________________
૨૧૨
શારદા સરિતા
નથી કહ્યું કે આ તે કંઈ ધર્મશાળા કે લૅજ છે કે તું આ બધાને ઘરમાં લાવીને ભેગા કરે છે તેને આ પ્રભાવ છે. સાચા અને પુણ્યવાન શ્રાવક હોય તે એની પત્નીને કહી દે કે ધર્મના કાર્યમાં તને જ્યાં યોગ્ય લાગે ત્યાં તું છૂટા હાથે પૈસા વાપરજે. જરાયે સંકેચ ન રાખીશ. આ ઘર દેવના ઘર કહેવાય. પતિ સારો હોય પણ પત્ની સારી ન હોય તે ન શોભે.
શ્રાવકના દ્વાર અભંગ દ્વાર હોય. એના ઘરને આંગડીયે ઉચે રહે. એના ઘેર સ્વધમી ને દીનદુઃખી બંધુઓના પગલા આખો દિવસ થતા હોય. એ કેવા પુણ્યવાન આત્માઓ હશે! આજે મુંબઇમાં બ્લેક સીસ્ટમ થઈ ગઈ. સાધુથી બારણું ખેલાવીને ગોચરી જવાય નહિ. બ્લેક ઉઘડાવીને જાય તેમાં દેષ છે. જમાલિકુમારના હૃદયમાં પ્રભુની વાણીએ સ્થાન જમાવ્યું. ગેરગમાં વૈરાગ્યનો મજીઠી રંગ લાગે. સાચે શ્રાવક પ્રભુની વાણી સાંભળીને ખાલી ન જાય. જિનવાણી પ્રત્યે શ્રાવક શ્રદ્ધા હેવી જોઈએ. શ્રાવક એટલે શું? તમારા નામને એકેક અક્ષર શું સૂચન કરે છે? છે એટલે કૃતવાણીમાં શ્રદ્ધા કરવી. વ' એટલે વિવેકપૂર્વક ધર્મની આરાધના કરવી. ક એટલે કાપવું. શું કાપવું? કર્મના ગાઢ બંધનોને તપ જપ ને સંયમ આદિ સાધન દ્વારા કર્મોને કાપવાની કરણ કરે તેનું નામ શ્રાવક. એક વાર ભગવાનની વાણી સાંભળીને પ્રતિબોધ પામી જાય. પછી એને ઘરમાં એક ક્ષણ પણ ગમશે નહિ. સુખ અને દુઃખમાં સમાનભાવ રહેશે. અનિષ્ટ સગો ને ઈષ્ટ વિયેગમાં એને આધ્યાન, રૌદ્રધ્યાન નહિ થાય.
. ધ્યાન ચાર પ્રકારના છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન ને શુક્લધ્યાન આર્તધ્યાન ધાવવાથી તિર્યંચ ગતિમાં જવાય. રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ ને શુકલધ્યાનથી મોક્ષમાં જવાય છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાન છે. ઘરમાં કે બજારમાં તમારું ધાર્યું ન થાય ત્યારે તમને શું થાય છે કે મેં કહ્યું તેમ કેમ ના થાય? તેમ વિચારી આર્તધ્યાન કરવાથી જીવ તિર્યંચગતિમાં જાય છે. એક ન્યાય આપું.
ભગવાન પાર્શ્વનાથને જીવ મરૂભૂતિના ભવમાં શ્રાવક ધર્મની સુંદર આરાધના કરતે હ. પવિત્ર વિચારોમાં રાત-દિવસ તેની રમણતા હતી. આવું શ્રાવકપણું પાળનારે
જીવ પણ આયુષ્ય બાંધવાના સમયે ભૂલ ખાઈ બેઠો. આર્તધ્યાનમાં જોડાયો તો તિર્યંચગતિમાં પટકાઈ ગયો. મરૂભૂતિ અને કમઠ બંને ભાઈઓ હતા. એક વખત કમઠે એવું અઘટિત કાર્ય કર્યું એટલે મરૂભૂતિએ રાજાને કહ્યું આપ એને યોગ્ય શિખામણ આપજે તે એનું જીવન સુધરે. એટલે રાજાએ કમડને બોલાવીને શિખામણ આપી. સ્વદેષને નહિ જેનારા એવા કમઠે રાજાની હિત શિખામણ માની નહિ ને ઉપરથી રાજાની સામે એલફેલ વચને બોલ્યા તેથી રાજાને તેના ઉપર ખૂબ કૈધ આવવાથી રાજાએ એને નગરની બહાર કઢાવી મૂકે એટલે એના મનમાં ખૂબ ખેદ થયે અહો! મારા ભાઈએ