________________
શારદા સરિતા
૨૦૧
ખૂબ ઉગ્ર બનીને તિરસ્કાર કર્યા. સીતાજીએ કડક બનીને એટલુ બધુ કહી દીધું કે એને પણ ગુસ્સા આવી ગયા ને ત્યાંથી ઉઠીને ચાલતી થઈ ગઈ.
દાદરીના ગયા પછી હનુમાનજી પ્રગટ થયા ને સીતાજીને નમસ્કાર કરીને કહ્યું કે દેવી! રામ અને લક્ષ્મણ જયવતા વર્તે છે. તમારી શેાધ કરવા માટે રમની આજ્ઞાથી હું અહીં આન્યા છું. મારા ત્યાં પહોંચ્યા પછી શત્રુઓને સંહાર કરવા રામચંદ્રજી અહીં આવશે. આ પ્રત્યક્ષ સમાચાર સાંભળી સીતાજીની આંખમાં આનંદનાં આંસુ આવી ગયા અને પૂછ્યું તુ કાણુ છે? તેા કહે હું હનુમાન રામચંદ્રજીને પરમ ભકત છું. મારા પ્રાણનાથ લક્ષ્મણ વીરાની સાથે આનંદમાં છે ને! હનુમાન કહે માડી ચિંતા ન કરે. તેઓ આનદમાં છે. એમના કુશળ સમાચાર આપવા માટે મને અહી તેમની મુદ્રિકા લઈને માકલ્યા છે અને મને કહ્યું છે કે સીતાજીને ચૂડામણી નિશાની તરીકે લેતા આવશે. જેથી હું આપની પાસે આવ્યેા છેં તેની તેમને ખાત્રી થાય. સીતાજીએ લકામાં આવીને ભેાજન કર્યું. ન હતુ. કાયા કરમાઈ ગઈ હતી પણ શીયળના પ્રભાવથી મુખ ઝળકતુ હતુ. તેમાં રામચંદ્રજીના સમાચાર માત્રથી ભેાજન કર્યા જેટલી તેનામાં સ્ફૂર્તિ આવી. સીતાજીને જોઈને હનુમાન સમજી ગયા કે આ પવિત્ર માતાએ અહીં આવીને અન્નને દાણે! પણ લીધે નહિ હાય તેથી કામળ કાયા કરમાઈ ગઈ છે. હનુમાનજીએ આગ્રહ કર્યા માતા ! તમે આહાર કરા. રામચંદ્રજીના કુશળ સમાચાર મળી ગયા હતા ને ખૂબ આગ્રહ કર્યો એટલે એકવીસ દિવસે સીતાજીએ ભાજન કર્યું.
લેાજન કર્યા પછી સીતાજી હનુમાનને પોતાના ચૂડામણી આપીને કહે છે તું આ લઈને અહીથી ઝટ રવાના થઈ જા. જો રાવણ આવશે અને તમે જોશે .તે હેરાન કરશે. ત્યારે હનુમાન સ્મિત કરીને કહે છે માતા! તમે મારા પ્રત્યેના વાત્સલ્યને લઈને આમ કહો છો પણ તમે જાણા છે કે હુ કાણુ છું! ત્રણ જગતને જીતનારા રામ લક્ષ્મણના હું પાયદળ છે. રાવણુ સૈન્ય સહિત હાય તે પણ મારી આગળ કે!ણ માત્ર છે! માતા! જો તમે કહેા તા રાવણ અને તેના સર્વ સૈન્યને હરાવીને તમને મારા ખભા ઉપર બેસાડીને રામચંદ્રજીની પાસે લઇ જાઉં.
બંધુએ ! હનુમાનજી બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્યના બળથી જે ધારે તે કરી શકતા હતા. માટે તમે તપ ન કરી શકે તે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરીશ. આજે રાગ વધ્યા છે, ઢવાના માટલા વધ્યા છે આનુ કારણ ભાગ પ્રત્યેની આસક્તિ છે. ભાગને વધારનાર અત્યારના નાટક સિનેમા છે. અત્યારે કારમી મોંઘવારી ભારત ઉપર ઉતરી પડી છે. લેાકેાને ખાવા અનાજ નથી, ઘીને ખલે તેલના સાંસા છે. આપણા ભારત દેશ પવિત્ર ગણાય છે. મહાન પુરૂષાની એ જન્મભૂમિ છે. છતાં અત્યારે આટલા આફતનાં વાળે ભારતભૂમિ પર શાથી ઉતરે છે? મને તે લાગે છે કે આ અહિંસાપ્રધાન દેશમાં મેટા