________________
શારદા સરિતા
૧૮૯
વીતરાગ પ્રભુએ બતાવેલ ઉત્તમ ચારિત્રને ગ્રહણ કરીને નીકળી ગયા છે અને એકાંત આત્મસાધનામાં લીન રહે છે. મને પણ મારા પ્રબળ પુણ્યદયે લોકમાં સૂર્યસમાન, રત્ન ચિંતામણી સમાન આ મહાન: સંસારસમુદ્રમાં તારણ નાવા સમાન, એવા વિજયસેન ગુરૂ પ્રાપ્ત થયા છે તે તે મહાન પુરૂએ આ કર્મરૂપી વનને બાળવા દાવાનળ સમાન મહાન પ્રવજ્ય અંગીકાર કરી છે તે હું પણ તેમની પાસે દીક્ષા અંગીકાર કરીશ.
આ રીતે વિચાર કરી મહારાજાએ પોતાના સુબુદ્ધિ નામના મુખ્ય પ્રધાનને તેમજ બીજા મંત્રીએ આદિ સર્વેને બોલાવ્યા ને પિતાને અભિપ્રાય જણાવ્યું. ત્યારે પ્રધાને કહે છે મહારાજ! આપે ખૂબ ઉત્તમ ભાવના કરી છે. કઠેર પવનથી ચલાયમાન કમળપત્રમાં રહેલા જળબિંદુની અંદર રહેલા ચંદ્રના પ્રતિબિંબ જેવા આ ચંચળ સંસારમાં ભવ્ય જીવોને માટે સંયમ ગ્રહણ કરે એ કર્તવ્ય છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં મુકિત થવાની નથી. માટે આપને જેમ સુખ ઉપજે તેમ કરે. કારણ કે જેમ કે માણસના ઘરમાં આગ લાગી હોય તે વખતે ચારે બાજુથી ઘેરાયેલે માનવી જલદી બહાર નીકળતો હોય તો તેને કણ રેકે? તેમ સર્વ પ્રકારના દુઃખરૂપ અગ્નિથી સંસાર રૂપી ઘર પ્રજળી રહ્યું છે, આપ તેમાંથી બહાર નીકળવા માગે છે તે અમે શા માટે અંતરાય પાડીએ! આપની ભાવના પ્રશંસનીય છે. ત્યારે રાજા કહે છે આપ મારી વાતને માન્ય કરીને રજા આપી તે આપના જેવું મારું હિતસ્ત્રી કેશુ? તમે મને દીક્ષાની રજા આપી મહાન ઉપકાર કર્યો. એમ કહી રાજાએ બધાનું સન્માન કરી પોતાના ચંદ્રસેન નામના મોટા પુત્રને રાજ્ય આપ્યું અને મનમાં ભાવથી નિશ્ચય કર્યો કે જ્યાં મારા ગુરૂ વિજયસેન આચાર્ય બિરાજે છે ત્યાં જઈશ. આ નિર્ણય કર્યો.
આ તરફ અગ્નિશર્મા તાપસે છેક સુધી દુરાગ્રહ છોડે નહિ અને મેં તપસ્વી થઈને રાજા પર આટલે બધે કેધ કર્યો. એ બને કે કરૂણ અંજામ આવશે એટલો પણ કદી વિચાર ન કર્યો. અને પોતે જે નિયાણું કર્યું હતું તેમાં જરા પણ ઢીલ ન પડે, જેમ બ્રહ્મદત ચક્રવર્તિ અને ચિ-તમુનિ બંને પૂર્વભવમાં સગા ભાઈઓ હતા અને બ્રહાદત્ત એ મુનિના ભવમાં નિયાણું કર્યું કે મારા ઉગ્ર સંયમનું જે ફળ હોય તે હું આ સન કુમાર જે ચક્રવતિ બનું ને એના જેવી ઋદ્ધિ પ્રાપ્ત કર્યું. ચિત્તમુનિએ ખૂબ સમજાવ્યું પણ ન માને તે છેવટે મરીને ચક્રવર્તિ બને. બ્રહ્મદત ચકવતિ બન્યા પછી પણ સંસારના કાદવમાંથી કાઢવા મુનિએ ખૂબ મહેનત કરી છતાં ન માન્ય તો મરીને સાતમી નરકે રૌરી વેદના ભેગવવા ચાલ્યા ગયા. એ રીતે ગુરૂના ખબ સમજાવવા છતાં અગ્નિશર્મા ના સમયે તે ત્યાંથી મરીને વિદ્યુતકુમાર દેવ થયા. દેવ થયા પછી ત્યાં તે શું કરશે અને ગુણસેન રાજા ચારિત્ર અંગીકાર કરવા તૈયાર થયા છે આ દેવ તેમને કેવા ઉપસર્ગ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.