________________
શારદા સરિતા
૨૪૯
હું શું કરું? ગમે તેમ કરીને ગર્ભનો નાશ કરી નાંખ્યું. ઘણા ઉપાયે કર્યા પણ નષ્ટ થતો નથી. એના બધા ઉપાયે વ્યર્થ ગયા. રાણુ ખૂબ મૂંઝાઈ એટલે હવે એની માધવી નામની દાસીને કહે છેઃ
રહ્યા હુવા યહ છવ પેટમેં રખે બાપસે વિર,
જન્મ બાદ તે નિશ્ચય હૈ કીર, નહીં કરેગા ખેર, દાસી માધવીસે ઇસ કારણ, સલાહ મિલાઈ ફેર હે... શ્રોતા તુમ
કુસુમાવલિ રાણી એની માધવી નામની અંગત દાસીને કહે છે હે દાસી! તું મારી ખાસ દાસી છે એટલે તને હું આ વાત કરું છું. મારા પેટમાં જે જીવ છે તે નકકી એના બાપને મારી નાખશે. એને રાજા સાથે વૈર હેય તેવું લાગે છે. મેં એને નાશ કરવા ઘણું ઘણું ઉપાય કર્યા પણ એ દુષ્ટ પાપી જીવનો નાશ થતું નથી. મને અંદર ર રહ્યા એવી પ્રેરણ કરે છે કે તું સિંહ રાજાને મારી નાખ. બંધુઓ! અહીં એક વાત આપણે ખાસ વિચારવા જેવી છે. ગુણસેન રાજાએ નાનપણમાં એની હાંસી-મજાક ઉડાવી હતી, તેને સતાવ્યો હતો પણ પછી તે એના પ્રત્યે પૂજ્યભાવ હતે. પણ એવા સગે ઉપસ્થિત થતાં પારણું ન કરાવી શકે એનો એને પારાવાર પશ્ચાતાપ હતો છતાં
અગ્નિશમને ક્રોધ આવે ને પૂર્વનું વૈર યાદ કરીને એને ભભવ મારનાર થાઉં એવું નિયાણ કર્યું. પહેલા ભવમાં વિદ્યુતકુમાર બનીને વૈર લીધું. હવે આ ભવમાં ગુણસેન રાજાને જીવ સિંહ રાજા તરીકે ઉત્પન્ન થયે છે અને અગ્નિશર્માને જીવ રાણું કુસુમાવલીના ગર્ભમાં ઉત્પન્ન થયેલ છે. અજાણપણે કરેલી ભૂલનું ફળ કેવું ભેગવવું પડે તે વિચાર કરો. જે જાણીપીછીને ભૂલ કરે છે તો તેને તે કેવા ફળ ભેગવવા પડશે, માટે પાપ કરતી વખતે ક્ષણેક્ષણે ખૂબ ખ્યાલ રાખે.
રાણી ખુબ અફસેસ કરે છે, રડે છે, ઝૂરે છે કે અરેરે હું આવા કુળનો નાશ કરનાર પુત્રની માતા બનીશ! દાસીને કહે છે આ ગર્ભને નાશ કેવી રીતે કરે? ત્યારે દાસી કહે છે આપ ચિંતા ન કરે. આમ તો ગમે તેટલા ઉપાયો કરવા છતાં એને નાશ નહિ થાય પણ આપણે એમ કરીશું કે પુત્ર હોય કે પુત્રી હોય, જેવો જન્મ થાય તેવો હું જંગલમાં મૂકી આવીશ. વાઘ-વરૂ એને ફાડી ખાશે. પછી આપણને શું ચિંતા! આ સાંભળી રાણીને કંઈક સંતોષ થયો. રાણું કહે છે માધવી! પ્રસૂતિ સમયે તું હાજર રહેજે. અને તારી ને મારા સિવાય કેઈ ત્રીજું માણસ આ વાત ન જાણે. સમય જતાં રાણીને પ્રસૂતિનો સમય થયો. રાણીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર ખૂબ સ્વરૂપવાન છે. પૂર્વે એણે ખૂબ તપ કર્યા છે એટલે રૂપ તે મળ્યું પણ નિયાણું ખરાબ બાંધ્યું છે. ગર્ભમાંથી દુષ્ટ ભાવનાઓ સેવી છે એટલે માતાને એના પ્રત્યે જરા પ્રેમ ન આવ્યું. તરત પુત્રને દાસીને આપી દીધે. એને કપડે વીંટીને કઈ ન જાણે તે રીતે માધવી નામની દાસી જંગલમાં