________________
૧૨
શારદા સરિતા અમુક વખતે ચિંતા ઉપયોગી પણ છે ને અમુક વખતે ચિંતા નકામી પણ છે. કરોડની સંપત્તિ મળવા છતાં હજુ હું અપૂર્ણ છું ખાલી છું, વધુ મેળવું એ ચિંતા બીન જરૂરી છે અને અમુક ચિંતા જરૂરી છે. દાખલા તરીકે અમારી શ્રાવિકા બહેનનું કામ ઘરમાં બધી વ્યવસ્થા જાળવવાનું છે. એ સાડાઆઠ વાગ્યા સુધી પથારીમાંથી નહિ ઉઠે તે ઘરમાં બધું વેરવિખેર પડયું રહેશે. તમને પણ એમ થશે કે હજુ આ ઉઠતી નથી રસોઈ કયારે બનાવશે! દશ વાગે જમીને અમારે ઑફિસે જવાનું, છોકરાઓને નિશાળે જવાનું ને હજુ ચા-પાણીના ઠેકાણું નથી. ઘરમાં બધું અવ્યવસ્થિત પડ્યું છે. તરત તમે એની પાસે જઈને કહેશે કે હવે તે જાગે, અમારે ઑફિસે જવાને ટાઈમ થઈ જશે. તમને રસોઈ કરવાની ચિંતા છે કે નહિ?
સ્કૂલમાં ભણતા બાળક ઘરમાં બેસીને પુસ્તકનું પાનું ખેલત નથી. સિનેમાના થીએટરમાં જાય છે. કયા થીયેટરમાં કયું પીકચર ચાલે છે, તેના નામ પણ તેને બધા યાદ છે. મોઢેથી ગાયનના રાગડા તાણે છે. ત્યારે તમે તરત કહેશે કે પરીક્ષા નજીક આવે છે, તને ભણવાની બિલકુલ ચિંતા નથી તે પરીક્ષામાં પાસ કેવી રીતે થઈશ? અહીં પણ તમને ચિંતા જરૂરી લાગી છે.
- મહારાણી વિકટોરીયાનું જ્યારે રાજ્ય ચાલતું હતું તે સમયની આ વાત છે. એક વખત તેના સચિવાલયનો એક સેક્રેટરી એક વખત તેના સચિવાલયમાં દશ મિનિટ મેડો પહોંચે. તે વખતે મહારાણી વિકટોરીયા ગુસ્સે થઈને બોલ્યા તમારી ઘડિયાળ જુઓ. તેણે કહ્યું મને માફ કરે. મારું ઘડિયાળ ધીમું પડયું છે. ત્યારે મહારાણી વિકટેરીયાએ કહ્યું કે તે તમારૂં ઘડિયાળ બદલો અથવા મારે મારા સેક્રેટરી બદલવા પડશે. કારણ કે તમને સમય નકામો બગડે તેની ચિંતા નથી ને મને સમય બગડે તેની ચિંતા છે. ટ્રેઈન ચલાવનાર ડ્રાયવર જે ચિંતા ન રાખે તે ભારે હોનારત સર્જાઈ જાય અને ઘણા માણસનું મૃત્યુ થઈ જાય.
તમારામાંથી કોઈનો દીકરો બિમાર પડે એટલે ડોક્ટર પાસે લઈ ગયા. ડોકટરે એના રોગની ચિકિત્સા કરીને દવા આપી. પણ એ દદી બરાબર સમયસર દવા ન લે, ચરી ન પાળે તો તમે કહો ને કે તને તારા શરીરની કાળજી નથી. રેગ મટાડવાની ચિંતા નથી. બીજા શું કરે ? અને ડાકટર જે બરાબર સમયસર તપાસવા ન આવે તે તમે કહેશો કે તમને મારા દીકરાની ચિંતા નથી. દીકરાને ભણાવવા ટીચર રાખ્યા પણ એ સમયસર ભણાવવા ન આવે તે ટીચરને તમે કહી દેશે કે તમે તે મહિને થાય એટલે પગાર લેવાનું સમજ્યા છે પણ સમયસર ભણાવવા નથી આવતા તે છોકરે પરીક્ષામાં નાપાસ થશે એની તમને ચિંતા નથી. ટીચર વિદ્યાર્થીની કાળજી ન રાખે તો નાપાસ થાય, ડોકટર દર્દીની કાળજી ન રાખે તો કેસ બગડી જાય. કલાર્ક ટાઈમસર