________________
શારદા સરિતા
૨૪૫
પુત્ર કહે છે પિતાજી! આપ ચિંતા ન કરે. સમય આવ્યે આપોઆપ એ જોઈ શકશે. અમને ખાત્રી છે કે અમે એમાં પાર ઉતરીશું. તેમાં એક દિવસ એવું બન્યું કે મધરાત્રે બ્રાહ્મણના મકાનનું દ્વાર કેઈએ ખખડાવ્યું અને કેઈ બાઈ કરૂણ સ્વરે રૂદન કરતી હોય તે અવાજ સંભળાય. મોટા પુત્ર જાગતું હતું તેને થયું અત્યારે બારણું કણ ખખડાવતું હશે? અને આ કેણ રડી રહ્યું છે? લાવ જેઉં એમ કરી દ્વાર ખોલ્યું તે એક સૈર્યવાન યુવાન કયા બારણમાં ઢગલો થઈને પડી છે. મોઢામાંથી ફીણ નીકળે છે. આવી હાલતમાં પડેલી યુવાન છોકરીને જોઈ બ્રાહ્મણના પુત્રને થયું કે આ કઈ દુઃખીયારી બાઈ છે. માનવમાત્રની ફરજ છે કે શરણે આવેલાને સહાય કરવી. મેઘરથ રાજાએ પારેવાને શરણું આપ્યું હતું. એક પારેવાને ખાતર પિતાના પ્રાણની પરવા કરી ન હતી. તેના પ્રભાવે તે શાંતિનાથ ભગવાન બન્યા તે મારે આ બેનનું રક્ષણ કરવાનો સમય આવ્યે છે શા માટે જવા દઉં?
બ્રાહ્મણપુત્રે પેલી છોકરીને ઉંચકીને તેને રૂમમાં સૂવાડી પાણી છાંટયું, પવન નાંખે તેથી તે ભાનમાં આવે છે ત્યારે કહે છે બહેન! તું ગભરાશ નહિ. પણ તને એક વાત પૂછું છું કે તું આવી યુવાન અને અપ્સરા જેવી સ્વરૂપવાન છે. આ મધ્યરાત્રીના સમયે કદી એકલી બહાર નીકળે નહિ ને તું કેમ એકલી નીકળી છું અને આટલી બધી ગભરાયેલી અને આકુળ-વ્યાકુળ કેમ દેખાય છે? ત્યારે છોકરી ખૂબ રડે છે ને પછી કહે છે મારા દુઃખની શું વાત કરૂં? અહીંથી થોડે દૂર સામેના ગામમાં વસતા એક બ્રાહ્મણની પુત્રી છું. મારા પિતાને સારી એવી જમીન હતી. પણ અમારા ગામને મામલતદાર ખૂબ શેષણનીતિવાળો છે. ધીમે ધીમે કરીને મારા બાપની બધી જમીન પડાવી લીધી અને અમારું ઘર તદન ખાલી કરી નાખ્યું. મારી માતા તે મને નાની મૂકીને મરી ગઈ છે. જાગીરદારે મારા બાપને માથે કરજ ચઢાવ્યું અને કરજ પેટે મને લઈ જવાની માંગણી કરી છે. ખૂબ ધમકી આપી છે. મારા પિતાજી ખુબ રડવા લાગ્યા. દુખિત દિલે પિતાએ મને વાત કરી. મેં કહ્યું પિતાજી આપ રડશે નહિ. મારા ચારિત્રનું રક્ષણ કરવું તે મારા હાથની વાત છે. મારા ચરિત્રને કદી આંચ આવવા નહિ દઉં. વખત આવશે તો મારી જીભ કરડીને મરી જઈશ. પણ મારૂં શીયળ લૂંટાવા નહિ દઉં. એ આજે રાત્રે મને લેવા આવવાનું હતું. મને ખબર પડી એટલે હું અંધારું થતાં ગામ છોડીને ભાગી છૂટી છું અને અહીં આપના આશ્રયે આવી છે. અહીં આવીને ખૂબ થાકી ગઈ તેથી મેં તમારું બારણું ખખડાવ્યું અને જમીન પર ઢળી પડી.
બ્રાહ્મણ પુત્ર કહે છે બહેન! તું બિલકુલ ગભરાઈશ નહિ. તારી સંપૂર્ણ જવાબદારી અમે સંભાળી લઈશું. તારા ચારિત્રનું રક્ષણ કરીશું. તારે વાળ વાંકે નહિ થવા દઈએ. આમ કહી આશ્વાસન આપ્યું ત્યારે બ્રાહ્મણની પુત્રી કહે છે તમે મને