________________
૩૦૯
શારદા સરિતા આવતે જે. એટલે બાપ તિજોરીમાં પિસી ગયે. અંદર સંતાઈ ગયો. તિજોરીનું બારણું બંધ થઈ ગયું છે. દીકરો ઓરડામાં આવી બાપ નથી એમ માનીને ચાલ્યા જાય છે. બાપ અંદર મુઝાય છે. હવા આવતી નથી. ઘણી લાત મારે છે પણ તિજોરી ઉઘડતી નથી. અંદર નોટે ઘણું પડી છે પણ આવી દશા થાય ત્યારે નેટે શું કામ આવે? અંદર બેઠે બેઠે રિબાય છે. તેની ખબર લેનારું કોઈ નથી.
માટે જ્ઞાની પુરૂષ કહે છે કે ધન કેઈક વાર તનને મારે. બાપ તિજોરીમાં બેઠે છે. બહાર નીકળવું છે પણ બારણું બંધ થઈ ગયું છે. હવા મળતી નથી એટલે ટળવળી-ટળવળીને મરી જાય છે. ત્રણ દિવસ સુધી પુત્ર અને સ્વજનેએ તપાસ કરી પણ પ ન લાગે. પછી તિજોરીમાં કેટલું ધન છે તે જોવા માટે તિજોરી ખેલી તો અંદરથી કેહવાઈ ગયેલો બાપ નીકળે.
બંધુઓ ! લક્ષમી કેવી દશા કરે છે તે જુઓ. ઘણાં તે લક્ષમી માટે જમ્યા અને લક્ષમી માટે મરવાના. રૂપિયા ખાતર જન્મ અને રૂપિયા ખાતર મરે. એવા તે ઘણું ય મળવાના–પણ આત્મા માટે જન્મ અને આત્મા માટે મારે તેવા તે વિરલ હોય છે. માટે ગુરૂ તે એવા જોઈએ કે જે શિષ્યના હિતનો ઉપદેશ કરે. પરિગ્રહ આદિના સંગથી છોડાવે. તમારું ભલું કેમ થાય, તમારા દ્વર્ગ કેમ નીકળી જાય. તમારો આત્મા પવિત્ર કેમ બને? તેનું અહર્નિશ ચિંતન હેય. પારસમણિને લોખંડ અડે અને તે લેખંડ સોનું ન બને તે એ સાચો પારસમણી નથી. કાં તે સાચું લોખંડ નથી–અગર તે સાચે સ્પર્શ થયે નથી. તેમ ગુરૂ પાસે જઈએ અને પાપનો પશ્ચાતાપ ન થાય, આત્મનિરીક્ષણ ન થાય તો સમજવું કે આપણે ખરી રીતે ગુરૂ પાસે ગયા નથી. ગયા છતાં તેમને બરાબર સ્પર્શ આત્માએ કર્યો નથી. તેમને બરાબર સમજ્યા નથી..
એક રાજા હતા. તે ધર્મપ્રેમી ખૂબ હતા. તેમને પહેલા કુગુરૂને ભેટે થયે હતો પણ સુગુરૂ મળતાં કુગુરૂ છોડી દીધા. રાજ્ય ઉપરથી મમતા ઉતરી ગઈ ને અનાસકત બની ગયા. રાજયમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહેવા લાગ્યા. જનક રાજા રાજ્યમાં રહેવા છતાં કેટલા અલિપ્ત ભાવે રહેતા હતા એટલે એને જનકવિદેહી કહેવામાં આવે છે. વિરાગી આત્માઓને મન મહેલ પણ પથ્થરને ઢગલે દેખાય. આજે તે પૈસે વધે એટલે એમ થાય કે વાલકેશ્વરમાં, મરીન લાઈન્સમાં ક્યાંક ફલેટ લઉં. એરકંડીશન, ટીવી આદિ તમને ગમતી બધી સામગ્રી વસાવીને માને છે કે હું મહાસુખી છું. મારે કઈ સાધન કે સંપત્તિની કમીના નથી, પણ જ્ઞાની કહે છે.
સૌ સાધન બંધન થયા, રહ્યો ન કેઈ ઉપાય,
સત્ સાધન સમયે નહિ, ત્યાં બંધન શું થાય. જેટલા સાધનો વધ્યા તેટલા બંધને વધ્યા. પણ આજના માનવીને બંધનમાં