SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શારદા સરિતા ત્યાં જમા થઈ જતું અને એમના ખાવા પીવાની વ્યવસ્થા ત્યાં થઈ જતી. આ રીતે પ્રભુના ભજન ગાતા ગામ પરગામ બને ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તેઓ એક દિવસ પાટલિપુત્ર ગામમાં આવ્યા. કુણાલ અને કંચનાદેવી મધુર સ્વરથી ગીત ગાતા ગાતા સમ્રાટ અશોકના મહેલ પાસે આવ્યા. આ સાંભળીને મહારાજા નિદ્રામાંથી જાગી ગયા. આ ભજન સાંભળ્યું. એને થયું કે આવું ભજન મારો કુલ ગાય છે. થોડી વાર સાંભળ્યું. એને નિશ્ચય થયે કે આ અવાજ ખૂબ પરિચિત છે. તરત સમ્રાટે અનુચરને કહ્યું આ ગીત કેણ ગાય છે? એને ઉપર બેલા. તરત કુણાલ અને કંચનાને ઉપર બોલાવ્યા. કુણાલની આંખે ફૂટી જવાથી મુખને ફેઈસ બદલાઈ ગયું છે. એટલે રાજા તેને ઓળખી ન શકયા. પણ પૂછ્યું કે આવું સુંદર અને મધુર સંગીતગાનાર તમે કેણુ છે? મારો પુત્ર કુણાલ આપના જેવું મધુર સંગીત ગાય છે. કુણાલે કહ્યું પિતાજી! હું આપનો પુત્ર છું. પિતા પુત્રને ભેટી પડ્યા. પૂછયું બેટા! તારી આ દશા કેમ? ત્યારે કહે-પિતાજી! આપની આજ્ઞા હતી. મેં આપની આજ્ઞાનું પાલન કર્યું છે. સમ્રાટ કહે છે મેં કદી આવી આજ્ઞા કરી નથી. કુણાલે બધી વાત કરી. સમ્રાટે બધી તપાસ કરાવી કે આવી રાજજ્ઞા કેણે આપી છે? તે ખબર પડી કે રૂપાળી રાણી તિષ્યરક્ષિતાનું આ ષડયંત્ર છે. તરત મહારાજાએ હુકમ કર્યો કે રાણીની આંખે ફેડી નાંખો અને એને જીવતી ઉંડા ખાડામાં દાટી દે. કુણાલના ચર્મચક્ષુ બંધ હતા પણ અંતરચક્ષુ ખુલા હતા. એને માતા પ્રત્યે જરા પણ દેષભાવ ન હતો. રાજાને કહે છે પિતાજી! આપ મારી માતાને આવી શિક્ષા ન કરે. આ બધું જે કંઈ બન્યું છે તે મારા કર્મને દેષ છે. મારી માતાને જરા પણ દેષ નથી. મારી માતાને અભયદાન આપ. પુત્રની વિનંતીથી રાજા એને જીવતી મૂકે છે. ત્યારે તિષ્યરક્ષિતા કહે છે હે પુત્ર! તું માનવ નથી પણ દેવ છે. મેં પાપણુએ ભયંકર ભૂલ કરી અને તારી આવી દુર્દશા કરી છતાં તે ઉદાર હદય રાખી મને ક્ષમા આપી સાચી માનવતાને પરિચય કરાવ્યું. જમાલિકુમાર કહે છે મને સંસારને ભય લાગ્યો છે. આ શબ્દ સાંભળી માતાને ખૂબ આઘાત લાગે. અહો! શું મારો લાડકવાયે દીકરો આટલી સંપત્તિ અને આવી રાજકુમારી જેવી પત્નીઓ છોડીને સંયમ લેવા ઈચ્છે છે. એના દિલમાં ખૂબ દુઃખ થયું. હવે આગળ હજુ કે આઘાત લાગશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૪ શ્રાવણ વદ ૧૦ ને બુધવાર તા. રર-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતકરણના સાગર એવા વીતરાગ ભગવતે જગતના જીના અનાદિના
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy