SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૩૫ વ્યાખ્યાન . ૩૨ શ્રાવણ સુદ ૧૨ ને શુક્રવાર તા. ૧૦-૮-૭૩ મહા કરૂણાવંત ભગવતે જગતના જીવોના કલ્યાણને અર્થે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ભગવતી સૂત્રમાં જમાવિકુમારને અધિકાર ચાલે છે. એને રાજસુખ શૂળ જેવા લાગ્યા. ભગવંતે કહ્યું છે કે સંસારના સુખે કેવા છે ! खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा। संसार मोक्खस्स विपक्खभूया, खाणीअणत्थाणउ कामभोगा ॥ ઉત્ત. સૂ. અ. ૧૪, ગાથા ૧૩ સંસારના અલ્પસુખની પાછળ કેટલું દુઃખ છે ! કઈ દિવસ વિચાર કરે છે કે પાછળથી આનું પરિણામ શું આવશે? ભગવાન કહે છે કે જીવાત્માઓ! વિષયસુખ ભોગવતાં પહેલાં કદી વિચાર કર્યો છે કે આનું પરિણામ કેવું વિષમ આવશે? અઢાર પાપસ્થાનકમાં રપ રહું છું તેના કડવા ફળ મારે કેવા ભોગવવા પડશે ! દરેક કાર્ય કરતાં જીવને વિચાર કે જોઈએ કે હું પાગલ બનીને પાપમય સંસારના સુખમાં રપ રહું છું, પણ જ્યારે એને કરૂણ અંજામ આવશે ને કર્મો ભોગવવા પડશે ત્યારે મારું શું થશે ? અહા હા...અલ્પસુખની પાછળ મહાન દુઃખોની હારમાળા સર્જાયેલી છે. માટે જે આત્માઓ આ સંસાર છોડીને સંયમી બની ગયા છે તેને હજારે વખત ધન્યવાદ છે. મારા કેટીકેટી વંદન છે. હું મારા ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી પુરૂષાર્થ કરવા છતાં સંયમ લઈ શકતા નથી પણ છેડયા વિના સંસારથી છૂટકાર નથી. અઢાર પાપસ્થાનક મને દૂર્ગતીમાં લઈ જનાર છે. એને છોડવા જેવા છે. સંસારમાં રહેવા છતાં ક્ષણે ક્ષણે જેને પાપને ભય લાગે છે તે વૈરાગી છે. નમિરાજર્ષિ સંસાર છોડતાં પહેલા ઋષિ કેમ કહેવાયા? તેનું કારણ એ છે કે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહેતા હતાં. એમને સંસારની મમતા ન હતી. - જે જીવોને સંસારની મમતા હોય છે તે કઈ વખત ઉતરે છે પણ મમતા કરતાં મમતું ખરાબ છે. મમત્વ એટલે કદાગ્રહ. પોતે પકડેલું ખોટું હોવા છતાં, જાણવા છતાં મૂકે નહિ. પત્ની, ધન, પુત્ર, ઘરબાર આ બધાને ત્યાગ કરે સહેલ છે પણ પકડાઈ ગયેલા મમત્વનો ત્યાગ કરે મુશ્કેલ છે. અહીં જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળતા મમતાના બંધને ક્ષણવારમાં તોડી નાંખ્યા. પણ આજ અધિકારમાં જમાલિકુમાર સાધુ બન્યા પછી છેલ્લે તેમના જીવનને ઈતિહાસ આવશે. જે જે મમત્વ તેમના જીવનમાં કેટલું નુકશાન કરશે તે આગળ આવશે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy