાયિક શુદ્ધ થાય.
સમજણ વગરની સાધનાને કેઈ અર્થ નથી. એક વખત એક ડોશીમાએ પ્રતિજ્ઞા કરી કે મારે રેજ બે સામાયિક કરવી. પણ ઉપાશ્રયે નહિ ઘેર કરવી. હવે ઘેર સામાયિક કયાં કરે છે ! વહુને રૂમ અને સાસુને રૂમ બંને સામાસામી. વહુ એના રૂમમાં શું કરે છે? કેણ આવ્યું ને ગયું? શું રહ્યું ને શું ખાધું બધી ખબર પડે. ડોશીમા સામાયિકમાં બધું ધ્યાન રાખે છે."
એક વખત પેશીમાની દીકરી આવી. નણંદ-ભોજાઈ ઘણું દિવસે મળ્યા એટલે 'મોડી રાત સુધી બેઠા. ખૂબ વાત કરી અને સૂઈ ગયા એટલે ખૂબ ઉંઘ આવી ગઈ. સવાર પડી પણ વધુ જાગ્યા નહિ એટલે સાસુના મનમાં થયું કે વહુ હજુ ઉઠયા નથી અને મારે તે સામાયિક પાળીને તરત ચા તૈયાર જોઈશે. બધું ક્યારે કરશે? પણ પોતે સામાયિકમાં છે એટલે શું કરે? મુંબઈમાં તે ઘણી જગ્યાએ એવું બને છે કે આવા