________________
૨૨૮ -
શારદા સરિતા ફરે એટલે વાતાવરણમાં પલ્ટ આવી જાય. અશુભ પરમાણુઓ શુભમાં પલટાઈ જાય છે.
બંધુઓ ! આ રેકફેલરના શુદ્ધ સંકલ્પના બળથી એની અસહ્ય પીડા ચાલી ગઈ. સવાર પડતાં રેકફેલરે છૂટે હાથે દાન દેવાનું શરૂ કર્યું. આવો દાખલે જૈન દર્શનમાં અનાથી મુનિને છે. એમના શરીરમાં રોગ આવે. મા-બાપ, ભાઈ-બહેને, વૈદે ને ડોકટરે, પત્ની કેઈ રેગમાંથી મુક્ત બનાવવા સમર્થ બન્યું નહિ ત્યારે છેલ્લે સંકલ્પ કર્યો કે જે દર્દમાંથી મુક્ત થઈશ તે સંસાર ત્યાગીને સાધુ બનીશ. આ સંકલ્પ કર્યો ને દર્દી નાબૂદ થઈ ગયું અને પ્રભાતના પહેરમાં સંયમી બનીને ચાલી નીકળ્યા. તમે કદાચ આ સંકલ્પ કરે ને રોગમાંથી મુકત બની જાવ તો શું કરે ? (હસાહસ) પછી દીક્ષા લેવાશે. હમણાં સાજો થયે છું તે સુખ ભોગવી લઉં અને આ પની રે, નાના નાના બાળકે ટળવળે એમને મૂકીને ક્યાં જાઉં? અરે....આ તો ઠીક છે. પણ એક સામાન્ય પ્રતિજ્ઞા લીધી હોય તો પણ કહે છે મહાસતીજી! બાધા લેતા લેવાઈ ગઈ પણ હવે ચાલે તેમ નથી. બાધા બદલી આપો. ભાઈ! દીકરા ન બદલાય, પત્ની ન બદલાય ને શું અમારી બાધા બદલાય? (હસાહસ).
અનાથી મુનિ શુદ્ધ સંકલ્પના બળથી નિરોગી બની ગયા. અને કરેલા સંકલ્પ પ્રમાણે સંયમી પણ બની ગયા. તમે પણ આજથી મનમાં શુદ્ધ સંકલ્પનું બીજ વાવે અને એ સંકલ્પના બળથી તમારામાં એવી તાકાત આવે કે અશુભ કર્મ ફેકાઈ જાય અને દુઃખ આપનારું તત્ત્વ સુખમાં પલટાઈ જાય. અબાધાકાળ પૂરો થતાં પહેલા કર્મ ઉદયમાં આવતું નથી. તે સમયે સારા વિચારે, સારા સંકલ્પ ને સારા વાતાવરણમાં રહે તે અશુભ કર્મોને શુભમાં પલટાવી શકે છે. આત્મની શકિત અનંત છે. એ અનંત શકિતનું જ્યારે ભાન થશે ત્યારે ભગવાન જયાં લઈ જશે ત્યાં જઈશ, ભગવાનને જે ગમ્યું તે ખરું, એમ હહિ બોલાય. ત્યારે તે એમ લાગે કે હે પ્રભુ! તેં કર્મો ઉપર ઘા કરવા પુરૂષાર્થ કર્યો. હું પણ તારી જેમ અનંતશક્તિને તપ-સંયમમાં ફેરવીને કર્મોના ભૂક્કા બેલાવી તારા સ્વરૂપને પ્રાપ્ત કરું. આવી ભાવના જાગશે ત્યારે તમારા ઉપર દેવ તુમ્માન થશે, ને કરોડની સંપત્તિ આપશે તે પણ એ લેવાનું મન નહિ થાય.
ભર્તુહરી રાજાને ત્યાગ-લક્ષ્મીદેવીએ કરેલી પરીક્ષામાં
ભર્તુહરી રાજાએ પિંગલાને મોહ છોડી, આખું રાજ્ય છેડી સંન્યાસ લીધે. ત્યાર પછી એક વખત નદી કિનારે બેસીને ગદડી સીવી રહ્યા હતા ત્યાં સાંજ પડી ગઈ. સેયમાંથી દેરો સરકી ગયે. ઉંમરને લીધે આંખનું તેજ ઘટી ગયું હતું. પ્રકાશ ઓછો થઈ ગયે હતે ને સોય પરોવતા હતા. તે સમયે લક્ષ્મીદેવી ત્યાં આવીને કહે છે ભર્તુહરિ! આવી ફાટી તૂટી ગોદડી સાંધી રહ્યા છો? તમે તે મેટા મહારાજા ! આવી ફાટી તૂટી ગોદડીમાં સૂવું તમને કેમ ગમે? લે, હું તમને આ હીરા ને રત્નજડેલી