________________
શારદા સરિતા
૩૦૩ અહા! આ સંસારમાં વિષયી જીવની પણ કેવી વિચિત્ર સ્થિતિ છે! જીવવાની ઈચ્છા રાખતો ભૂખે જેમ કાલકૂટ ઝેરનું સેવન કરે તેમ વિષયીજન સુખની ઈચછા રાખી વિષયોને સેવે છે. આ કેટલું અજ્ઞાન છે. સુજ્ઞ માણસોએ દુઃખ એ પાપનું ફળ છે અને સુખ છે તે ધર્મનું ફળ છે એમ માની દુઃખને નાશ કરવા માટે ધર્મ આચરો જોઈએ. માનથી ભરેલા આ રાજ્યની મારે જરૂર નથી. જેમ પાતાળ ગમે તેટલી પુરણી કરે તો પણ પૂરતું નથી તેમ આ રાજ્ય ગમે તેટલી આવક થાય તે પણ પૂરતું નથી. આ માટે આડંબર કરી હું યુદ્ધ કરવા જવું છે તે શા માટે? રાજ્યના લોભની વૃદ્ધિને માટે આવી અધમ પ્રવૃત્તિ કરાવનારા રાજ્યથી મારે દૂર રહેવું જોઈએ.
આ પ્રમાણે જેના હૃદયમાં પેલા દેખાવથી વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ છે એવા સિંહરાજાએ પિતાના મંત્રીઓને ભેગા કરીને કહ્યું હવે મારે સંસાર છોડીને સંયમી બનવું છે, તે મારા પુત્રને રાજ્ય સેંપીને દીક્ષા લઉં. ત્યારે મંત્રીઓ કહે છે આપના યુવરાજ આનંદકુમાર રાજ્યને લાયક નથી. એનામાં રાજ્યને ચગ્ય ગુણ નથી. માટે આપ થડે સમય રોકાઈને દીક્ષા લેજે. રાજા કહે છે અત્યારે કુમારના માથે ભાર નથી પણ રાજ્યકાર્યને ભાર એના માથે પડશે ત્યારે બધું કાર્ય સારી રીતે કરશે. રાજા જોષીઓને તેડાવી સારો દિવસ જેવરાવી તે દિવસથી પાંચમા શુભ દિવસે આનંદકુમાર રાજ્યાભિષેક કરવા માટેની પુલ તૈયારી કરાવી રહ્યા છે પણ આનંદને પૂર્વકર્મના કારણે રાજા સારું કરે છતાં તેમના પ્રત્યે દ્વેષબુદ્ધિ રહે છે. દેવબુદ્ધિના કારણે પુત્ર પિતાનું કેટલું અહિત કરશે ને શું બનશે તે ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૯ શ્રાવણ વદ ૪ ને શુક્રવાર
તા. ૧૭-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન!
ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. જમાલિકુમારનો અધિકાર ચાલે છે. જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળી અંતરમાં ઉતારી એટલે એને સ્વઘરની પિછાણ થઈ. જેને એ નિર્ણય થઈ જાય કે સ્વમાં જે સુખ-શાંતિ અને આનંદ છે તે પરમાં નથી તે હવે પરઘરમાં શું રાચવું? મેતીને ચાર મળે તે કાંકરામાં કશું મોટું નાખે? અમૃતતું પાન કર્યા પછી વિષનું પાન કેણ કરે?