________________
૨૭૦.
શારદા સરિતા
બેટા! તું મને હૈયાના હાર જે વહાલે છે. તારા જેવા ગુણીયલ પુત્રને જાતે જ મૃત્યુના મુખમાં હડસેલવાને સમય આવ્યું છે. આપણું સર્વસ્વ જતું કરીને રાજાનું રક્ષણ કરવું તે આપણી ફરજ છે. અત્યારે બીજો કેઈ ઉપાય નથી. તારા બાપે તે રાજાનું રક્ષણ કરવા માટે એમની જાતને ખુવાર કરી નાંખી. હવે દુઃખ સહન થતું નથી અને પોતે જે ચાલ્યા જાય તે આ નવઘણનું શું થાય? એવા વિચારથી તેમણે આ પત્ર લખે છે. ત્યારે ઉગે કહે છે મા તું શા માટે બહુ ગભરાય છે? જે મારી વાત સાંભળ.
રા” ને રાખણહાર, જગમાં જશ બહુ વધશે.
ધીરજ મનમાં ધાર, ઉગે તુજ કુખે ઉપન્ય માતાનું વાત્સલ્ય છે ને હૈયાનું હેત છે. પુત્ર પણ કેવો ડ હ્યો છે. માતાપિતાએ નવઘણનું રક્ષણ કર્યું પણ પોતે હર્ષથી મરવા તૈયાર થયો. પુત્રના બોલ સાંભળી માતાની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ઉગો કહે છે માતા! તું કેટલી ધીરજવાન છે. કર્તવ્યનું પાલન કરવું એ આપણી ફરજ છે. તેમાં તારી આંખમાં આંસુ શા માટે આવ્યા? રા'નવઘણ મોટો થશે તો રાજ્ય મેળવશે ને હિંદુ ધર્મનું રક્ષણ કરશે, હજારેને આશ્રય આપશે અને હું શું કરી શકવાને છું? એક રાજબીજનું રક્ષણ કરતાં તારા મુખ પર આનંદ હોવો જોઈએ. આ હું તો એકજ છું પણ રાજાનું રક્ષણ કરવા માટે મારા જેવા હજારે ઉગાને ભેગ આપવો પડે તો આપ જોઈએ. રાજા માટે મરી ફીટવું પડે તેમાં શી નવાઈ છે !
- પુત્રની વાત સાંભળી માતાની છાતી ગજગજ ઉછળવા લાગી. ધન્ય છે બેટા! આજે તારા જેવા પુત્રને પામી હું કૃતાર્થ બની ગઈ. જા, બેટા! તારા લોહીથી દુશ્મનોના પાયા મૂળમાંથી ઉખાડી નાંખ. એમ કહી નવઘણના કપડા ઉગાને પહેરાવી હસતે મુખડે સૂબાના માણસોની સાથે મેક. હસતા મુખે પુત્રને સોંપ્યો એટલે સૂબાના માણસોને પણ વિશ્વાસ બેઠે કે જે તેને દીકરે હોય તો આમ હસતા મુખે ન મેકલે. ગમે તેમ તેય માતાનું લેહી છે. આંખમાં આંસુ આવ્યા વિના ન રહે. આ તો પારકે દીકરે છે એટલે આપી દીધું. છોકરો પણ એ ડાહ્યો ને ચતુર હતો એટલે રરતામાં રડતો રડતે બોલવા લાગે.
જે મારી સગી માતા હોય તો મને આમ કરવા મોકલત? પારકા કદી પિતાના થાય? એટલે માણસેને પાકે વિશ્વાસ બેસી ગયે કે આ દેવાયતને પુત્ર નથી પણ નવઘણ છે એ વાત નકકી.
આ તરફ બાદશાહના માણસોની સાથે ચિઠ્ઠી લખીને મેકલી પણ દેવાયતના મનમાં ચિંતા હતી કે મારી પત્ની કદાચ પુત્રના મેહમાં પડીને રા'નવઘણને મોકલશે તે મારી બધી મહેનત પાણીમાં જશે. પણ મને શ્રદ્ધા છે કે પૂર્વને સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ મારી પત્ની એવું કરે જ નહિ. શે'નવઘણને એકલે જ નહિ. તમને તમારી પત્ની ઉપર