________________
૨૩૦ :
શારદા સરિતા દઈ ચાલ્યા ગયે. બાળકના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળીને તે દોડતી આવી. છોકરાના શરીરમાં હળાહળ ઝેર વ્યાપી ગયું ને પ્રાણ ઉડી ગયા. બાઈએ પુલ ફગાવી દીધા પુલ સમા પિતાના કોમળ બાલુડાને પંપાળવા લાગી છાતી સાથે ચાંપવા લાગી. બેટા! એક વખત બોલ. તું કેમ મારા સામું જોતું નથી? પોક મૂકીને રડવા લાગી.
માતાને દીકરા પ્રત્યે કેટલી મમતા હોય છે પણ દીકરે મોટે થતાં માતાના હેત વીસરી જાય છે. માતા ભીનામાં સૂઈ દીકરાને કેરામાં સૂવાડે છે. પિતે ભૂખ વેઠી બાળકને ખવડાવે છે. પિતે ફાટયાતૂટ્યા કપડા પહેરી પુત્રને સારા કપડા પહેરાવે છે. દિીકરા ઉપર માતાની આશાના મિનારા હોય છે. આ માતાના લાડીલાને જીવનદીપક બુઝાઈ ગયો હતો. એની આશાના મિનાર તૂટી ગયા હતા. એને ખૂબ આઘાત લાગે. દીકરાની અત્યંત મમતાને કારણે પાગલ બની ગઈ. દીકરાના મૃત કલેવરને ઉંચકીને મંત્રવાદીઓ પાસે જઈને બોલવા લાગી. હે મંત્રવાદીઓ! જે તમારા મંત્રને પ્રભાવ હોય તે મારા વ્હાલસોયાને સાજો કરે. દેવ દેવીઓની માન્યતા માની. વૈદ ને ડોકટરે પાસે જઈને કહેવા લાગી. હે દે! જે તમે સાચા વૈદે ને ડોકટર હે તે મારા દીકરાનું ઝેર ઉતારી બોલતો ચાલતો કરી આપે. જ્યોતિષીઓ પાસે જઈને કહેવા લાગી છે
તિષીઓ ! તમારું જ્ઞાન સાચું હોય તે જોઈ દે કે મારા દીકરાના ગ્રહ કેવા ચાલે છે? એ કેમ બોલતો કે હાલ ચાલતો નથી. પણ કઈ કંઈ જવાબ આપતું નથી. ચાર ચાર દિવસના વહાણ વાયા. મૃત કલેવરમાંથી દુર્ગધ છૂટવા લાગી. પણ માતાની મમતા કેવી છે! એને દૂર્ગધ પણ નથી આવતી. બાળકને ઉંચકીને ગલીએ ને ચૌટે ચૌટે ફરવા લાગી. લેકે એને કહેવા લાગ્યા. ગૌમતી ! તારે દીકરે મરી ગયું છે. એની નસેનસમાં ઝેર પ્રસરી ગયું છે. ત્યારે આ એને ગમતું નહિ ને કહેતી કે મારે દીકરે મરી ગયે નથી. એ તે જીવતો છે. તમારો દીકરો મરી ગયે હશે. ગંધાતું કલેવર લઈને ફરે છે. એટલે લોકે એના ઉપર ખૂબ ગુસ્સો કરતા હતા. ખીજવતા હતા. લોકોના ત્રાસથી એ ગૌમતી કંટાળી નિરાશ થઈને જંગલમાં ચાલી ગઈ.
ઘણુ માણસે બોલતાં બોલતા જંગલમાં જઈ રહ્યા છે કે ચંપાનગરીના મેદાનમાં એક મહાત્મા આવ્યા છે. એમની વાણીમાં મડદાને જીવતે કરવાને જાદુ છે. આ સાંભળી ગૌતમીના પગમાં જેમ આવ્યું. એના હૃદયમાં આશાના અંકુર ફૂટયા. અને જ્યાં મહાત્મા બુદ્ધ ઉતર્યા હતા ત્યાં આવી. વ્યાખ્યાન સાંભળવા સભામાં બેઠેલા માણસોએ તેને અટકાવતા કહ્યું કે આ ગંધાતા કલેવરને લઈને કયાં ચાલી જાય છે? અહીં ઉભી રહે. આ સમયે મહાત્મા બુધે જોયું. ગૌતમીને જોઈ એમના દિલમાં કરૂણા આવી. એમણે કહ્યું આ કઈ દુઃખી સ્ત્રી છે. એને આગળ આવવા દે. અહીં તેને પ્રકાશ મળશે અને તેનું જીવન ઝળહળશે. બુદ્ધ ભગવાનની રજા મળી પછી એને કોણ અટકાવી