________________
૨૯૬
શારા સરિતા
અંતરાત્મા છે અને જે આસક્ત રહે છે તે બહિરાત્મા છે.
આ રાગના રોગથી આખું જગત રિબાઈ રહ્યું છે. રાગ કરો તે પ્રશસ્ત રાગ કરે. સંસારનો રાગ અધોગતિમાં લઈ જશે. દેવ-ગુરૂ અને ધર્મને રાગ ઉરચ ગતિમાં લઈ જશે. રાગ આસકિત રૂપ છે, કેષ અપ્રીતિ રૂપ છે, અને મેહ અજ્ઞાન રૂપ છે. દ્વેષ આપણને બાહ્યદષ્ટિથી ભયંકર લાગે છે પણ આંતરિક દૃષ્ટિએ જોઈએ તે રાગ ભયંકર છે. દેવ થેલીવાર ભભૂકે પણ પછી હેઠો બેસી જાય છે. પણ રાગ તો ઉંદર જે છે. ઉંદર ફૂંકતો જાય ને કરડતો જાય ત્યારે ખબર ન પડે. પણ એની વેદના થાય ત્યારે ખબર પડે છે ને? લાંબા સમય સુધી કે એનાથી પીડાય છે. એમ રાગના ફાંસામાં કંઈક મહાન ગીપુરૂષે ફસાઈ ગયા છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ થાનાવસ્થામાં હતા ત્યારે લોકો વાત કરતાં કરતાં ચાલ્યા જાય છે કે જેયું રાજ્ય ઉપર દુશ્મન ચઢી આવ્યો છે. નાના દીકરાને મૂકી બાપ સાધુ થઈ ગયે. નાના બાળકનું શું ગજું? દુશ્મન રાજ્ય લઈ લેશે. આ ધ્યાન અવસ્થામાં મુનિએ સાંભળ્યું. શું મારા દીકરાનું રાજ્ય દુશ્મન લઈ લેશે? શું લઈ લે ? હું બેઠો છું ને? એમ કરીને મનથી યુદ્ધ કરતાં સાતમી નરકે જવાના કર્મોના દળીયા ભેગા કરી નાંખ્યા. આ કોણે કરાવ્યું? રાગેને? રામચંદ્ર જેવા ચરમશરીરી: જીવને પણ રાત્રે રડાવ્યા છે. જ્યારે લક્ષ્મણજીનું મૃત્યુ થયું ને બધા કહેવા લાગ્યા કે લક્ષ્મણજી મરણ પામ્યા છે ત્યારે રામ કહે શું મારે ભાઈ મરતું હશે? તમે બધા આ શું બોલો છો? લક્ષમણજી પ્રત્યેના અત્યંત રાગના કારણે એના મૃતકલેવરને ઉંચકીને છ છ મહિના સુધી પૃથ્વી પર ભમ્યા. કોઈ કહે રામ! તમે આ શું કરો છે? લક્ષ્મણજી તો મરણ પામ્યા છે. ત્યારે રામને આ શબ્દો સાંભળવા ગમતા ન હતાં. એને રામ મારવા દોડતાં. એ તે એમ સમજતા હતા કે મારે ભાઈ મારાથી રીસાઈ ગયું છે. ગમે તેમ કરીને હું તેને મનાવીશ. છ છ મહિના સુધી રામને લક્ષમણ પ્રત્યેને રાગ ઓછો ન થયે ત્યારે દેવોએ પૃથ્વી ઉપર આવીને એવી રચના કરી કે કઈ માણસ ઘાણીમાં કાંકરા પીલી રહ્યો છે. ત્યાંથી રામ નીકળે છે ને પેલાને કહે છે ભાઈ તું આ શું કરે છે? કાંકરા પીલે કંઈ તેલ મળવાનું છે? બળદને નકામું કેટલું કષ્ટ આપે છે? ત્યારે તેલી કહે છે અમે તે ગાંડા છીએ તે કાંકરા પીલીએ છીએ પણ તમે આ શું કરો છો? મડદામાં કદી જીવ આવવાને છે? રામ તરત ત્યાંથી રવાના થઈ ગયા. થોડે આગળ ગયા ત્યાં કોઈ ખેડૂત પથ્થર ઉપર હળ ચલાવતો હતો. તેને જોઈને કહે છે અરે! મૂર્ખના સરદાર! પથ્થર ઉપર કંઈ ખેતી થતી હશે? ત્યારે તે કહે છે હું ભલે મૂર્બો રહ્યો પણ તું મુડદાને લઈને ફરે છે તે કદી જીવતું થશે? એટલે ત્યાંથી પણ ચાલતા થઈ ગયા. આગળ ચાલ્યા તે એક માણસ ગેરસીમાં પાણી લઈને વલોવત હતું. આ જોઈને રામ કહે છે ભાઈ ! તું આ