________________
૩૧૭
શારદા સરિતા પ્રાણીઓના પૂછડાના વાળથી માંડીને પગની ખરી આદિ ચીજે અલગ કાઢી લઈને તેને રીફાઈન કરી પરદેશ મોક્લી મોટું હૂંડિયામણ મેળવવાની એ કારખાનું ખોલનારની ઈચ્છા હતી. આ ભારે પગાર મળે અને ભવિષ્યમાં વધુ આગળ વધવાની આકાંક્ષાવાળા સોશને આ સર્વિસ સ્વીકારવાનું આકર્ષણ થયું. ઘરના વડીલેની પરવાનગી સિવાય એણે ઓફર સ્વીકારી લીધી.
આ તરફ એના માતા પિતા આદિ કુટુંબીજનોને ખબર પડી કે સુરેશે આવી એકાંત હિંસામય નેકરીની ઓફર સ્વીકારી છે. છાપાઓમાં પણ સમાચાર વાંચ્યા કે એશિયામાં પ્રથમ અને અદ્યતન કતલખાનાના એજીનીયર મેનેજરના પદે એની નિમણુંક થઈ છે. આ જાણીને એના કુટુંબીજનોમાં, મિત્રવર્ગમાં, જ્ઞાતિવર્ગમાં ખૂબ ઉહાપોહ થયે અને એના માતા પિતાને કહે કે તમારે છોકરે આવી નોકરી સ્વીકારે છે. મા-બાપને આ વાત માનવામાં નથી આવતી. અહો! અમારા સંસ્કારી કુટુંબમાં ઉછરેલો દીકરો આવું કરે નહિ. છતાં ખૂબ વાત આવી, પેપરમાં વાંચ્યું એટલે એના મિત્રોએ તથા માતા - પિતાએ ખૂબ ઠપકો આપે ને વિરોધ દર્શાવતો પત્ર લખે. ભાઈ સોશ! અમે પેપરમાં વાંચ્યું છે કે તેં આવા જંગી કતલખાનાના મેનેજરની નેકરી સ્વીકારી છે. આ સાંભળી અમારા હૈયામાં ઘા પડી ગયા છે. ખૂબ આઘાત લાગ્યો છે. ભાઈ! તારે કઈ વાતને તૂટો હતો કે નરકમાં લઈ જાય તેવા પાપમય કતલખાનાનો કસાઈ બનવાની નોકરી સ્વીકારી. તું વધુ પગાર, બંગલા, ગાડી, મોટર અને નોકર-ચાકરની સગવડની લાલચમાં લલચાયો હશે! પણ તને કંઈ વિચાર થાય છે કે આપણું કુટુંબ કેવું ખાનદાની આપણુ ઘરમાં કાંદા-બટાટા આદિ કંદમૂળ ન ખવાય. રાત્રી ભેજનને ત્યાગ, દરરોજ ઉપાશ્રયે જવાવાળા અને તું જ્યારે ફેરેન ગયે ત્યારે તે અમને વચન આપ્યું હતું કે હું દારૂ-માંસનું સેવન નહિ કરું. પરસ્ત્રી ગમન નહિ કરું. અત્યાર સુધી તેં એ વચનનું પાલન બરાબર કર્યું છે. આપણે કીડીની પણ દયા પાળવાવાળા, તેના બદલે લેહીની નીકે વહે ને માંસના ઢગલા થાય, એમાં તારે કામ કરવાનું અરેરે. દીકરા! તેં આ શું કર્યું? આવી હિંસામય ને પાપનો પોટલો બંધાવનારી નોકરી સ્વીકારવાની કુમતિ કેમ સૂઝી એ અમને સમજાતું નથી. અમને આ વાતનું ભારે દુઃખ થયું છે. જે તું અમારે સાચે સંતાન હોય અને તારા મા બાપનું મુખ જેવું હોય તો આ પત્ર વાંચીને તરત રાજીનામું મૂકી દેજે.
માતા-પિતાનો પત્ર વાંચી સરોશને ધ્રુજારી છૂટી. આંચકે આવ્યા. થોડી વાર તે થયું કે માતા-પિતાની વાત સાચી છે પણ બીજી ક્ષણે એનું હૃદય પલટાયું. એ તે જુનવાણીના માણસ. એ લેકે માને છે એવું કંઈ નથી. આ કંઈ જેવું તેવું કતલખાનું થોડું છે કે જ્યાં ને ત્યાં લેહી–માંસ અને હાડકાના ઢગલા દેખાય? આ તો નવીન