________________
૩૪૨
શારદા સરિતા
ચીરીને તેના કલેવર પહેરી રહ્યા છે. સાચે જૈન આવા હિંસક દાગીના અને વસ્ત્ર ન પહેરે. એ સમજે છે કે દરેક જીવને પિતાનું જીવન પ્રિય છે, મને મરવું નથી ગમતું તો બીજાને કેમ ગમે? પહેલા દવાઓ આવતી હતી પણ તેને ખબર નહોતી પડતી કે આ દવાઓ શેમાંથી બને છે? અને આટલી હિંસક દવાઓ પણ ન હતી. આજે દવા ઉપર લખેલું હોય છે કે આ દવા શેમાંથી બની છે? છતાં શરીરને સારું રાખવા હિંસક દવાઓને પ્રયોગ કરતા થઈ ગયા. એ હિંસામય દવાઓ ખવાય, એવા વસ્ત્ર પહેરાય એટલે મનમાં પવિત્રતા કયાંથી આવે? દિલમાં કઠોરતા વધતી જાય ને દયાને દેશવટે દેવાય છે.
બંધુઓ! તમે ગાઢ જંગલમાંથી પસાર થતા હો.પાસે પૈસા હોય તે વખતે કોઈ લુંટારે સામે મળે ને બધું લૂંટી લે પછી કહે કે ઉભો રહે. આ બંદૂકથી તને ઠાર કરી નાખું છું. માથે મોત ઝૂલી રહ્યું છે. આવા સમયે કઈ બચાવનાર મળી જાય, લૂંટારાના પાશમાંથી મુક્ત કરાવે તે તમને કેટલો આનંદ થાય! તેમ એકેક જીવોને જે તમારા તરફથી અભયદાન મળે છે કે આનંદ થાય!
એક ચાર ચોરી કરવામાં ખૂબ ચાલાક હતે. માટી ભારે ભારે ચેરીઓ કરે, પ્રજાને રંજાડે પણ કઈ હિસાબે પકડાય નહિ. પણ એક વખત પકડાઈ ગયે. એટલે રાજાએ એને ફાંસીની સજા કરી. ફેસીએ ચઢાવતા પહેલા એના મઢે મેશ ચેપડી. જુના ફાટયા તૂટ્યા જુત્તાને ગળામાં હાર પહેરાવ્ય. હાથ-પગમાં બેડીઓ પહેરાવી ગધેડા પર બેસાડી ગામમાં ફેરવવામાં આવ્યા. ચેરને નજર સમક્ષ ફાંસીને માંચડો દેખાય છે. તે મરણના ભયથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે. રાણીઓના મહેલ પાસેથી આ ચારનું સરઘસ નીકળ્યું. આ વખતે રાણીએ મહેલના ઝરૂખે ઉભી હતી. ચારને આક્રંદ કરતે જોઈ રાણીઓને તેની દયા આવી. રાજાને ૯૯ રાણીઓ હતી તેમાં ૯૮ માનીતી હતી અને લક્ષ્મી અણમાનીતી હતી. રાજાની બધી રાણુઓને દયા આવી. એના રૂદનથી રાણીઓનું હૈયું ભરાઈ આવ્યું. એટલે સર્વપ્રથમ મુખ્ય રાણુ રાજાની પાસે દેડતી ગઈ અને નમ્રતા પૂર્વક કહ્યું. મહારાજા ! હું આપની પાસે ભીખ માંગવા આવી છું. અમુક સમયે આપે મને વચન માંગવાનું કહ્યું હતું તે લેણું છે. અત્યારે મારું વચન પૂરું કરો. રાજા કહે માગે ત્યારે રાણી કહે છે આપે પેલા ચેરને ફાંસીની શિક્ષા કરી છે તેને આજના દિવસ પૂરતું જીવતદાન આપે અને તેને મારા મહેલે લઈ જઈ આજ દિવસ તેના મનના કેડ પૂરા કરૂં. એના આત્માને શાંતિ થાય. રાજા કહે એને બચાવવા જેવો નથી. રાણીઓ કહે છે એ એ ગમે તે હોય પણ અમને એની દયા આવે છે.
દેવાનુપ્રિયે ! આવું ઉત્તમ માનવજીવન પામીને દિલમાં જે કરતા ભરી હોય કઈ દુઃખીને જોઈને આપણું દિલ દ્રવી જતું ન હોય તે તે માનવ નહિ પણ દાનવ છે.