________________
શારદા સરિતા
૩૧૫ પ્રાણ વિનાના કલેવર જેવું છે. જમાલિકુમારને એ મજીઠી રંગ લાગ્યો છે. હળદરને રંગ તડકે મૂકે તે ઉડી જાય. પણ મજીઠીયે રંગ ઉડે નહિ. જમાલિકુમારને સંસાર પ્રત્યેને મોહ ઉતરી ગયો. તમને આ ધર્મ મળે છે, વીતરાગ વાણી મળી છે તો હાડહાડની મજામાં ધર્મને રંગ લાગ જોઈએ.
ધર્મને રંગ લાગ્યા પછી લક્ષ્મીની મમતા ન રહેવી જોઈએ. ધર્મને સાચો રંગ લાગશે ત્યારે ખાડો છેદતા રત્નને ચરૂ નીકળશે તે ય લેવાનું મન નહિ થાય.
ધર્મ રાજા રાજ્ય કરતા હતા તે સમયની વાત છે. એક માણસે ખેડૂતની પાસેથી પાસેથી બે વીઘા જમીન વેચાતી લીધી. વરસાદ પડતાં પહેલાં જમીનને ખેડી રહ્યો છે. ખેડતા ખેડતાં હળ અટકયું. જોયું તે કિંમતી રત્નનો ભરેલો ચરૂ હતે. ખેડૂત વિચાર કરે છે મેં જમીન લીધી છે. ચરૂ નથી લીધે. આ ચરૂને હક્ક જમીનના માલિકનો છે મારે નહિ. એટલે જેની પાસેથી જમીન લીધી હતી તેની પાસે આવીને કહે છે આપની પાસેથી વેચાતી લીધેલી જમીન ખેડતા આ ચરૂ મને મળે છે, તો આપ લઈ લે. ત્યારે જમીનદાર કહે છેઃ ભાઈ એ જમીન તેં વેચાતી લીધી છે. માટે તારે હક્ક છે. મેં ઘણીવાર જમીન ખેડી છતાં ચરૂ કેમ ના નીકળે? માટે તું લઈ જા. ત્યારે પેલે ગરીબ ખેડૂત કહે છે. હું એને અડું નહિ.
દેવાનુપ્રિયો! વિચાર કરજે. તમે શ્રાવક છે. પ્રતિક્રમણમાં રોજ બેલે છે ને કે પરધન પથ્થર સમાન. રે જ નહિ બોલતા હો તે સંવત્સરીના દિવસે તો જરૂર બોલવાના. ખેડૂત કેટલે પ્રમાણિક છે! એને મળે છે તો પણ જોઈતું નથી. બેલે મારા શ્રાવકે! આ રીતે મળી જાય તે પરધન પથ્થર સમાનને બદલે હાથમાં આવે તે ઘર સમાન. (હસાહસ). કેમ બરાબર ને? કેટલી ધનની મૂઈ! ધનની મૂછ જીવને ક્યાં લઈ જશે? પેલો ખેડૂત કહે છે પારકું ધન મારા ઘરમાં આવે તે મારા મનના પરિણામ બગાડી નાંખે અને મને દુર્ગતિમાં લઈ જાય. ત્યારે જમીનદાર કહે છે તે મારે પણ નથી જોઈતું. ચાલો રાજાને સેંપી દઈએ.
કેવી ધનની મૂછ ઉતરી હશે! એ જ કેવા પવિત્ર હશે! આવી પરિગ્રહની મૂછ છૂટે તે સમજી લેજે કે હું ધર્મ પામ્યો છું. હું પ્રતિક્રમણ કરું, સામાયિક કરું, વીતરાગ વાણી સાંભળું, બ્રહ્મચર્યનું પાલન કરું, યથાશકિત તપ કર્યું અને કયારે પણ પારકું ધન લૂટવાની અગર હિંસા કરીને ધન કમાવાની વૃત્તિ ન થાય. હે ભગવાન! એવું મારે જોઈએ છે. આનું નામ ધર્મ પામ્યા કહેવાય.
ધરમ ધરમ કરતે સહુ જગ પીરે, ધર્મને મર્મ ન જાણે કે, ધરમ જિનેવર ચરણ રહ્યા પછી, કર્મ ન બાંધે કે ઈ.”
આજનો માનવી ધર્મ ધર્મની બાગે પિકારે છે. પણ ધર્મ શું ચીજ છે, એને