SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શારદા સરિતા કેઈ કેઈનું નથી રે (૨) નાહકના મરીએ બધા મથી મથી રે.કે કમાઉ દીકરી વહાલે રે લાગે, રખડતો દીકરો ઝેર જેવું લાગે, ઘરમાં પણું સ્વાર્થ વિના વાત નથી રે કઈ કેઈનું નથી રે....' દીકરે કમાઈને લાવતું હોય તે મા બાપ કહેશે મારે દીકરે આવ્યા. પણ જે દીકરો કમાતે ન હોય અને ઉડાવતો હોય તે એના સામું કઈ જેશે? આ તે તમારે અનુભવ છે ને? માટે જ્ઞાનીઓ કહે છે સંસારમાં જળ અને કમળની જેમ અલિપ્ત ભાવથી રહો. મહારાજાને સંસારની અસારતા સમજાતા દીક્ષા લીધી. ચારિત્ર લઈને ઉગ્ર તપ સંયમને સ્વાધ્યાયના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એકવાર કેઈ સાર્થની સાથે મુનિરાજ વિહાર કરતાં કરતાં એ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે તે સમયે પેલે હાથી સાર્થને જોઈને તેફાને ચઢ. માણસ ભાગાભાગ કરવા લાગ્યા. મુનિરાજ “અવધિજ્ઞાનના પ્રભાવથી એને ઓળખી ગયા. કરૂણાના સાગર મુનિ ત્યાં ઉભા રહ્યા અને બોલ્યા બુઝબુઝ.એ મરૂભૂતિ. મરૂભૂતિ શબ્દ સાંભળીને હાથી ચમક્યા અને એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અહોહું પૂર્વભવને મરૂભૂતિ કેવું શ્રાવકપણું પાળ્યું હતું! સહેજ આર્તધ્યાનના પ્રભાવે મરીને આ જંગલી હાથી - બ. સંતના ચરણમાં મૂકી પડે. આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા. માનવજીવન હું હારી ગયે. ત્યાં મેં કેવી સુંદર આરાધના કરી છે. પૂર્વભવની આરાધના કરેલી હવાથી ઘણીવાર સંતને જોઈને અગર ધર્મને બોધ સાંભળીને તિર્યધર્મ પામે છે. તિર્યચે પણ શ્રાવક ધર્મનું પાલન કરી શકે છે. એક વખત ૨૦૧૫માં અમે અમદાવાદથી ગોધરા જતાં હતાં. વચમાં ડાકોર ગામ આવે છે. ડાકોરમાં ફાગણ સુદ પુનમને મેળો ભરાય અને વરઘડે નીકળે. તે વરઘોડા માટે અમદાવાદથી હાથી જતા હતા. અમે વિહારમાં હતા. બધા સાધ્વીજીએ આગળ પાછળ હતાં. હું છેલ્લી હતી. રસ્તામાં હાથી તોફાને ચઢયે. મહાવત બિચારે એને અંકુશ માર્યા કરે પણ કાબૂમાં આવતું નથી. એટલે તે દૂરથી બૂમ પાડવા લાગે, મહારાજ દૂર હઠે. હાથી નજીકમાં આવી ગયો. એટલે હું પણ રોડ ઉપરથી ખેતરમાં ચાલી ગઈ, કારણ કે જીવવું સૈને ગમે છે. કોઈને મરવું ગમતું નથી. સર્વે નવા વિ રૂછતિ નાવિયું ન મરિન્ગિ હાથી ખેતરમાં આવ્યું તે હું રેડ પર ચાલી ગઈ. તે હાથી રેડ ઉપર આવે. એમ ત્રણ વખત બન્યું ત્યારે વિચાર થયે કે હવે દેડવું નકામું છે. સાગારી સંથારે કરીને ઉભી રહી. હાથી છેક પાસે આવ્યા ને ધીમો પડી ગયા. હું નવકાર મંત્ર ગણતી હતી. હાથી નજીકમાં આવી ત્રણ વખત જમીન સાથે મસ્તક અડાડી નમસ્કાર કરી ચા ગયો. વિચાર કર્યો અહે! આ જીવે પૂર્વજન્મમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy