________________
શારદા સરિતા
૨૧૭ તરીકે ઉત્પન્ન થયા. માટે ભગવાન કહે છે કે કઈ પદાર્થમાં તમે આસકિત ન રાખો. જ્ઞાતાને દષ્ટા બનીને જોયા કરે. ગુણસેન રાજાની ચામડી બળી ગઈ. કેટલી અપાર વેદના થઈ હશે છતાં પાડેશી બનીને જોયા કર્યું. દેહાધ્યાસ છૂટી ગયા તે પ્રથમ સૈધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. અગ્નિશર્માએ ધાવેશમાં ભાન ભૂલીને નિયાણું કર્યું છે કે મારા ઉગ્ર તપ ને સંયમનું ફળ હોય તે હું ભાભવ પાપી ગુણસેનને મારનારો બનું, તે આ ભવમાં વિદ્યુતકુમારના ભવમાં ગુણસેન રાજાને ધગધગતી રેતીને વરસાદ વરસાવી ઉપસર્ગ આપે ને તેના પ્રાણ લીધા. ગુણસેન રાજા તે દેવલેકમાં ગયા. પણ હવે અગ્નિશમ જે વિદ્યુતકુમાર દેવ છે તે ત્યાંથી ચવીને કયાં ઉત્પન્ન થશે ને બીજા ભવમાં કે સબંધ બાંધશે ને કેવી રીતે વૈર લેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ને, શ્રાવણ સુદ ૧૦ ને બુધવાર
તા. ૮-૮-૭૩ કરણના સાગર ભગવંતે સિદ્ધાંત વાણી દ્વારા આત્મસ્વરૂપનું ભાન કરાવ્યું. પૂર્વભવમાં જીવે સત્કર્મો કર્યા તે આ ઉત્તમ માનવજન્મ મળે છે. માનવજન્મની કિંમત જ્ઞાનીઓએ આંકી છે તેનું કારણ એ છે કે સમજણપૂર્વકની સાધના કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. બાકી આ દુનિયામાં ઘણા મનુષ્ય જન્મે છે ને મરે છે તેની કંઈ કિંમત નથી. આ જીવે સાધના તે ઘણી કરી છે પણ એ સાધના સંસાર વધારવાની કરી છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે નહિ. તપ-જપ-વ્રત-પ્રત્યાખ્યાન આદિ ક્રિયાઓ કરી પણ એની પાછળ આકાંક્ષા રાખી કે દાન દઉં તે આવતા ભવમાં ધન મળે. સામાયિક કરૂં ને સુખ મળે. ધર્મ કરું તે ધન મળે. આવી સુંદર કરણીની પાછળ જડ સુખની અભિલાષા રાખી તે આત્મિક સુખ વેચી નાંખ્યું. ધર્મ કરું ને મને મેક્ષ મળે. ભગવાન કહે છે મક્ષ માંગવાની પણ જરૂર નથી. ખિસ્સામાં હજાર રૂપિયા લઈ બજારમાં ગયા તે જે માલ જોઈએ છે તે મળવાનું છે તે વાત નિશ્ચિત છે. તેમ કર્મનિર્જરાના હેતુથી ધર્મ કરીએ તો મોક્ષ મળવાને છે એ નિઃશંક વાત છે. આ નાશવંતને જડ સુખ માંગવું પડે છે. શાશ્વતને માંગવાની જરૂર નહિ પડે. માટે આત્મસાધનાને જે અમૂલ્ય અવસર જાય છે તેને સદુપયેાગ કરી જીવનમાં પાત્રતા કેળવે.
ભગવંત ફરમાવે છે કે જ્યાં સુધી જીવ પાત્રરૂપી ચિત્તશુદ્ધિ ન કરે ત્યાં સુધી