________________
૨૬૮
શારદા સરિતા
રા'નવઘણ જુનાગઢના રાજા મહિપાળનો પુત્ર હતા. એક વખત દિલહીને બાદશાહ અનંગપાળ જુનાગઢ ઉપર ચઢી આવ્યું. મહિપાળ રાજા તેની સાથે ખૂબ બહાદુરીથી લયા પણ થોડા સમયમાં તેનું સૈન્ય ખપી જવાથી જીતવાની આશા ન રહી એટલે તેને પિતાને વ્હાલસોયો બાળક એક વફાદાર દાસીને સોંપી કેસરીયા કરીને મૃત્યુને ભેટયા. ચતુર દાસીએ વિચાર કર્યો કે આ નવઘણ જીવતો હશે તે માટે થતાં બાપનું રાજય પાછું મેળવશે. જે આ છોકરાનું રક્ષણ નહિ થાય તો આ રાજ્ય મુસ્લીમ બની જશે. હિંદુઓને મૂળમાંથી ઉચ્છેદ થઈ જશે એમ વિચારી ભવિષ્યની મોટી આશાએ રાજ્યનું બીજ જીવતું રાખવા તે ચતુરદાસી છ મહિનાના રાનવઘણને લઈને લપાતી છૂપાતી ત્યાંથી નાસી છૂટી અને ગીરની વિષમ ઝાડીમાં ચાલતી બેડીદાર ગામમાં દેવાયત નામના આહિરને ઘેર આવી. એ દેવાયત આહિર ગામનો મુખી હતો. એને ખાનગીમાં બધી વાત કરી નવઘણને તેના ઘેર સે. પુણ્યવંતને ઉછેરનાર કેઈ ને કઈ મળી જાય છે. આ રીતે કૃષ્ણના જીવનને પણ પ્રસંગ છે.
જીવયશાએ ખૂબ અભિમાને ચઢી સંતની મશ્કરી કરી ત્યારે તે તેને કહ્યું કે જીવ શા! એ અભિમાન કર. તું જેનું માથું ઓળી રહી છે તેને સાતમે ગર્ભ તારા કુળનો ઉછેર કરશે. આ વચન કંસે યાદ રાખ્યું અને દેવકીના લગ્ન સમયે જુગાર રમીને વસુદેવને બાંધી લીધા કે મારી બહેનની જેટલી સૂવાવડ થાય તેટલી મારે ત્યાં કરવાની. એ રીતે દેવકીની બધી સૂવાવડો કંસને ત્યાં કરવામાં આવી. છેલે સાતમી સૂવાવડ આવી અને કૃષ્ણનો જન્મ થતાં ચોકીદારે ઉંધી ગયા. વસુદેવની બેડી તૂટી ગઈ અને કૃષ્ણને ટેપલામાં નાંખીને ગોકુળમાં નંદરાજા જે આહિર હતો અને તેની પત્ની યશેલા દેવકીની બાલ સખી હતી ત્યાં મૂકી આવ્યા અને યશોદાએ પ્રેમથી પોતાના પુત્રની જેમ ઉછેર્યો.
અહીં દાસીએ રાનવઘણ છ મહિનાના પુલ જેવા બાળક છે તેને દેવાયતને ત્યાં સેં ને તેને સાચવવાની ખૂબ ભલામણ કરી. આ દેવાયત આહિરને જાહલ નામની છ મહિનાની દીકરી હતી ને ઉગા નામનો પુત્ર હતા. જાહલ અને નવઘણ બંને સરખા હતા. જાહલની માતા પિતાની દીકરીને દૂધપાન કરતી છેડાવીને રાનવઘણને દૂધપાન કરાવતી.. એ સમજતી હતી કે આ રાજનું બીજ છે. એના ઉપર આશાના મિનારા છે. એ માટે થશે તે લાખોને રક્ષણહાર થશે. એટલે જાહલને બીજું દૂધ પાતી. બાળપણથી નવઘણના કપાળમાં રાજ્યનું તેજ ઝળહળતું હતું. ગામડાના ભરવાડી વેશમાં પણ દેખાઈ આવતે કે આ રાજકુમાર છે.
દેવાયતની કસેટી- એક વખત દેવાયતને તેમના ભાઈ સાથે કઈ વાતમાં જરા તકરાર થઈ. દેવાયતના મનમાં કંઈ ન હતું. પણ એના ભાઈએ મનમાં વિરની ગાંઠ બાંધી કે ગમે ત્યારે પણ એનું વૈર લઈને જપીશ. એક માતાના બે જાયા છે છતાં