________________
૨૨
શારદા સરિતા
જાઉં છું. કુંભાર કહે શેઠ! હજુ મારે દીરે આવ્યા નથી. ત્યારે શેઠ કહે છે મારા ઘરના માણસે બધા ખૂબ પ્રેમી છે. તે આટલું ચાલીને ગયે તેથી બે ચાર દિવસ રોકાશે માટે હું જાઉં છું. આ તરફે પેલો છોકરે જમાઈ બન્યું છે. શેઠની દુકાને બેઠો છે. તે સમયે એક ગરીબ યુગલ રતું કકળતું ત્યાં આવે છે ને કહે છે શેઠ! આપ પૂર્વના પુણ્યથી સુખી છે. તો અમને કંઈક આપો. તમને ભગવાન ઘણું આપશે. એમના રૂદનથી છોકરાનું હૃદય પીગળી ગયું. પૂછ્યું કે તમારે શું દુઃખ છે? ત્યારે કહે છે આ વર્ષે અમારા દેશમાં દુકાળ પડ્યો છે. અનાજ પાકયું નથી. પાસે રાતી પાઈ નથી ને ખાવા અનાજ નથી. આ સ્થિતિમાં વેવાઈ કહે છે આ વર્ષે જ લગ્ન કરવા છે. દીકરી પરણાવવી છે પણ પાસે પિસા નથી. ઝેરના કટોરા પીવાનો વખત આવ્યો છે. આ નવા જમાઈને ખૂબ દયા આવી. પણ પોતાની પાસે પૈસા નથી. કન્યાદાન વખતે વીંટી મળી હતી તે આપી દીધી. પેલા ગરીબ તે એને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા.
આ બનાવ મુનિમજી ન સહન કરી શક્યા તેથી શેઠ આવ્યા કે તરત સામે જઈને સમાચાર આપ્યા કે આપના જમાઈ તે ખૂબ દાનેશ્વરી લાગે છે. એક ગરીબને સવા લાખની વીંટી આપી દીધી. આ રીતે કરશે તે તમારા ભંડાર ખાલી થઈ જશે. શેઠ વિચારમાં પડી ગયા કે જમાઈ શું ને વાત શી? મેં કયાં દીકરી પરણાવી છે કે તે જમાઈ આવે. મુનિમ કહે અરે શેઠ! તમારી દીકરી તો પરણી ગઈ. શેઠ તે કેધથી ધમધમતા ઘેર ગયા. તે પિલાને ગાદીએ બેઠેલા જોયા. એનું તે બ્લડપ્રેસર વધી ગયું ને હાર્ટ ફેલ થઈ જાય તેવી સ્થિતિ થઈ. (હસાહસ). શેઠ એની પાસે જઈને કહે છે કેમ ! મેં તને ચિઠ્ઠી દેવા મેક હતું કે ગાદી તકીયે બેસવા છેકરે કહે શેઠ! બીજું હું કંઈ જાણતું નથી. પણ તમારી ચિઠ્ઠી લઈને શેઠાણને આપી. તેમણે વાંચીને તમારી દીકરી પરણાવી. બાકી હું કંઈ જાણતો નથી. તમે શું મારું ધન ઉડાવવા માંડયું? ત્યારે કહે છે મારા સાસુએ મને સવા લાખની વીંટી ભેટ આપી હતી તે મેં એક ગરીબને દાનમાં આપી દીધી. ત્યારે શેઠ ધમપછાડા કરતા કહે છે દાનેશ્વરીના દીકરા ! ઉતર હેઠે. આ જિંદગીભર તારા માટે કાળી મજુરી કરી છે? એલફેલ શબ્દો બોલી જમાઈનું ખૂબ અપમાન કર્યું. કસાઈ જેવી કુર વૃત્તિવાળા શેઠ બોલ્યા. તલવાર લઈને એક ઝાટકે બે ટુકડા કરી નાંખ્યું. ત્યાં શેઠાણુ શેઠના પગમાં પડીને કહે છે આપણે એની સાથે દીકરી પરણાવી છે. હવે એને મારી નાંખે તે દીકરી વિધવા થાય. માટે શાંતિ રાખે. શેઠ કહે છે તમને દીકરી પરણાવવાનું કોણે કહ્યું હતું ? શેઠાણું કહે છે સ્વામીનાથ! તમે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે કોઈને પૂછશે નહિ ને મારી રાહ જોશે નહિ ને આવનારને વિષા આપી દેજે. જુઓ, આ તમારી ચિકી, શેઠે વાંચ્યું તો વિષા લખ્યું છે. શેઠ કહે છે મેં તો એને વિષ દઈ દેવાનું લખ્યું હતું. ભૂલમાં વિષા લખાઈ ગયું હશે. બધું બફાઈ ગયું. ખેર, જે થયું તે