________________
૨૮૨
શારદા સરિતા
કે આ ચીંથરેહાલ દશામાં કાણુ છે ? પણ જાહલની ચિઠ્ઠી વાંચી સ ંસતીયાને એળખી ગયા. જેમ જેમ ચિઠ્ઠી વાંચતા ગયા તેમ તેમ તેને ખાલપણુની સ્મૃતિ તાજી થતી ગઇ. આંખમાંથી દડદડ આંસુ સરી પડયા. અહા ! હું કેવા નિષ્ઠુર ! આવા દુઃખના સમયમાં મહેનને ભૂલી ગયા ? એને યાદ ન કરી ત્યારે એની આ દશા થઇને ? જ્યાં મારી મહેનનું ચારિત્ર લૂંટાવાની અણી ઉપર હાય ત્યાં મારાથી કેમ બેસી રહેવાય ? આ સમયે રા'નવઘણના લગ્નને ફકત ચાર દિવસ ખાકી હતા. પણ જો લગ્ન કરવા રહે તે સિંધમાં પહાંચતાં માડુ થાય અને જાહલનું મુખ જોવા ન મળે. એટલે લગ્નને પડતાં મૂકી બહેનની વ્હારે જવા તૈયાર થયા. સારઠ દેશમાં હાકલ કરી.
જાહલે એના ભાઈને રાખડી બાંધી હતી અને વીરપસલી લેવાની ખાકી રાખી હતી તે અત્યારે કામ આવી ગઇ. રા'નવઘણ તેનુ રક્ષણ કરવા માટે તૈયાર થઇ ગયા. લશ્કર લઇને સિંધ દેશમાં આવી પહેાંચ્યા ને હમીર સુમરાને હરાવી બહેન જાહલને દુ:ખમાંથી મુકત કરી. હમીર સુમરાએ પરસ્ત્રી પ્રત્યે કુદૃષ્ટિ કરી. એને ભેાગવી ન હતી. છતાં કેમાં પૂરાઇ ગયા. એનુ જીવન ફૅના થઈ ગયું. રાજ્ય હારી ગયેા. કામી પુરૂષાની કેવી દશા થાય છે ! જાહલ અને નવઘણુ અને ભાઈબહેન ભેટી પડયા. આ હતા ભાઈ બહેનના પ્રેમ. વખત આવે કેવુ રક્ષણ કર્યું. તમે પણ તમારી બહેન દુઃખમાં હાય ત્યારે આવી રીતે રક્ષણ કરો તેા સાચી રક્ષાબંધન કહેવાય. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૩૭
સ્વાતંત્ર્ય દિન – પંદરમી ઓગસ્ટ
શ્રાવણ વદ ૨ ને બુધવાર
સુજ્ઞ બંધુઓ, માતાઓ અને બહેન !
અનંતકરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાને જન્મ-જરા ને મરણુના દુઃખાથી ઘેરાયેલા જોઈ સાચું સુખ કેમ પ્રાપ્ત કરે એ લક્ષથી આગમની પ્રરૂપણા કરી. આગમ એટલે અરિસા આત્મા ઉપર અનાદિકાળથી કામ-માહ-દ્વેષ ને કષાયરૂપી ડાઘ પડયા છે તેને દૂર કરવા માટે આગમરૂપી અસિાની જરૂર છે. વર્ષો સુધી સાધના કરા પણ જ્યાં સુધી કષાયવૃક્ષના મૂળીયાં નાબૂદ નહિ થાય ત્યાં સુધી ભવના અંત નહિ આવે. કષાય એટલે શું...? કષ + આય. કષાય દ્વારા સ ંસાર વધે છે. ભગવાન કહે છે
જીવ! તુ કષાયની જવાળા ભભૂકવાના સમય આવે ત્યારે તુ સાવધાન અન. જેટલે
તા. ૧૫-૮-૭૩